Trending News
સ્થાનિક સમાચાર

રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી અંતે કચ્છ શાખા નહેરમાં નર્મદા મૈયાના નીર વહેતા થયા

30 June

શાબાશ છે, વાગડના વીર વિરેન્દ્રસિંહને..!




રાપરના ધારાસભ્યની રજુઆત ફળી : આજે સવારથી
અંતે કચ્છ શાખા નહેરમાં નર્મદા મૈયાના નીર વહેતા થયા



કચ્છઉદય દ્વારા પણ એકાદ સપ્તાહ પૂર્વે રાજકીય જગતને આગળ આવી, સરકાર તબકકે રજુઆત કરવાની મુકાઈ હતી ટહેલ : વિરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યપ્રધાનને રૂબરૂમાં મળી રજુઆત કર્યા બાદ નર્મદા નીર છોડવામાં આવતા ખેડુતોમાં ખુશીની લહેર




ગાંધીધામ : કાળાજળ ગરમી અને તેમાંય વરસાદ ખેંચાવવાની સર્જાયેલી સ્થિતીને જોતા આજથી એકાદ પખવાડીયા પહેલા કચ્છ શાખા નહેરમાં નર્મદા મૈયાના નીર છોડવા માટેની પ્રબળ માંગણીઓ ખેડુત વર્ગમાથી ઉઠવા પામી હતી જે અંગે રાપરના ધારાસભ્યશ્રીએ સરકાર તબક્કે રજુઆત કરતા આજ રોજ અંતે નર્મદા નીર છોડવામા આવતા ખેડુતોમાં ખુશીની લહેર ફરી વળવા પામી છે. 
નોધનીય છે કે, કચ્છ શાખા નહેર આધારિત પીવા, વાપરવા તેમજ સિંચાઈ માટે અતિ જરૂરી નર્મદાના નીર કચ્છ શાખા નહેરમાં છોડાવવા વાગડ વિસ્તારના અસંખ્ય ગામોમાં આગેવાનોની રૂબરમાં ફોન પર તેમજ લેખિતમાં માંગણીઓ ધ્યાને લઈને રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિહ જાડેજા દ્વારા મુખ્યપ્રધાનશ્રીને રૂબરૂમાં મળી અને રજુઆત કરી હતી. સ્થાનિકની સ્થિતીનો તાગ તેઓએ સરકાર તબક્કે ધારદાર રીતે રજુ કર્યો હતો અને તે બાદ સીએમશ્રીએ તરત જ આ બાબતે સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યુ હતુ.  રાપર મત વિસ્તારના જાગૃત ધારાસભ્ય શ્રી જાડેજાના અથાગ પ્રયાસોથી આજે તારીખ ૩૦મી જુનના રોજ સવારે મુખ્ય નહેરમાંથી કચ્છ શાખા નહેરમાં નર્મદા મૈયાના નીર વહેતા કરવામા આવ્યા છે. અને તેથી લાભાન્વિત થનાર ખેડુતોમાં ખુશીની લહેર ફરી વળી છે. 
નોધનીય છે કે, કેબીસીમાં નર્મદા નીર વહેલાસર છોડવામા આવે, વરસાદ ખેંચાઈ રહ્યો છે અને આ માટે જરૂરી એવી રજુઆત સરકારના કાને પહોચાડવા માટે કચ્છનું રાજકીય જગત આગળ આવે તેવી ટહેલ કચ્છઉદય દ્વારા પણ આજથી આઠ-દસ દીવસ 
પૂર્વ ેકરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM