ભચાઉમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ : ચીરઈના રીઢા બુટલેગર અને સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ ઝડપાઈ
લીસ્ટેડ બુટલેગર યુવરાજ જાડેજાને પકડવા ભચાઉ પોલીસ અને એલસીબીની વિવિધ ટીમો વોચમાં હતી ત્યારે ધરપકડ ટાળવા થાર ગાડી ચડાવી દેવાનો કર્યો પ્રયાસ : પીએસઆઈએ સ્વબચાવમાં ફાયરીંગ કર્યા બાદ બન્નેને ઝડપી લેવાયા : હત્યાના પ્રયાસ અને પ્રોહીબીશનની કલમો તળે ગુનો નોંધાયો
ભચાઉ : તાલુકાના ચીરઈના રીઢા બુટલેગર યુવરાજ જાડેજાને પકડવા માટે ગઈકાલે ભચાઉ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ચારે બાજુથી પોલીસે યુવરાજની થાર ગાડીને રોકી લેતા બચવા માટે તેણે પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો જેમાં પીએસઆઈએ સ્વબચાવમાં થારના બમ્પર પર ફાયરીંગ કર્યા બાદ આરોપીને ઝડપી લેવાયો હતો. નવાઈની વાત એ છે કે, આ ગાડીમાં બુટલેગરની સાથે મહિલા પોલીસ કર્મચારી પણ બેઠી હતી. તે પણ સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ જેથી ખાખી પર આ મહિલાએ કલંક લગાવ્યો છે. આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બાબતે સતાવાર ધોરણે મળતી વિગતો મુજબ ભચાઉ પીએસઆઈ દિનેશકુમાર ઝાલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એલસીબીએ ફોન કરીને જાણ કરી હતી કે, ભચાઉ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં જુની મોટી ચીરઈનો આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડવાનો બાકી છે તે સામખિયાળથી ગાંધીધામ સફેદ થાર ગાડીમાં આવે છે. એલસીબીના કર્મચારીઓ ખાનગી વાહનમાં તેનો પીછો કરતા હોઈ ભચાઉ પીએસઆઈ અને તેમની ટીમ પણ પકડવામાં નિકળી હતી. દરમ્યાન સફેદ કલરની થાર ગાડી સર્વિસ રોડ પરથી ગાંધીધામ તરફ જાય છે તેવી હકિકત મળતા ભચાઉ - ગાંધીધામ નેશનલ હાઈવે પર ગોલ્ડન ઈગલ હોટલની સામે બ્રીજ નીચે ગાડી રોકવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો, પણ યુવરાજે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર દવેની ગાડી સાથે પોતાની થાર જોરથી ભટકાવી હતી અને પાછળ ગાડી લઈને ભાગવા જતા ભચાઉ પોલીસના હેડ કોન્સ્ટેબલ બિંદુભા જાડેજા અને વિષ્ણુદાનની ફોર્ચ્યુનર ગાડીમાં પણ જોરથી ભટકાવી આગળ ગાડી ભગાડી હતી. ફરિયાદી પીએસઆઈ ગાડીમાંથી ઉતર્યા અને ગાડી રોકવા ઈશારો કર્યો ત્યારે તેણે મારી નાખવાના ઈરાદે થાર ગાડી ફરિયાદી પર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સર્વિસ પીસ્તોલમાંથી સ્વબચાવમાં થાર ગાડી રોકવા માટે ગાડીના આગળના બમ્પર પર એક રાઉન્ડ ફાયર કરતા ગાડી ઉભી રહી ગઈ હતી. યુવરાજસિંહ ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા ચારે બાજુથી ઘેરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટ પર એક મહિલા બેઠેલી જોવા મળી હતી. જેની પુછપરછ કરતા તે સીઆઈડી ક્રાઈમ ગાંધીધામની કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. બન્નેની અટકાયત કરી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ બકાડી સુપર પ્રીમીયમ પ્લસ કાનબેરીની કુલ્લ ૧૬ બોટલ તેમજ ટુ બર્ગ ક્લાસીક બીયરના બે ટીન મળી આવ્યા હતા. જેથી બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ, પ્રોહીબીશન સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પીઆઈ નારણ ચુડાસમા, ભચાઉ પીઆઈ એસ.ડી. સીસોદીયાના માર્ગદર્શનમાં એલસીબી અને ભચાઉ પોલીસ દ્વારા બન્ને આરોપીઓને ઝડપી લેવાયા હતા.
........
પકડાયેલ આરોપી યુવરાજસિંહ નો ગુનાહીત ઇતિહાસ
(૧)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૧૭૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી ૬૬(૧)(બી) મુજબ(૨)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૦૨૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી મુજબ (૩)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૬૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી વિ. મુજબ (૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૧૮૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી વિ. મુજબ (૫)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૮૪/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી વિ. મુજબ (૬)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૧૯૩/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી ૮૧વિ. મુજબ (૭)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૫૦૨૯/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી વિ. મુજબ ૧૧ ૪૫૫૧૬ મ (૮)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૫૦૬૭/૨૦૧૯પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી વિ. મુજબ (૯)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૦૦૧૩૩/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી ૮૧ વિ. મુજબ (૧૦)ભચાઉ ગુ.ર.નં. પોલીસ સ્ટેશન ૩૦૭.૨૦૧,૧૨)(બી).૨૯૪(૫).૧૧૪ મુજબ ૧૧૯૯૩૦૦૪૨૦૦૧૪/૨૦૨૦ ઈ.પી.કો કલમ (૧૧) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૭૮૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬બી ૯૮(૨) ૮૧ વિ. મુજબ (૧૨) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૯૯૩/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ વિ. મુજબ (૧૩) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૧૭૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧વિ. મુજબ (૧૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૨૯૬/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧વિ. મુજબ (૧૫) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૩૦૧૭૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧વિ. મુજબ (૧૬) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૪૨૪૦૩૯૯/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૮૧ વિ. મુજબ ના ગુનાઓ નોંધાયેલ છે
........

Comments