મુંદરામાં ગાંધીધામ DRI ની તવાઈ : લેેડીઝ લેગીંગ્સના નામે અન્ડર ગાર્મેટસનો જથ્થો ઝડપાયો
વિદેશથી મહીલાઓની લેગીંગ્સ મંગાવ્યાનુ ડીકલેર કરેલ કન્ટેઈરની તપાસણીઓ કરતા તેમાથી અન્ડર ગાર્મેટસ મળી આવ્યા : દિલ્હીની પાર્ટીનુ આયાતકાર તરીકે નામ ખુલ્યું
ખાટલે મોટી ખોટ : લેગીંગ્સ પર સાધારણ ડયુટી છે, તેની આડમાં વધુ ડયુટીવાળા ગારર્મેન્ટ મંગાવેલ કન્ટેઈનર ડયુટી ભરી લઈ અને આઉટ ઓફ ચાર્જીસ એટલે કે, ગેટ બહાર નીકળી ગયુ હતુ અને ડીઆરઆઈએ ઝડપી લીધુ છે? એટલે કસ્ટમની સ્થાનિકની ભૂમિકા વધુ એક વખત આવી છે શંકામાં
ગાંધીધામ : દેશના મહાબંદરો પર વિદેશથી આવતી વસ્તુઓમાં મિસડીકલેરેશન આચરવાના કારનામાઓ પાછલા અમુક સમયથી ફરીથી એક પછી એક બહાર આવવા પામી રહ્યા છે. હજુ તો સોપારી દાણચોરીના પ્રકરણોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા ચલાવાઈ જ રહી છે તે વચ્ચે જ મુંદરામાં એજન્સી પાસે રહેલી બાતમીના આધારે તવાઈ બોલાવી દીધી છે અને આવા જ એક મિસડીકલેરેશનકાંડનો ખુલાસો કરી દીધો છે તો વળી ડીઆરઆઈ જેવી એજન્સીએ તવાઈ બોલવી છે ત્યારે અહી વધુ એક વખત સ્થાનિક કસ્ટમની ભુમિકાઓને લઈને પણ સવાલો ખડા થવા પામી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા મુંદરામાં વિદેશથી લેડીઝ લેગિન્સ ડીકલેર કરેલ કન્ટેઈનરને અટકાવી અને તપાસ કરતા તેમાથી અન્ડર ગારમેંટસ મોટા પ્રમાણમાં નીકીળ આવવા પામ્યા હોવાનુ મનાઈ રહ્યું છે. લેડીઝ લેગીન્સ પરડયુટી ખુબજ ઓછી રહેલી છે અને તેથી જ તેની આડમાં વધુ ડયુટીવાળાર અન્ડરવેયરનો જથ્થો મંગાવવાનો આ કારસો જોવાઈ રહ્યો છે. અહી આશ્ચર્ય જગાવનારી વાત તો એ છે કે, ડીઆરઆઈ પાસે આ બાબતેના ચોકકસ ઈનપુટસ હોવાથી તેઓએ આ કન્ટેઈનરને અટકીને તલાશી લેતા આ પ્રકારના મિસડીકલેરેશનનો ખુલાસો થવા પામ્યો છે. પરંતુ કહેવાય છે કે, આ રીતે મિસડીકલેર કરીને આવેલુ કન્સાઈમેન્ટ સ્થાનિક કસ્ટમ દ્વારા તો ડયુટી ભરાવી અને ડીસ્ચાર્જ આઉટ ઓફ ચાર્જ પણ કરી દેવાયુ હતુ. એટલે આ કન્ટેઈનર કસ્ટમના તો તમામ પ્રકારના પ્રશિક્ષણ કરીને નીકળી ગયુ હતુ, ડીઆરઆઈએ તેને ગેટ બહારથી ઝડપી પાડયુ છે. એટલે કસ્ટમવિભાગની અહીકરાવમા આવતી એકઝામીશેશનથી લઈ અને તમામ પ્રકારની પ્રક્રીયાઓ વધુ એક વખત સવાલના ઘેરામાં આવી રહ્યા છે. તેની સાથે જ અહી એ પણ સવાલ થાય છે કે, આ તો કન્ટેઈનર પકડાઈ ગયુ છે, પરંતુ જે નહી પકડાતા હોય અને નીકળી ગયા હશે તેનો આંક કેટલો?

Comments