ગાંધીધામ બી ડીવીઝન પટ્ટામાં ખાખીના વહીવટદારો મહેરબાન તો બુટલેગરો પહેલવાન : ધૂમ અડ્ડાઓ બેફામ...!
સી.સસ.સસ....કોઈને કહેતા નહી...!
કાર્ગો પટ્ટામાં ગલાલની રહેમનજર હેઠળ કારો-રમલી ડોનનો ઠેકો મંજુર..! : કાર્ગોમાં શરાબ-શબાબ-કબાબ સહિતની સગવડો સાથેના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યાની છે ચકચાર : રમલી ડોન સહિતનાઓ તો તેમના અડ્ડામાં સીસીટીવી કેમેરા લગાવીને બેઠા છે
તો વળી પડાણા આસપાસમાં ૮ લાખ ના સેકસનથી સલીયો બેખૌફ..! : સલીયાના રપથી વધુ પોઈન્ટ મોટા પાયે ચાલી રહ્યાની ચર્ચા : આ સલીયાને ઉપાડો, તેનો ગુનાહિત ઈતિહાસ ચકાસો, આઠથી દસ કેસો થયા છે, તો પછી પાસા ન થવાનુ કારણ શું?
કહેવાય છે કે, કારો ડોન ભાગીદારીમાં બેનંબરી ધંધાઓ ધમધમાવી રહ્ય છે : કારાના દારૂના પોઈન્ટમાંથી અડધી આવક અગાઉનો ખાખીનો એક વહીવટદાર જ સેરવી જતો હોવાનુ ચર્ચાય છે
મીઠીરોહરમાં ધમધમે છે મામદની દેશીની ભઠ્ઠી : અભુ-અકાડી-હાજી નામના શખ્સની મોટી ભુમિકા : જુમ્મા-જશાના દેશીના પોઈન્ટની પણ છે મોટી બોલબાલા
આ રહ્યા શહેર-સંકુલના અન્ય સ્થળો કે જયાં પાણીની જેમ દારૂ મળી જાય છે : ગણેશનગર આજુબાજુમાં-જીઆઈડીસી કાર્ગો, એ વી જોસી ઓફીસની સામે, ઓસ્લો ટોકિઝની પાછળ, સેકટર પાંચમાં, જગજીવન નગર આસપાસમાં, સેકટર સાત, ઈફકો પાછળના ભાગે(એકટીવા ટુ વ્હીલરમાં)નાનજીનો દારૂ છે ઓનડીમાન્ડ
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યૌગીક પાટનગર ગાંધીધામ શહેરના બી ડીવીઝન વિસ્તારમાં ખાખીના જ વહીવટદારોના ચાર હાથથી દેશી સહીતના બુટલેગરો પહેલવાન બનીને બેઠા હોય તેવી રીતે અસામાજીક બદી અહી વકરાવી ચૂકયા છે. ઠેર-ઠેર વિસ્તારોમાં મોટાપાયે પોઈન્ટ અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનુ ચર્ચાવવા પામી રહ્યું છે. કયાંક પોલીસ મથકના વહીવટદારો તગડા હપ્તાઓ બાંધી લીધા હોવાનુ મનાય છે તો કયાંક પૂર્વ કચ્છની મુખ્ય શાખાના ઝોન-વિસ્તારવાઈઝ હપ્તાઓ જે રીતે વહેચી લેવામા આવી રહ્યા છે તેમ મોટા મોટા સેકસન બાંધી લઈ અને દારૂના અડ્ડાઓને છુટોદાર જ આપી દેવામા આવ્યો હોવાની ચર્ચા ઉઠવા પામી રહી છે.
ગાંધીધામના કાર્ગો પટ્ટાની આસપાસમાં તો જાણકારો કહી રહ્યા છે કે, ગલાલ નમાના શખ્સની મીઠીનજર હેઠળ બુટલેગરો ફાટીને ફુલેકે ચડી જવા પામ્યા છે. કહેવાય છે કે, અહી રમલી ડોન, કારો ડોન અને શિવરાજ નામના શખ્સોના દારૂના અડ્ડાઓની બોલબાલા છે. કારા નામનો શખ્સ્ તો લાખા નામના ભ્રષ્ટ વહીવટદારની સાથે ભાગીદારી જ ધરાવતો હોવાનુ કહેવાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ રમલી ડોન અને કારો ડોન બન્ને પોતાના દારૂના અડ્ડાઓ પર મચ્છી, કબાબ-શરાબ અને શબાબની પણ વ્યવસ્થાઓ કરી આપી રહ્યા છે. એટલુ જ નહી પરંતુ તેઓ અહી સીસીટીવી કેમેરા લગાવીને બેઠા હોય છે. એટલે તેમની પાસે સાંગુડીઓ પણ જેવા તેવા ન આવે અને જો કોઈ માથાકુટવાળા આવે તો તેમને વહીવટદારો મારફતે પકડાવી દેવાની પણ ધમકીઓ આપતા ફરી રહ્યા છે. ખેરખર જો આ સીસીટીવી કેમરાઓની ચકાસણી કરવામા આવે તો ખાખીધારીઓ કોણ કોણ અહી હપ્તાઓ ઉઘરાવા અને મોજમજા કરવા જાય છે તેના પણ ઘણા રહસ્યો ખુલી શકે તેમ મનાય છે. આ ઉપરાંત બી ડીવીઝન વિસ્તારના જ મીઠીરોહર પટ્ટામાં