Trending News
ક્રાઈમ

રાજસ્થાનથી કચ્છમાં ઘૂસાડાતો ૩.૯૦ લાખનો શરાબ વરણુ પાસે ઝડપાયો

06 July




આડેસર પોલીસને જોઈ એક શખ્સ સ્કોર્પીયોમાંથી ભાગી ગયો : દારૂ ભરી આપનાર સહિતનાઓ સામે ગુનો નોંધાયો 



ભુજ : જિલ્લામાં શરાબની ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે પોલીસવડા સાગર બાગમાર દ્વારા સુચના આપવામાં આવી છે, જે અંતર્ગત ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, રાપર સર્કલ પીઆઈ એમ. એન દવેના માર્ગદર્શનમાં આડેસર પીએસઆઈ વી. પી. આહિર અને સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરાઈ રહ્યું હતું. એ દરમ્યાન બાતમી મળી કે વરણું રોડ પર દારૂ ભરેલી સ્કોર્પીયો પસાર થવાની છે. જેના આધારે ટગા ત્રણ રસ્તા પાસે આડેસર પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની સફેદ કલરની સ્કોર્પીયો ગાડી નંબર જી.જે.૦૮ સીએસ ૧૧૧૬ વાળી ગાડી પસાર થતા તેને રોકાવીને ચાલકને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના સાંચોરના પ્રવીણકુમાર ક્રિષ્નારામ બિશ્નોઈની ધરપકડ કરી છે જ્યારે પોલીસને જોઈ સાંચોરનો રમેશકુમાર બિશ્નોઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો. દારૂ ભરી આપનાર તરીકે સાંચોરના મોહબતસિંહનું નામ ખુલવા પામ્યું હતું. સ્કોર્પીયોમાં તપાસ કરતા ગ્રીન લેબલ એકસપર્ટ સ્પેશ્યલ વ્હિસ્કિની ૪૪૪ બોટલ કિંમત રૂા. ૧,પપ,૪૦૦, ગ્રીન લેબલ એકસપર્ટ વ્હિસ્કીના ૧૭ર૮ કવાટરીયા કિંમત રૂા. ૧,૭ર,પ૦૦ અને ઓફિસર્સ ચોઈસ કલાસીક વ્હિસ્કિની ૧૮૦ બોટલ કિંમત રૂા.૬૩,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પાંચ લાખની ગાડી સાથે કુલ્લ ૮,૯પ,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


........


અંજાર - ગાંધીધામમાંથી ૭ર હજારનો શરાબ જપ્ત

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં બાગેશ્રીનગર - ૧ માં અંજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આરોપી કાનજી ઉર્ફે કાના વેલાભાઈ બઢીયાના મકાનમાંથી શરાબની ૧૯ર બોટલ કિંમત રૂા. ૬૭,ર૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેડ દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. જયારે ગાંધીધામમાં એ  ડિવિઝન પોલીસે ૪૦૦ કવાટરમાં એસએફએકસ ર૯૩ માંથી જીતુ ઉર્ફે ચડ્ડા ઘનશ્યામભાઈ પેશવાણીના કબજામાંથી દારૂની ૪ બોટલ કિંમત રૂા. ૩૪૦૦ નો મુદ્દામાલ કબજે કબજે કર્યો હતો. જયારે નહેરૂ પાર્ક રોડ પાસેથી જુની સુંદરપુરીના હિતેશ નરશીભાઈ સીરેસીયાને દારૂના ૧ર કવાટરીયાની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લેવાયો હતો.

Comments

COMMENT / REPLY FROM