Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહરના ગોડાઉનમાં કરંટ લાગતા  બે યુવાનોના આકસ્મિક મોતથી અરેરાટી 

02 July




વરસાદી માહોલ વચ્ચે સંકુલમાં બનતા બનાવોથી ચિંતા ફેલાઈ 



ગાંધીધામ : એક તરફ વરસાદી માહોલ જામ્યો છે તેવામાં વિજળી પડવા અને કરંટ લાગવાની ઘટનાઓ કારણે મોતના બનાવો વધ્યા છે. ગત રોજ ગાંધીધામમાં વીજળી પડવાના કારણે અંતરજાળના યુવાનનું મોત થયું તે પૂર્વે ભુજના માધાપરના કરંટ લાગવાથી યુવાનનો જીવ ગયો હતો. જિલ્લામાં આ પ્રમાણે કરંટ લાગવાના કારણે મોતના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગાંધીધામ તાલુકામાં મીઠીરોહર ખાતે આવેલા ગોડાઉનમાં કરંટ લાગવાથી બે યુવાનના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ ગઈકાલે સોમવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મીઠીરોહરમાં આવેલા વી.એન.યુ. ગોડાઉનમાં આ બનાવ બન્યો હતો. હતભાગી બન્ને યુવાનો ગોડાઉનમાં કામ કરતા હતા એ દરમિયાન વીજ તારને અડી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયા હતા. આ બનાવમાં ગોપાલપુરી ગાંધીધામમાં રહેતા ર૩ વર્ષિય અનીકેત અમરનાથ રાય અને ડીએલબી કોલોનીમાં રહેતા ૧૭ વર્ષિય જય અમંતરાજ ચૌહાણના મોત થયા હતા. મોડી રાત્રે પીએમ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા દેહનો કબજો સોંપાયો હતો. એક યુવાનને કરંટ લાગ્યો હતા, બીજો બચાવવા જતા તેનો પણ જીવ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીધામ બી-ડિવિઝનના પીએસઆઈ કે.જી.વાઢેરે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ અરેરાટી જગાવી હતી. 

Comments

COMMENT / REPLY FROM