Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ કોર્ટમાં  ઈ-સેવા કેન્દ્રનો પ્રારંભ કરાયા

02 July



ગાંધીધામ : ગુજરાત હાઈકોર્ટ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ભુજ તરફથી મળેલી સૂચના મુજબ ગાંધીધામ તાલુકા કોર્સ્ટમાં પેપરલેશ ઈ-સેવા કેન્દ્ર કોર્ટ પરિસરમાં તમામ નાગરિકો માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં અધિક સેશન્સ જજ શ્રી બી.જી. ગોલાણી તથા એ.એમ. મેમણ, અધિક ચીફ જ્યુ. મેજી. એમ.બી. પરમાર, એમ.બી. ભાવસાર, ગાંધીધામ બાર એસોસિએશનના મંત્રી મયુધધ્વજ એસ. ખાંડેકા, ઉપપપ્રમુખ કાનજીભાઈ એલ. ફુફલ, સહમંત્રી હરપાલસિંહ ઝાલા, હિમાંશુ ધનવાણી, ખજાનચી સિમરનબેન આર. સોનેજા, કોર્ટ સ્ટાફ તથા ગાંધીધામ બાર એસોસિએશનના સિનિયર અને જુનિયર વકીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શ્રી બી.જી. ગોલાણી દ્વારા ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. તેઓ દ્વારા આ ઈ-સેવા કેન્દ્ર વિષયની માહિતી આપી હતી, જેમાં ગુજરાતની તમામ અદાલતોના તમામ કેસોનું સ્ટેટસ, તારીખ અને આગામી સ્થિતિ તથા કોર્ટ ફી માટેના ઈ-સ્ટેમ્પ પેપર ખરીદી માટેની પ્રક્રિયા અને તકનિકી માર્ગદર્શન, રજા પરના ન્યાયધિશો અંગેની પૂછપરછ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિ પાસેથી મફત કાનૂની સહાય કેવી રીતે મેળવી શકાય તેમજ જે-તે અદાલત અને કાર્યરત બ્રાન્ચોનું સ્થળ, અદાલતોના કોઝ લીસ્ટ અને કેેસ સુનાવણી પર લેવામાં આવેલ છે કે નહીં તે અંગેની પૂછપરછ માટે હાલ આ પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર ખૂલ્લું મૂકવામાં આવેલ છે. આ ઈ-સેવા કેન્દ્રનો તમામ નાગરિકો અને વકિલોને લાભ લેવા અનુરોધ કરાયો હતો.

Comments

COMMENT / REPLY FROM