Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું  કૌભાંડ ઝડપાયુંઃ જો કે, એજન્સી સાથે તોડનું સેટીંગ

30 June

એજન્સીને બગાસા ખાતા પતાસું આવી ગયું કે શું ?



મુંદરામાં નોન બાસમતી ચોખા નિકાસનું 
કૌભાંડ ઝડપાયુંઃ જો કે, એજન્સી સાથે તોડનું સેટીંગ


જો નોન બાસમતી ચોખાનું કૌભાંડ પકડાયું જ હોય તો તાત્કાલિક ધરપકડની છે જોગવાઈ

કાસેઝમાં દિલ્હીની પાર્ટીની સોપારીના કારસાની સાથે જ ગત રોજ મુંદરામાં મુંબઈની પાર્ટીના ઓઈલ ડીકલેરેશનની આડમાં બેઝઓઈલની તપાસની આશંકા સાથે જ મુંદરામાં બાસમતીના નામે નોનબાસમતી તથા પેરાબોઈલ રાઈસ નિકાસના ૪૦ કન્ટેનરો એજન્સીના હથ્થે ચડી ગયા : દિલ્હીની એજન્સી પાસે વિગતો પહોચતા તવાઈ બોલાવાઈઃ ૪૦ કન્ટેઈનરને હોલ્ડ કરાવી ચાલતી છાનબીન




બાસમતી રાઈસ એકસપોર્ટ થાય છે, નોનબાસમતી અને પેરાબોઈલ નથી થતા, હવે કાગળ પર બાસમતી દેખાડીને નોનબાસમતી તથા પેરાબોઈલ રાઈસ કન્ટેઈનરમાથી નીકળ્યાની ચર્ચા :પંજાબની પાર્ટી દ્વારા એજન્સી સાથે સેટીગ ચાલતુ હોવાની ચર્ચા



ગાંધીધામ : કચ્છના મહાબંદરો કંડલા અને મુંદરામાં પાછલા ત્રણ દીવસથીએજન્સીઓ દ્વારા ભેજાબાજ દાણચોર તત્વોને ડામવાની દીશામાં પડાવ નખાયો હોવાના અહેવાલો એક પછી એક સામે આવવા પામી રહ્યા છે અને તેમા વધુ એક કડીરૂપ ગંભીર વાત સામે આવવા પામી રહી છે. 
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો બે રોજ પહેલા કાસેઝની એક પેઢી દ્વારા સોપારી એકસપોર્ટ દેખાડી અને તેને પલટીમારી દીધી અને તેમા માટીભરી દીધી હોવાના ત્રણ કન્ટેઈનરો ઝડપી પાડયા હતા અને તેની કડીરૂપ તપાસનો ધમધમાટ તેજ બની જવા પામ્યો હતો. જેના પગલે જગઈકાલે મુંદરામાં એજન્સીએ વધુ કેટલાક કન્ટેઈનર  તપાસના રડારમાં લાવીદીધા હોવાની વાતની સાથે જ મુંબઈની અન્ય એક પાર્ટીના બેઝઓઈલના કન્ટેઈનરો પણ તપાસ હેઠળ હોવાની વાતો ફેલાવવા પામી હતીપરંતુ હકીકતમાં તો આ બન્ને સિવાય એક મોટુ પ્રકરણ મુંદરા બંદર પર મોટાપાયે દિલ્હીની એજન્સીના રડારમાં આવી ગયુ હોવાની વાત સામે આવવા પામી રહી છે. 
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પંજાબની એક પાર્ટીએ પ્રતિબંધિત એવા નોન બાસમતી ચોખાને નિકાસ કરવાનો કારસો ઘડયો હતો જે ચોકકસ બાતમી એજન્સી પાસે હોવાથીદિલ્હીની એજન્સીએ ગાંધીધામની એજન્સીને આ બાબતે વોચ રાખી તપાસ કરવાનુ કહેતા ગત રોજ આ પાર્ટીના ૪૦ જેટલા કન્ટેઈનર અટકાવી દીધા હતા અને તેની તપાસ કરવામા આવતા તેમાથીપ્રતીબંધિત અને નિકાસ કરવાની સખ્ત મનાઈ છે તેવા નોન બાસમતી ચોખા મળી આવવા પામતા ભારે દોડધામ મચી જવાપામી હતી. નોધનીયછેકે, બાસમતી ચોખા નિકાસકરીશકાયછે પરંતુ નોનબાસમતી ચોખા નિકાસ કરવા પરસ્પષ્ટ પ્રતિબંધ રહેલો છે. તેની સાથે જપેરાબોઈલ રાઈસ એટલે કે, ઉબાડેલા રાઈસ નિકાસ કરવા પર ર૦ ટકા ડયુટી ભરવાની થતી હોય છે. આમ ૪૦ કનટેઈનરજે પકડાયા છે તેમાં બાસમતીના નામે નોન બાસમતી અનેપેરાબોઈલ રાઈસનો જથ્થો મુદરામાં પકડાઈ જવા પામ્યો છે. હવે આ સમગ્ર બાબતે આગળના ભાગમાં કેવાખુલાસા થવા પામી રહ્યા છે તે તરફ સાના મીટ મંડાયલા છે. આ પ્રકારની કાર્યવાહી પાછળા ત્રણ દીસવથીઅહી થવા પામતી હોવાથી દાણચોર ટાળકીમાં ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો છે.





.................



દિલ્હી સ્થિતી એજન્સી રહે સતર્ક : 
બાસમતીને પેરાબોઈલ રાઇસ દેખાડીને કરી લેવાશે તોડ


ર૦ ટકા પેનલ્ટીની રકમ ભરી તાત્કાલિક ધરપકડથી બચવા પંજાબની પાર્ટીના અધમપછાડા



ગાંધીધામ : ચોખા ભારતમાંથી નિકાસ કરીશકાય છેપરંતુબાસમતી ચોખા જ કરી શકાયછે. નોન બાસમતી અને પેરાબ્‌ાઉલ એટલે કે ઉબાળેલા ચોખાની નિકાસ કરવા પર ર૦ ટકા પેનલ્ટી છે. દિલ્હીની એજન્સીએ જયારે તવાઈબોલાવી દીધી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, ૪૦ કન્ટેઈનર નોન બાસમતી ચોખા ઝડપાઈ ગયા છે ત્યારે આ કેસમાં કડક કાર્યવાહીથી બચવાને માટે  કયાંક ને કયાંક પાર્ટીએ મુદરાના સીએચએ મારફતે એજન્સીસાથે એવુ સેટીગ ચાલુ કર્યુ છે કે, નોનબાસમતી ચોખાને પેરાબોઈલ ચોખા બતાવી દેવામા આવે અનેતેમાં જેર૦ ટકા ડયુટીભરવાની  થાય છે તેને ભરીદેઅને તેઓ કાર્યવાહીથી બચી જાયઅનેમુદામાલ પણ તેનો એકસપોર્ટ થઈ જાય. કયાંક ને કયાંક આ મુજબ તો સેટીંગ નથી ચાલી રહ્યુ ને..?


.................



પંજાબની પાર્ટીનું એજન્સીથી સેટીંગ કરાવી રહેલ મુંદરાનો CHA કોણ?


ગાંધીધામ : મુંદરામાં બાસમતી ચોખા દેખાડી અને નોન બાસમતીડીકલેર કરવાના કારસા પર એજન્સી ત્રાટકી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, પંજાબની પાર્ટીએ આ કૃત્ય આચર્યુ છે અને તેમાં મુંદરાનો કોઈ સીએચએ હાલમા ંએજન્સી સાથે તોડ કરાવવાની  ગોઠવણીઓ કરી રહ્યો છે. આ સીએચએની ભૂમિકામાં કોણ રહેલુ છે?



..............



નાક કપાયા બાદ કાસેઝ કસ્ટમનું નાટક..!


કાસેઝ બહાર મળેલા પાંચ કન્ટેઈનરમાં એજન્સીને
કંઈ હાથ નહી લાગે : પાર્ટી પાડે છે મોટો ખેલ.!


મુંદરાથી સોપારી ડીકલેર  કરેલી છે, અને તે જ કન્ટેઈનર અટકાવ્યાછે, તેમાં ડીકલેર ગુડઝ જ નીકળશે તોકસ્ટમ શું પગલા લેશેો



ગાંધીધામ : બે રોજ પહેલા કાસેજ  કસ્ટમમાંથી એકસપોર્ટના નામે પલટી મારેલી સોપારીની ઘટના સામે આવી હતી તે અમદાવાદ ડીઆરઆઈએ પકડી પાડતા સ્થાનિક કસ્ટમ વિભાગ દ્વારા નાક કપાઈ જતા હવે કાસેઝ બહાર  આ જ પાર્ટીના પાંચ વધુ કન્ટેનર અટકાવી તપાસનુ નાટક કરવામા આવી રહ્યુ છે. જાણકારોકહે છેકે, આ કન્ટેઈનર મુંદરાથી આયાત થયા છે, તેમાં સોપારી જ  ડીકલેર કરી છે અને સોપારી જ નીકળશે, આજે તેનુ કદાચ એકઝામિનેશન કરવામા આવનાર છે, ડીકલેર ગુડઝ જ નીકળશે તો પછી કંડલા કાસેજ કસ્ટમ પાર્ટીનુ શુ બગાડશે? આ પાર્ટી વિદેશથી સોપારી આયાત કરી ઝોનમાં લાવી, રી એકસપોર્ટ દેખાડી અને તેને પલટી મારવાનો ખેલ ખેલે છે. એટલે હાલમાં જે કન્ટેઈનર અટકાવાયા છે તેમાથી કસ્ટમને કઈ જ નહી મળે સિવાય કે નાક કપાયા બાદ કાર્યવાહી કરી હોવાના સંતોષથી.


 

Comments

COMMENT / REPLY FROM