ગાંધીધામમાં જીવલેણ વિદ્યુત આંચકો વધુ એક યુવાનને ભરખી ગયો
પડાણામાં યુવકે ફાંસો ખાધો
ગાંધીધામ : પૂર્વ કચ્છના વડામથક ગાંધીધામમાં વિદ્યુત આંચકાના કારણે અઠવાડિયામાં પાંચમા યુવાનનું મોત થયું છે. જેના કારણે ચિંતા વ્યાપી ગઈ છે. આ તરફ પડાણામાં યુવકે ફાંસો ખાઈ લીધો હતો. બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશનો હાલે પડાણામાં આસ્થાના કોલોનીમાં રહેતા ર૪ વર્ષિય પપ્પુ ઉર્ફે લક્ષ્મણ રાજુભાઈ કોલ ગત તા. ૧૮ જૂનના આસ્થાન કંપનીની સામે ટ્રક પર ચડવા જતો હતો એ દરમ્યાન ઈલેકટ્રીક વાયરથી કરંટ લાગતા પ્રથમ સારવાર માટે મહેતા હોસ્પીટલ ગાંધીધામ અને બાદમાં અમદાવાદ લઈ જતા ત્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી છે. બે દિવસ પહેલા મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગવાના કારણે બે યુવાનના મોત થયા હતા. એ પૂર્વે ભારતનગરમાં મોતની બે ઘટના બની હતી. વરસાદી માહોલમાં વિદ્યુત વાયરોથી સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
દરમ્યાન પડાણામાં રબારી વાસ હનુમાન મંદિરની પાસે રહેતા ૩પ વર્ષિય લક્ષ્યધર હિરન્યા ભુયન નામના યુવાને પંખામાં દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. જે અંગે પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ જીઆઈડીસી સેકટર - ૧ર/બી ઈન્ડસ્ટ્રીયલ બેંકીંગ ગોડાઉનની દિવાલની પાછળ બાવળની ઝાડીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે નોંધ દાખલ કરી છે.

Comments