Trending News
સ્થાનિક સમાચાર

પામઓઈલનો જથ્થો મિતેશ લાવ્યો કયાંથી? ટેન્કરો લુંટયા કે, પાઈપલાઈન તેલચોરોથી ચોરાઉ તેલનો ઉતાર્યો જથ્થો : પૂર્વ કચ્છ પોલીસ ઉંડી ઉતરે..!

04 July

તેલચોર ભરત(ભુરા)નો નવો મોહરો તો નથી ને..!




શું ધીરે ધીરે બેનામી ધંધાઓ ચાલુ તો નથી થઈ રહ્યા ને..? : ડીએસપીને અંધારામાં રાખીને કોઈ સિન્ડીકેટ કામ તો નથી કરતીને? : પ્રમાણીક-કાર્યદક્ષ એસપીશ્રી કેમ ન કરાવે તપાસ?


યશોદાધામ પાસેથી ઝડપાયેલા આધારાપુરાવા વિનાના જથ્થામાં માત્ર  ૪૧ વન ડી જ કેમ? હકીકતમાં તો ચોરીથી રખાયેલ કીમતી વસ્તુ(તેલ)ના કિસ્સામાં તો આઈપીસી કલમ ૩૭૯ તથા આઈપીસી ૪૧૧ તળે જ કરવી જોઈએ કડક કાર્યવાહી : જેમાં ૩ વર્ષની સજા, તગડો દંડ અને  બીનજામીન પાત્ર ગુનાની છે જોગવાઈ : આવી કડકાઈ થાય તો જ  તેલચોર ટોળકીમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થાય


તપાસનીશ પોલીસ અધિકારીઓ મયુરના કડક પુછાણા લઈ અને આધાર-પુરાવા વિનાનો પામઓઈલનો જથ્થો તે વેંચવાનો કોને હતો? ચોરાઉ તેલ ખરીદનારાઓ કોણ હતા? શું મયુરએ આ પહેલી વખત જ આધારપુરાવા વિનાનો જથ્થો સપ્લાય કર્યો કે આ અગાઉ પણ કરી ચૂકયો છે? કોણ કોણ તેની સાથે સામેલગીરી ધરાવે છે?


ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં આવેલા મહાબંદર એવા કંડલામાં વૈદશીથી મોટી માત્રામાં કીંમતી તેલ, કેમીકલ-ઓઈલની આયાત કરવામા આવી રહી છે. આ પ્રકારના ઓઈલને દેશભરમાં પહોચાડવા માટે કયાંક પાઈપલાઈન તો કયાંક ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટીય સંપત્તી સમાન આ તેલના જથ્થાના સપ્લાયમાં મોટા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ખાતર પાડનારા તેલચોર તત્વો અને તેમની ટોળકી પણ સતત અને સમયાંતરે અહી ચોરી કરતા અથવા તો ચોરાઉ મુદામાલ સાથે પણ પકડાઈ જ જતા હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ ભચાઉના યશોદાધામ સમીપેથી એક વાડામાથી ૬૦ હજારના તેલ પામઓઈલના આધારપુરા વિનાના જથ્થા સાથે મયુર નામના એક શખ્સને પકડી પાડવામા આવ્યો હતો. તેની પાસેથી તેલના કેરબા પણ ઝડપાયા હતા. એક વાડામાં આ જથ્થો રખાયો હતો. અહી સૌથી મોટો સવાલ જ એ થાય છે કે, આ મયુર નામનો શખ્સ પામઓઈલ-તેલનો જથ્થેા લાવ્યો કયાથી? અને આ ચોરાઉ તેલનો જથ્થો મયુર નામનો શખ્સ વેંચવાનો હતો કોને?આ તમામ લીંકનો ખુલાસો આવા કેસોમાં કરવો જ ઘટે. તેની સાથે જ પોલીસતંત્ર પણ તેલ જેવી મહત્વની વસ્તુ આધાર પુરાવા સાથે પકડાય છે ત્યારે શંકાસ્પદ  વસ્તુના આધારે માત્ર ૪૧ વન ડીની જ કલમ લગાડે છે? શું તેઓને ખ્યાલ નથી હોતો કે આઈપીસી કલમ ૩૭૯ તથા આઈપીસી કલમ ૪૧૧ની પણ આ બાબતેની જોગવાઈ રહેલી છે અને તેમાં તહોમત પુરવાર થઈ જાય છે તો ૩ વર્ષની સજા, તગડો દંડ અને બિનજામીન પાત્ર ગુનાની જોગવાઈઓ રહેલી છે? કે પછી એ જાણતા હોવાના કારણે જ માત્ર ૪૧ વન ડી લગાડી અને ગુનેગારો અને તેની ટોળકીને શંકાસ્પદ વસ્તુઓને મુકત કરાવવા માટે બીલો તથા આધારો બજારમાંથી જે ડમી મળી જતા હોય છે તે એકત્રિત કરવાનાો સમય આપવાની સગવડ જ કરી દેવાય છે?  પૂર્વ કચ્છમાં ભરત ભુરો તેલચોરીમાં કુખ્યાત હોવાનું પણ સતત ચર્ચાતુ રહે છે ત્યારે આ કેસમાં પણ યશોધામ પટ્ટો જ ધ્યાને આવ્યો છે ત્યારે ભરત ભુરાનો તો કયાંય કોઈ મયુરનેદોરીસંચાર નથી રહ્યો ને? તે પણ તપાસ કરવા જાણકારો દ્વારા સુચક ઈશારો કરવામાં આવી રહ્યો છે.


 

Comments

COMMENT / REPLY FROM