ભુજમાં રસોડામાં દાઝી જતાં વૃદ્ધાનું મોત
મેઘપર બોરીચીમાં મહિલાએ ફાંસો ખાધો
ભુજ : જિલ્લામાં અપમૃત્યુની વધુ બે ઘટના સામે આવી છે. ભુજમાં ઘનશ્યામનગર ખાતે આવેલ દરજી કોલોનીમાં રહેતા ૮૦ વર્ષિય નર્મદાબેન કાનજીભાઈ ત્રિવેદી ૧ જુલાઈના પોતાના ઘરે રસોડામાં ગયા ત્યારે ગેસનો ચુલો ચાલુ હતો. એ દરમિયાન સાડીનો છેડો અડી જતાં દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તેઓનું મોત થતાં હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી. જે આધારે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ મેઘપર બોરીચીના રવેચીનગરમાં રહેતા ૩૮ વર્ષિય ઝવેરબેન ધનજીભાઈ કોલીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લેતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તબીબે મૃત જાહેર કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments