કચ્છની ૧પપ ‘ગ્રામ્ય સંસદ’ને ક્યારે મળશે ‘સુકાની’ ?
૧૮મી લોકસભાનું ગઠન થયું પણ...
ઓબીસી અનામત મુદ્દે કચ્છ સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પડી છે ઘોંચમાં : છેલ્લા બે વર્ષથી કચ્છ જિલ્લાની ચોથા ભાગની ગ્રામ પંંચાયતોમાં ચાલી રહ્યું છે વહિવટદારનું શાસન
ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી બોડીના અભાવે પંચાયતી રાજની પરિકલ્પનાઓનો ઉડી રહ્યો છે છેદ : ગામના વિકાસને થઈ રહી છે માઠી અસર : અમુક વહિવટદારો પાસે એકથી વધુ ગામની જવાબદારી હોવાથી હાલાકી : ગ્રામજનોના દાખલા મેળવવા સહિતના કામો અટવાયા
ભુજ : ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહિવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી સરકારના સીધા પ્રતિનિધિ તરીકે અને સરપંચ તથા સભ્યો ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે શાસન ચલાવે છે. ગ્રામ્ય કક્ષાએ લગતા વિકાસ કામો કરવાની સત્તા ગ્રામ પંચાયતને અપાઈ છે, પરંતુ કચ્છ જિલ્લામાં ૧પપ ગ્રામ પંચાયતોમાં વિકાસ કામોને ગ્રહણ લાગ્યુુું છે. લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન થતાં જિલ્લાની ૧પપ ગ્રામ પંચાયતમાં હાલે વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૧૯પ૯માં સમગ્ર ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા અમલી બની હતી. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં ગ્રામ પંચાયતને ખાસ મહત્ત્વ અપાયું છે. ગ્રામ પંચાયતનો સમગ્ર પંચાયતી રાજના પાયાના એકમ તરીકે સ્વીકાર થયો હતો. ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને અનેક સત્તાઓ મળી છે, પરંતુ રાજ્યમાં ઓબીસી અનામતના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લાંબા સમયથી થઈ નથી. છેલ્લા બે વર્ષથી કચ્છ સહિત રાજ્યની ૭ હજાર ગ્રામ પંચાયતમાં વહિવટદાર તરીકે તલાટીઓ ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીઓ માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. રસ્તા, પાણી, આરોગ્ય, સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઉભી થઈ છે. આ ઉપરાંત કચ્છમાં તલાટીઓ પાસે એકથી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, જેેના કારણે કેટલાક તલાટીઓ એક ગામમાં રહીને સમસ્યાઓનો ન્યાય આપી શકતા નથી. આવા સંજોગોમાં વહિવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આગામી નવરાત્રિ દરમ્યાન યોજાય તેવા સંકેત સાંપડી રહ્યા છે. કચ્છની ૧પપ ગ્રામ પંચાયતો, બે નગરપાલિકા સહિત રાજ્યની ૭પ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત ઉપરાંત ૭હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. ગત ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી પંચના રિપોર્ટ બાદ ઓબીસી અનામત ર૭ ટકા કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઝવેરી કમિશનના રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારે પર ટકા અને શહેરી વિસ્તારમાં ૪૬.૪૩ ઓબીસી સમાજની વસ્તી છે, જેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકોમાં વધારો થશે. રાજ્યની જિલ્લા પંચાયતોમાં ઓબીસી બેઠક ૧૦પથી વધીને રર૯, ર૮૮ તાલુકા પંચાયતોમાં પ૦૬થી વધીને ૧૦૮પ અને રાજ્યની ૧૪,પ૬ર ગ્રામ પંચાયતોમાં ૧ર,૭પ૦થી વધીને રપ,૩૪૭
બેઠકો થશે.
..........
વહિવટદાર નિમણૂંક કરેલ ગ્રામ પંચાયતોની સંખ્યા
આગામી નવરાત્રિ દરમ્યાન ચૂંટણીના સંકેત
ભુજ : ઓબીસી અનામતના મુદ્દે ઘોંચમાં મૂકાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેનું ગ્રહણ આગામી નવરાત્રિ દરમ્યાન હટે તેવા સંકેત મળી રહ્યા છે. ઓબીસી અનામત માટે ન્યાયમૂર્તિ ઝવેરીના અધ્યક્ષ સ્થાને રચાયેલી સમિતિના રિપોર્ટ બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત ર૭ ટકા કરવાની જાહેરાત સરકારે કરી છે. નવરાત્રિના સમયગાળા દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તે દિશામાં તૈયારીઓ ચાલી રહી છે.
કચ્છની ચોથા ભાગની ગ્રામ પંચાયતોમાં વહિવટદારનું શાસન
ભુજ : કચ્છ જિલ્લામાં કુલ્લ ૬૩ર ગ્રામ પંચાયત આવેલી છે. ૬૩ર પૈકી ૧પપ ગ્રામ પંચાયતોમાં લાંબા સમયથી વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલી બોડીનું શાસન ન હોવાથી ગામના વિકાસમાં બ્રેક લાગી છેે. કેટલીક ગ્રામ પ્ચાયતમાં વહિટદાર તરીકે જવાબદારી સંભાળતા તલાટી કમ મંત્રી પાસે એકથી વધુ ગામની જવાબદારી હોવાથી ગ્રામજનોને દાખલા મેળવવા જેવી કામગીરી માટે પણ હાલાકી ભોગવવી પડે છે.
તાલુકો ગામની સંખ્યા
ભુજ ૩૧
માંડવી ૧પ
મુંદરા ર૬
નખત્રાણા ૧૦
અબડાસા ૦૬
લખપત ૦૬
અંજાર ર૩
ગાંધીધામ ૦૦
ભચાઉ ૦૯
રાપર ર૯
કુલ્લ ૧પપ
.......

Comments