Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝમાંથી દાણચોરીયુકત સોપારી ઠલવાઈ કયાં? ટ્રાન્સપોર્ટરના લ્યો  : કાસેઝ કસ્ટમના લાપરવાહો સામે પછાડો ધોક્કો.!

05 July

CHA નું કામ કોણે કર્યુ છે? તેનો ભુતકાળ કેવો છે? કેમ ન થાય ચકાસણી?



કાસેજમાથી એકસપોર્ટ દેખાડી અને સોપારીને કંડલા-મુંદરા વચ્ચે પલટી પારવાના 
અમદાવાદ ડીઆરઆઈએ કરેલા પર્દાફાશ બાદ ઉઠતા સવાલો : સ્થાનીકના નાના સોપાલીયા સમાન શખ્સાની સામે કાર્યવાહી કરવાથી શું થશે? 


કાસેઝ કસ્ટમના જવાબદારોની પણ ભુમિકા છે શંકામાં : રીએકસપોર્ટના બહાને સોપારી બહાર નીકળી જાય, ૧૧૦ ટકા ડયુટીભરવા પાત્ર સોપારીનો જથ્થો સંગ્રહાયેલો રહે અને કસ્ટમના જવાબદારોતેની સામે ધાક બેસાડતી કાર્યવાહી ન કરી શકે અથવા તો અટકાયાતી કાર્યવાહી ન કરી શકે તો એ સ્થાનિક કસ્ટમના અધિકારીઓ-કર્મચારીઓ શું કામના?


ગાંધીધામ : અમદાવાદની ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી સોપારીને એકસપોર્ટ દેખાડી અને તેને બહાર પલટી મારી દાણચોરી કરવાના કારસાનો ભાડાફોળ કરી દીધો છે અને તેવા ત્રણથી ચાર કન્ટેઈનરો અટકાવી અને સ્થાનીકના અમુક શખ્સોની પુછતાછ સહિતની કાર્યવાહી શરૂ કરવામા આવી છીે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અહી સૌથી મોટો સવાલ એ છે કે, આ પ્રકારની સોપારી બહાર પલટી મારીને ઠલવાઈ તો કયાં ઠલવાઈ? દાણચોરીયુકત સોપારી ખરીદનાર કોણ છે? તે ઉપરાંત સોપારીને આ રીતે બહાર લઈ જવાની ટ્રાન્સપોર્ટરની ભુમિકામા કોણ રહેલુ હતુ? અને સ્થાનિક કસ્ટમના અપ્રેઈઝર અને એકઝામિનર કક્ષાના અધિકારીઓના પણ કડક પુછાણા કેમ લેવામા નથી આવતા? અહી જાણકારોમાથી સામે આવતી વિગતોની વાત કરીએ તો અમદાવાદ ડીઆરઆઈને આ સમગ્ર કારસ્તાનની ખબર પડે છે, બાતમીઓ મળે છે પરંતુ જેની પ્રાથમિક જવાબદારી આ બાબતે બની રહી છે તે કાસેજના કસ્ટમ વિભાગના અપ્રેઈજર કક્ષાથી માંડી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓની તેની ગંધ શુદ્ધા પણ ન આવે તે કેવી રીતે બને? હવે ડીઆરઆઈએ ક્રોસ તવાઈ બોલાવી દીધી છે ત્યારે સ્થાનીક કસ્ટમના લાપરવાહોમાં પણ દોડધામ મચી ગઈ હોય તે સમજ જોવાઈ રહ્યું છે. આ ઉપરાંત અહી સોથી મોટા પ્રશ્ન એ થાય છે કે, આ સોપારીનો જથ્થો અપાયો કોને? પલટી કયા મારવામાં આવી છે? જે કન્ટેઈનર અને વાહનો ટ્રાન્સપેાર્ટેશનના કામમાં જોડાયેલા હતા તેઓના જીપીએસ સિસ્ટમ તથા ડ્રાયવરોના કડક નિવેદનો લેવાની જરૂર છે? બીલ ઓફ એન્ટ્રીમાં શુ લખાયુ હતુ? સ્થળ શુ દેખાડાયુ હતુ અને ડ્રાયવર અને ટ્રાન્સપોર્ટર આ વાહનો કયા લઈ ગયા? કોના કહેવાથી લઈ ગયા? આ તમામ બાબતે પણ તપાસ કરવી જોઈએ અને સોપારીની દાણચોરીમાં આ ઘટનામાં જાણતા અજાણતા જોડાયેલા ટ્રાન્સપોર્ટસની પણ ભુમિકા ચકાસવી ઘટે. નાની -મોટી કોઈ લાલચમાં આવી અને સોપારીના બીલ ઓફ એન્ટ્રી સહિતન કાગળોમાં દર્શાવેલા સ્થળ ઉપરાંત કેમ સોપારી અન્યત્ર ડમ્પ કરી દેવાઈ છે તેવુ તો નથી બન્યુ ને? અને જો આવુ બન્યુ હોય તો તેમાં તેઓની પણ જવાબદારી ફીટ કરી દેવી જોઈએ. જો એકાદ કિસ્સામાં આવી રીતે લાલઆંખ કરવામા આવશે તો જ આ પ્રકારની સિન્ડીકેટમાં થોડો ભય ફેલાશે.બીજીતરફ કંડલા સેજના સ્થાનિક કસ્ટમના જવાબદારોની સામે પણ ધોક્કો પછાડવો જ જોઈએ. તેમની જાણ બહાર આ રીતે દાણચોરી યુકત સોપારીનો જથ્થો જોન બહાર પગ કરી જ કેમ શકે? અહી સીધી જ વાત છે કે, સબંધીત વેરહાઉસમાં આવેલા કન્ટેઈનરમાં સોપારી હોવાનુ જાણવામાં આવતુ જ હતુ, કસ્ટમ દ્વારા તપાસ પણ કરાઈ હતી, અને મિસડીકલેરેશન કરીને લવાયેલી સોપારીમા ૧૦૦ ટકાથી વધુ ડયુટી ભરવાની સ્થિતી સર્જાતી હોય છે તો કેમ વસુલાત કરવામા ન આવી? અથવા તો સ્થાનિક કસ્ટમ આ બાબતે કેમ અંધારામાં રહી ગયુ કે પછી વેરહાઉસના સ્થાનિકના જવાબદારો સાથે મીલીભગત કરી અને આ માલ સગેવગે કરી દેવાની સગવડ આપવા માટેનો સમય આપી દેવામા આવ્યો હતો કે કેમ? આવા અનેક સવાલો હવે સામે આવાવ પામી રહ્યા છે.

