Trending News
સ્થાનિક સમાચાર

હત્યાનો કેસ ચાલતો હોઈ મેઘપર કુંભારડીમાં યુવકે આત્મહત્યા કરી લીધી

29 June





આમરડીમાં કરંટ લાગતા યુવકનું મોત : સુંદરપુરીમાં ગર્ભવતી મહિલાએ ફાંસો ખાધો : એવી જોશી પુલીયા પાસે પગપાળા જતા આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતા મૃત્યુ



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અકસ્માત અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવ સામે આવ્યા છે. જેમાં હત્યાનો કેસ ચાલતો હોઈ અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં યુવકે આત્મહત્યા કરી હતી. ભચાઉના આમરડીમાં કરંટ લાગતા યુવકનું મોત થયું હતું. જયારે ગાંધીધામના સુંદરપુરીમાં મહિલાએ ફાંસો ખાધો હતો. આ તરફ એવી જોશી પુલીયા પાસે પગપાળા જતા આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતા મૃત્યુ નિપજયું હતું.  અંજાર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ મેઘપર કુંભારડીના મહેંદીનગરમાં રહેતા રર વર્ષિય યાકુબ ઉમર કેવર નામના યુવાને પોતાના ઘરે દુપટાથી આપઘાત કરી લીધો હતો. હતભાગી પર મર્ડરનો કેસ ચાલતો હોઈ મનમાં લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનું અંજાર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે ગાંધીધામના નવી સુંદરપુરીમાં ગણેશ મંદિર પાસે રહેતા રર વર્ષિય શીતલબેન કમલેશ મહેશ્વરીએ પોતાના ઘરે પંખામાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરણજનારને ૮ મહિનાનો ગર્ભ હતો. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જયારે ભચાઉ તાલુકાના આમરડી ગામે રપ વર્ષીય કાનજીભાઈ જેસાભાઈ રબારી પોતાના ઘરે મોટરથી પાણી છાંટતા હતા એ દરમ્યાન મોટરના વાયરને હાથ અડી જતા કરંટ લાગતા પ્રથમ સારવાર માટે વાગડ વેલ્ફેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં તેઓનું મોત થતા ભચાઉ પોલીસે એડી દાખલ કરી છે. જયારે ગાંધીધામમાં એવી જોશી પુલીયાથી મચ્છુનગર પુલ વચ્ચેના રોડ પર એસઆરજી પ્લાયવુડની ઓફિસના ગેટની સામે અકસ્માત થયો હતો. ફરિયાદી મુળ બિહારના હાલ સુરત રહેતા સૌરભકુમાર શ્રીસપનસિંઘ રાજપુતના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરિયાદીના પિતા સપનસિંઘ બીગાસિંઘ રાજપુત પગપાળા જતા હતા જેઓને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો. જે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM