Trending News
ક્રાઈમ

નખત્રાણામાં પરિણીતાનો અપહરણ કરી બળાત્કાર ગુજારાયો

04 July




ખાવડામાં છરીની અણીએ પરિણીતા સાથે બદકામ કરાતા ફરિયાદ



ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં પરિણીતા સાથે બળાત્કાર થયાની બે ઘટના પોલીસ ચોપડે ચડી છે. નખત્રાણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આરોપી ઘડાણીના અનવર મામદ નોતિયારે ભોગ બનનારને છરી બતાવી બળજબરી પૂર્વક અપહરણ કરી તેને અમદાવાદ અને મુંબઈની અલગ અલગ હોટલોમાં લઈ મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી નાના વાલ્કાના મહેન્દ્ર વિશ્રામ સીજુએ અનવરને ગાડી ભાડે કરી આપી આર્થીક મદદ કરી ગુનો આચરવામાં મદદગારી કરી હતી. જેથી બન્ને સામે નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.આ તરફ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મોટા પૈયાના હારૂન અબડા સમા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીએ ફરિયાદીના ઘરે આવી ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી શારીરિક સબંધ બાંધી જો સબંધ ન બાંધે તો છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. બન્ને કિસામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM