Trending News
સ્થાનિક સમાચાર

નાડાપા સીમમાં રાનીપશુ મોતકાંડ : તપાસ કેમ ઠંડા બક્ષામાં ? સરકારી જમીન પર ખનીજ ખડકાયુ? તો રેવેન્યુતંત્ર કેમ મૌન?

29 June


વીજતંત્રની ભારે લાઈનને અડી જતા રાની પશુનું મોત થયુ હતુ, ઉંચા ઉંચા ખનીજ વેસ્ટના કચરાના ઢગલામાં વીજતંત્રનો હેવી લાઈનન વાયર ઢંકાઈ ગયો હોવાની સામે આવી હતી સ્થિતી : વીજતંત્ર, વનવિભાગ, ખાણખનિજ વિભાગ સહિતનાઓની સામે સવાલો ઉભા થયા હતા, પરંતુ જે ખનીજના વેસ્ટનો ખકડલો જે જમીન પર કરાયેલો હતો તે કઈ છે?


સરકારી જમીન હોય તો રેવેન્યુ વિભાગની જ બને છે પ્રાથમિક જવાબદારી : સ્થાનિક મહેસુલ તલાટીએ આ કેસમાં શું કરી કાર્યવાહી? ટીડીઓશ્રીએ સમગ્ર કેસમાં આડેધડ સરકારી જમીનો પર ખનીજનો વેસ્ટ ખકડી દેનારાઓની સામે શું કરી અત્યાર સુધી લાલઆંખ? : જો આવી કોઈ જ કાર્યવાહી નથી કરાઈ તો ડીડીઓશ્રી કેમ આ બધાયનો ઉધડો હજુ સુધી નથી લેતા?

ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની સુંદરતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં અનેકવિધ ખનીજોનો મોટો ખજાનો ધરબાયેલો છે અને આ ખનીજમાથી સરકારને જેટલા પ્રમાણમા રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી અનેકગણી તો રોયલ્ટી ચોરી થવા પામી રહી છે અને આવુ કચ્છવ્યાપી સતત થતુ હોવાની ઘટનાઓ પણ રેકર્ડ પર આવવા પામી જ રહી છે. ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન કરનારાઓ એટલા બધા ફાટીને ફુલેકે ગયા છે કે તેઓ સરકારી નીતી-રીતીઓ કે અધિકારીઓને ગાંઠતા જ ન હોય તેમ પણ ઘટનાઓ સામે આવવા પામી ચુકી છે. દરમ્યાન જ જિલ્લા વડામથુક ભુજ સમીપે નાડાપા સીમાડામાં તાજેતરમં જ એક દુલર્ભ એવા રાની પશુ(દીપડા)નું આવા જ ખનીજ ખનન કરનારાઓ દ્વારા તેની પ્રોસેસ બાદના વેસ્ટને આડેધડ ખડકલો કરવો કે ફેંકી દેવાના પગલે અહી દટાઈ ગયેલા હેવી વીજતારના સંપર્કમાં તે આવી જતા તેનુ મોત નિપજી જવા પામ્યુ હતુ અને તે બાદ ઘોડા છુટયા પછી તબેલાને તાણા મારવાની દીશામાં વિવિધ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. જેમાં વનવિભાગ, વીજતંત્ર, ખનીજિવિભાગ સહિતનાઓ દ્વાર લીંપાપોત્તી ભરી કામગીરી શરૂ કરવામાં હતી. વનવિભાગની પ્રાથમિક જવાબદારી બની રહી છે એટલે  તેઓએ ખનીજ વિભાગ તથા વીજતંત્ર સાથે સંકલન સાધી અને આગળની તપાસ હાથ ધરી છે. તેવામાં જાણકારો કહી રહ્યા છે કે, ખરેખર અહી પ્રશ્ન છે કે, ખનીજ જે ખનન કરાયુ છે અને તેમાથી જે વેસ્ટ નીકળતો હતો તેનો કચરો અહી ખડકાયો હતો, વેસ્ટ છે તેના લીધે વીજતાર તેમાં ઢંકાઈ જવા પામ્યો છે, ત્યારે જમીન જો સરકારી હોય તો પછી આ બાબતે રેવેન્યુ વિભાગે પ્રાથમિક ધોરણે આગળ આવવુ જોઈએ. ખરેખર તો સ્થાનીક રેવેન્યુ તલાટી મારફતે અહેવાલ મંગાવો જોઈએ કે, જમીન કોની છે? ખાનગી માલીકીની જમીનમાં ઘટના બની છે કે સરકારી જમીન છે? સરકારી જમીન હોવાનુ નકકી થાય છે તો પછી તેમાં ખનીજનો ખડકલો આડેધડ કરી કોણ ગયુ? રેવેન્યુ વિભાગે આ અંગે વેળાસર જ આગળ આવી અને વિવીધ સલગ્ન વિભાગો જેવા કે, સ્થાનીક રેવેન્યુ તલાટી, સર્કલ ઓફીસર, મામલતદાર, ટીડીઓશ્રી સહિતનાઓથી સ્થળ તપાસ બાદના અભિપ્રાયો મંગાવવા જોઈએ અને આવી ઘટનાઓમાં લાપરવાહી દાખવનારાઓની સામે કડક હાથે કાર્યવાહી થાય તે માટેની તાકીદ તથા ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના ન બને અને હાલમાં અહી જે રીતે રાની પશુનુ અકસ્માત મોત થયુ છે તેમ ભવિષ્યમાં જાણતા અજાણતા કોઈ વ્યકિતનું અકસ્માતે મોત ન થાય તે જોવાની તકેદારી રાખવી  જરૂરી બની રહ્યું છે. ખનીજ વિભાગ દ્વારા તો ખનીજનું ખનન કરી અને સ્ટોકયાર્ડની મંજુરી આપવામાં આવતી હોય છે. આગળની બધી જ મંજુરીઓ ઉદ્યોગ વિભાગે આપવાની થતી હોય છે. ઉપરાંત પણ પશ્ચીમ કચ્છ ખનીજ વિભાગ દ્વારા આ કેસમાં સ્થળ તપાસ કરાઈ છે, લાગતા વળતાના નિવેદનો પણ લેવાયા છે, જે  ખનીજ વેસ્ટ ખડકાયું છે તે સ્થાનિકનાઓ છે, આસપાસના કોઈ ગામના છે કે કેમ? તે સહિતની માહીતીઓ એકત્રીત કરવાની કાર્યવાહી તો ચાલી જ રહી છે પરંતુ તેની સાથે જ જિલ્લા ઉદ્યોગ વિભાગ તથા રેવેન્યુ વિભાગે પણ આ પ્રકરણમાં ઝંપલાવવુ જોઈએ તે જરૂરી બની રહ્યું છે.


 

Comments

COMMENT / REPLY FROM