Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં શેરમાર્કેટમાં રોકાણના નામે રર.૩૮ લાખની ઠગાઈ

28 June



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અવારનવાર ઠગાઈના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ બે બનાવ સામે આવ્યા છે. મુળ જામનગરના હાલે ગાંધીધામ તાલુકાના શિણાયમાં રહેતા દિપેશ જયંતીલાલ સાંયલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે ફેડરેટેડ હેર્મ્સ નામની આંતરરાષ્ટ્રીય ઈક્વિટી ફંડ મેનેજ કરતી વોટસઅપ લીંક દ્વારા આયોજીત શેર માર્કેટ અંગેના લાઈવ ઓનલાઈન ટ્રેનીંગ લેતા હતા. વોટસઅપ ગ્રુપમાં જોઈન થયા. ઓનલાઈન કલાસમાં તેમની સાથે કોટક મહિન્દ્રાના ટોચના અધિકારી પંકજ ટીબીરેવાલ સહિતના વ્યક્તિઓ જોડાયેલા હતા. ફરિયાદીને વિશ્વાસ આવી જતા એક વ્યક્તિએ પોતાનો પરિચય અંકિત મિશ્રા તરીકે આપી પોતાને આસીસ્ટન્ટ ગણાવી શેરમાર્કેટમાં રોકાણ કરવાથી ખુબ જ આર્થિક લાભ થશે તેવી લાલચ આપી હતી. એક લીંક મોકલાવી એફએચટી નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીએ અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે રર.૩૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદમાં રોકાણ કરેલી રકમ રૂા. ૬૯,૯૮,૯રર રૂપિયા થઈ હતી. ફરિયાદી આ રકમ ઉપાડવા જતા પહેલા ૬.૮૩ લાખ ભરવા જણાવાયું હતું. ફરિયાદી સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા આદીપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જયારે શક્તિનગરમાં રહેતા ૬ર વર્ષિય મુકેશકુમાર ગોવિંદરામ અગ્રવાલ સાથે પણ ઠગાઈ થઈ હતી. આરોપી મોબાઈલ નંબર ૮૯ર૦૭ ૩૮૦૮૭ ના ધારકે પોતે અમેરિકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડમાંથી બોલું છું અને ક્રેડીટ કાર્ડ લેવું હોય તો મળી જશે જેનો ચાર્જ ૧૭૦ રૂપિયા છે. જે નોન રીફંડેબલ છે. તેમ કહી ફરિયાદીના યશ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી ચાર ટ્રાન્જેકશન કરી કુલ્લ રૂા. ર,૦૦,૬પપ રૂપિયા ઉપાડી લઈ છેતરપીંડી કરવામાં આવી હતી. જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
 

Comments

COMMENT / REPLY FROM