મામદની દેશની ભઠ્ઠી બેરોકટોક ધમધમી રહી હોવાનુ ચર્ચાય છે. કેરબા અને દારૂના ટેંક જ ભરેલા પડયા હોવાનુ મનાઈ રહ્યું છે. મામદ ઉપરાંત અહી અભુ અને હાજી નામના શખ્સ સહિતનાઓની પણ અહી આવી ભઠ્ઠી પાછળ મોટી ભુમિકાઓ રહેલી હોવાનુ મનાય છે. અકાડી પણ અહી દેશીના ધંધામાં બરાબરની હથરોટી ધરાવતો હોવાનુ ચર્ચાય છે. જુશો અને જુમ્માની પણ દેશીની ભઠ્ઠીઓની અહી બોલબોલા જ રહેલી હોવાનુ ચર્ચાય છે. તેની સાથોસાથ જ પડાણા પટ્ટો તથા મીઠીરોહરની આસપાસમાં સલીયા નામના બુટલેગરની ભારે બોલબાલા હોવાનુ મનાય છે. સલીયો આ વિસ્તારમાં રપથી વધુ જેટલા પોઈનેટ ધરાવ રહ્યો હોવાનુ પણ મનાય છે. કહેવાય છે કે, સલીયો અહી અંકિત અને ભાવીન નામના વહીવટદારોને આઠ લાખનું સેકસન આપી રહ્યો છે. વિચાર કરો કે આઠ લાખનો હપ્તો જો આપતો હશે તો વેપલો કેટલી મોટી રકમનો અહી ચાલતો હશે. જાણકારો કહે છે કે સલીયાના અહી રપથી વધુ જેટલા પોઈન્ટ ધમધમી રહ્યા છે. ઉપરાંત આ સલીયાની સામે કેસો પણ થયેલા છે તેમ છતા તેની સામે પાસાની કાર્યવાહી કરવમાં આવતી નથી તેના પાછળનું કારણ શું છે? શહેર સંકુલમાં ગણેશનગર આજુબાજુમાં-જીઆઈડીસી કાર્ગો, એ વી જોસી ઓફીસની સામે, ઓસ્લો ટોકિઝની પાછળ, સેકટર પાંચમાં, જગજીવન નગર આસપાસમાં, સેકટર સાત, ઈફકો પાછળના ભાગે(એકટીવા ટુ વ્હીલરમાં)નાનજીનો દારૂ ઓન ડીમાન્ડ જ હોવાનુ પણ ચર્ચાય છે. હવે આટઆટલા જગ્યાએ શહેર-સંકુંલમાં મુખ્ય મથકોમાં દારૂના પોઈન્ટ બેફામ ધમધમી રહ્યા હોય અને તેમાં ખાખીધારીઓ અજાણ હોય તેમ બની શકે ખરૂ? જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે ક્રોસ વેરીફીકશન કરાવે તો અહી ચાલતા ધંધાઓ અને તેમાં ખાખીધારીઓના આર્શીવાદ સહીતની મોટી સિન્ડીકેટનો ખુલાસો થવા પામી શકે તેમ મનાય છે.
........
ગાંધીધામ બી ડીવિજન વિસ્તારમાં ખાખીના વહીવટદારોના આ રહ્યા નામ-ઠામ..!
બી ડીવીઝનના અમુક વિસ્તારોમાં મુખ્ય શાખાના વહીવટદાર તરીકેનો હવાલો રાજદીપ -સંજય પાસે હોવાની છે ચર્ચા : જયારે કે સ્થાનીકના વહીવટદારોમાં હીરો-કીશોર અને અંકીત હોવાની ચકચાર
ગાંધીધામ : એલસીબી જેવી મહત્વપૂર્ણ શાખાના નામે જાણે કે, આ વિસ્તારમાં અલગ અલગ સિન્ડીકેટ બની જવા પામી હોય અને ઝોન તથા વિસ્તારવાઈજ વહીવટદારોને સેકસન, હપ્તા, ઉઘરાણાની સત્તા અપાઈ ગઈ હોય તેવી રીતે આ વહીવટદારો અહી ફાટીને ફુલેકે જ જવા પામ્યા હોય તેવી રીતે ધંધાઓને મંજુરીઓ અપાવતા હોવાનુ મનાય છે. હકીકતમાં આ રીતે એલસીબી દ્વરા જવાબદારીઓ અપાઈ છે કે પછી તેના નામે અમુકતત્વો સેકસન અને ઉઘરાણાઓ કરી રહ્યા છે તે પણ તપાસનો વિષય જ બની રહ્યો છે.જાણકારોની વાત માનીએ તો કહેવાય છે કે, ગાંધીધામ બી ડીવીઝન પટ્ટામાં મુખ્ય શાખામાંથી રાજદીપ અને સંજયની પાસે હવાલો રહ્યો છે. અમુક-અમુક વિસ્તારો આ બન્ને વિભાજીત કરી લીધા છે. મુખ્ય શાખાના નામે હપ્તાઓ તેઓ ઉઘરાવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. રેવલે સ્ટેશન-ઈન્દીરાનગરમાં રાજદીપ પાસે હવાલો જયારે કે ગણેશનગરમાથી સંજય મુખ્ય શાખાના નામે ઉઘરાણા કરતો હોવાનુ ચર્ચાય છે. તે જ રીતે બી ડીવીઝન સ્થાનિકના નામે હીરો-કીશોર અને અંકિત દ્વારા આ દારૂના ધંધાર્થીઓથી ઉઘરાણા કરવામા આવી રહ્યા છે.
...........

Comments