..........



ડીઆરઆઈ કંપનીના માલીકનો કેમ નથી લેતી ઉધડો..?

સ્થાનિકે ઠેકેદાર-સુપરવાઇજર-સિકયુરીટી ગાર્ડ તો નાના કર્મચારીઓ કહેવાય, તેઓ કરોડોની સોપારીના સ્મગલીંગનો વિચાર એકલાહાથે ન કરી શકે! 


ગાંધીધામ : કાસેઝમાથી રીએકસપોર્ટના નામે સોપારીનો જથ્થો એજન્સીએ જયારે પકડી પાડયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અમદાવાદની ડીઆરઆઈએ અહી આ કાર્યવાહી કરી દેખાડી છે. સ્થાનિકે થયેલી કાર્યવાહીમાં તેઓએ ઠેકેદાર, સુપરવાઇજર તથા સીકયુરીટીગાર્ડને જ પુછપછર માટે પકડયા હતા. હકીકતમાં આ કંપનીના માલીકનો ઉઘડો લેવો જોઈએ. માલીકના ભુતકાળની ચકાસણીઓ કરવી ઘટે. શુ આ યુનિટ અગાઉ પણ આ રીતે સોપારીની હેરફેરમાં ચકચારી રહી ચૂકયા છે કે કેમ? જયા સુધી તેની અટક કરી કડકાઈથી પુછતાછ નહી કરવામા આવે ત્યાં સુધી એજન્સીને આ પ્રકરણના મુળીયા ઉલેચવા કપરા જબની રહેશે.



 

Comments

COMMENT / REPLY FROM