Trending News
સ્થાનિક સમાચાર

જય જગન્નથના નાદની ગાંધીધામ સંકુલમાં ગુંજ

07 July

જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવ તુમેઃ





અષાઢી બીજના પાવન અવસરે જગન્નથ મહાપ્રુભુજીની રથયાત્રા યોજાઈ : ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજયમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સહીતના પદાધિકારી-અધિકારીઓ, સંકુલના લોકો મોટીસંખ્યામાં રહ્યા ઉપસ્થિત 



રથયાત્રાના ભવ્ય આયોજન બદલ જય જગન્નાથ ટ્રસ્ટ અને ટીમને અભિનંદન, સૌને અષાઢીબીજ- રથયાત્રાની શુભકામના : માલતીબેન મહેશ્વરી(ધારાસભ્ય ગાંધીધામ)



આવી અષાઢી બીજ, હલો કચ્છી કચ્છ મે : જય દ્વારીકાધીશના જયઘોષથી વાસણભાઈ આહીરએ ગજવ્યું સભા મંડપ


કચ્છના શાંતી-સદભાવના-એકતા કાયમ રહે : શંભુભાઈ મ્યાત્રા

ગાંધીધામઃ જગન્નાથ સ્વામી, નયમ પથ ગામી ભવ તુમેઃ. અષાઢી બીજના પવિત્ર પાવન અવસરે ગાંધીધામસંકુલમાં આજ રોજ સવારે જય જગન્નાથ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી ભવ્ય રથયાત્રાથી જય જગન્નાથના નાદથી આખુંય
સંકુલ ગુંજી ઉઠયુ હોવાનો પાવન નજારો ઉભો થવા પામી ગયો હતો. આજ રોજ સવારે અષાઢી બીજના પવિત્ર અવસરે જય જગન્નથ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી રથયાત્રા સવારે ૯ઃ૩૦ કલાકે જગન્નાથ મંદીર વર્ધમાનનગર,  ગળપાદરથી શરૂ થવા પામી હતી. તેનુ પ્રસ્થાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજયમંત્રી વાણસભાઈઆહીર, શહેર-સંકુલના વિવિધ અગ્રણીઓ, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમર, ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી, પંકજભાઇ ઠકકર, તાલુકા પંચાયત પ્રમુખ શાંતીબેન, દિવ્યાબેન નાથાણી, શંભુભાઇ આહીર સહિતના અધિકારી ગણનીપ્રેરક ઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ તબક્કે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગીક ઉદબોધન કરતા સૌને અષાઢીબીજની શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યુ હતુ કે, વરસા વરસથી ભગવાન જગન્નાથની યોજાતી આ રથયાત્રા અને તેના આયોજકો અભિનંદનનેપાત્ર છે.આ રથયાત્રામાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈને માલતીબેને આવકાર્યા હતા. તો પૂર્વ રાજયમંત્રી વાણસભાઈ આહીરે દ્વારીકાધીશ-જગન્નાથના જયઘોષથી ઉદબોધનની શરૂઆત કરી હતી અને તેઓએ કહ્યુ હતુ કે, અષાઢી બીજ હલો કચ્છીકચ્છનેનું આપણુ સુત્ર છે. તો વળી અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રાએ આ તબક્કે સૌનેઆવકાર આપી અને કચ્છના શાંતિ અમન સદાય કાયમ રહે તેવી અત્યર્થના આ તબક્કે વ્યકત કરી હતી.આજ રોજ શરૂ થયેલી રથયાત્રા વર્ધમાનનગર ગળપાદરથીશરૂ થઈ
અને ગાંધીધામ મેઈન માર્કેટથી થઈ રેલવે કોલોની પહોચી હતી. આ ભવ્ય રથયાત્રાએ શહે૨માં અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતુ.આ પાવન રથયાત્રામાં શહે૨ સંકુલના આગેવાનો, શ્રદ્ધાળુઓ મોટી સખ્યામાં ઉમટયા હતા.ગાંધીધામઃ જગન્નાથ સ્વામી, નયમ પથ ગામી ભવ તુમેઃ. અષાઢી બીજના પવિત્ર પાવન અવસરે ગાંધીધામસંકુલમાં આજ રોજ સવારે જય જગન્નાથ સેવા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી ભવ્ય રથયાત્રાથી જય જગન્નાથના નાદથી આખુંય સંકુલ ગુંજી ઉઠયુ હોવાનો પાવન નજારો ઉભો થવા પામી ગયો હતો. આજ રોજ સવારે અષાઢી બીજના પવિત્ર અવસરે જય જગન્નથ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલી રથયાત્રા સવારે ૯ઃ૩૦ કલાકે જગન્નાથ મંદીર વર્ધમાનનગર, ગળપાદરથી શરૂ થવા પામી હતી. તેનુ પ્રસ્થાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજયમંત્રી વાણસભાઈઆહીર, શહેર-સંકુલના વિવિધ અગ્રણીઓ, પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમર, ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરી, પંકજભાઇ ઠકકર, તાલુકા પંચાયત પ્રમુખ શાંતીબેન, દિવ્યાબેન નાથાણી, શંભુભાઇ આહીર સહિતના અધિકારી ગણનીપ્રેરક ઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ તબક્કે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગીક ઉદબોધન કરતા સૌને અષાઢીબીજની શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યુ હતુ કે, વરસા વરસથી ભગવાન જગન્નાથની યોજાતી આ રથયાત્રા અને તેના આયોજકો અભિનંદનનેપાત્ર છે.આ રથયાત્રામાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈને માલતીબેને આવકાર્યા હતા.
તો પૂર્વ રાજયમંત્રી વાણસભાઈ આહીરે દ્વારીકાધીશ-જગન્નાથના જયઘોષથી ઉદબોધનની શરૂઆત કરી હતી અને તેઓએ કહ્યુ હતુ કે, અષાઢી બીજ હલો કચ્છીકચ્છનેનું આપણુ સુત્ર છે. તો વળી અંજાર તાલુકા ભાજપના
પ્રમુખ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્રાએ આ તબક્કે સૌનેઆવકાર આપી અને કચ્છના શાંતિ અમન સદાય કાયમ રહે તેવી અત્યર્થના આ તબક્કે વ્યકત કરી હતી.આજ રોજ શરૂ થયેલી રથયાત્રા વર્ધમાનનગર ગળપાદરથીશરૂ થઈ
અને ગાંધીધામ મેઈન માર્કેટથી થઈ રેલવે કોલોની પહોચી હતી. આ ભવ્ય રથયાત્રાએ શહે૨માં અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતુ.આ પાવન રથયાત્રામાં શહે૨ સંકુલના આગેવાનો, શ્રદ્ધાળુઓ મોટી સખ્યામાં ઉમટયા હતા. 

Comments

COMMENT / REPLY FROM