કાસેઝ બાદ હવે મુંદરામાં એજન્સીનો સપાટો : મુંબઈની પાર્ટીના ૪ કન્ટેઈનર ઝડપાયા : મિસડીકલેરેશનની તપાસ
સોપારી દાણચોરીમાં તો હવે સ્કાય ઈઝ લીમીટનો થયો તાલ!
મુંબઈની મુખ્ય પાર્ટી અને કાસેઝમાં હવે ખુદનો વેરહાઉસ ખરીદનાર શખ્સના કન્ટેઈનર એજન્સીના રડારમાં આવ્યાની ચર્ચા :
ફેબ્રીક-સોપારી કે પછી બેઝઓઈલ? : એજન્સીએ તપાસ હાથ ધરી હોવાથી સસ્પેન્સ ઘેરાયું
મુંદરાથી કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં દાણચોરી લોબીમાં ફેલાયો ફફડાટ
ગાંધીધામ : કચ્છના મહાબંદરો કંડલા અને મુંદરા પર વિદેશથી મોટી માત્રામાં કીમંતી ચીજવસ્તુઓની આયાત કરવામા આવતી રહે છે. પરંતુ અહી આ પ્રકારની ચીજવસ્તુઓમાં દાણચોરી કરવી, મિસડીકલેરેશન આચરીને કરોડોની ડયુટીચોરી કરનારી પણ મસમોટી સિન્ડીકેટ સક્રીય રહેલી હોય તેમ પાછલા અમુક સમયથી છાશવારે અહીથી આવા ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ હજુ તો ગઈકાલે કાસેઝમાથી સોપારી એકપાસેર્ટ દેખાડી અને તેને પલટી મારી અને તેમાં માટી ભરી લીધાના એક મોટા પ્રકરણનો ખુલાસો અમદાવાદ ડીઆરઆઈ દ્વારા કરવામં આવી ચૂકયો છે અને કાસેજ સહિતના કસ્ટમ વિભાગમા આ ઘટનાક્રમ બાદ હડકંપની સ્થિતી સર્જાયેલી છે તેવામાં આજ રાજે મળતી વધુ વિગતો અનુસાર અકાસેજ બાદ હવે મુંદરામાં એજન્સી ત્રાટકી છે અને વધુ ૪ જેટલા કન્ટેઈનર અલગ કિસ્સામાં તપાસ હેઠળ લઈ અને બાજુ પર મુકાવી દીધા હોવાની વાત સામે આવવા પામી રહી છે.તપાસ ચાલુમાં હોવાથી એજન્સીઓ મગનુ નામ મરી નથી પાડી રહી પરંતુ સુત્રોમાથી મળતી વિગતો અનુસાર મુંબઈની એક પાર્ટી છે કે જે કાસેજમાં ફેબ્રીકના ધંધાની સાથે લાંબા સમયથી સંકળાયેલી હતી અને થોડા સમય પહેલા જ તેણે પોતાનું વેરહાઉસ લીધુ છે અને તે બેઝઓઈલ અને ફેબ્રીક સહિતના કામો કરી રહ્યો હોવાનુ મનાય છે. આ પાર્ટીના ચાર કન્ટેઈનરો એજન્સીના રડારમાં આવી ગયા હોવાની વાત સામે આવી રહી છે. જો કે, મિસીડલકેરશન છે કે કેમ? અને કેવા પ્રકારનું છે તથા કોમોડીટી શું છે? તેની કોઈ જ સચોટ માહીતી હાલતુરંત સમોઆવવા પામી નથી પરંતુ ગઈકાલે કાસેઝ અને આજે મુંદરામાં આ રીતે એજન્સીએ તવાઈ બોલાવી હોવાથી સોપારી દાણચોર ટોળકીથી માંડી અને અલગ અલગ રીતે મિસડીકલેરેશન આચરનારાઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Comments