Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ્‌ કચ્છ એસપી ટીમ સાગર બાગમારનો સપાટો :  ૧ સામટા ૧૧ વ્યાજખોરો સામે નાેંધાઈ ફરિયાદ

27 June




લોક દરબારમાં રજુઆત સાંભળી એસપીએ સુચના આપતા અંજાર, ગાંધીધામ એ અને ભચાઉ પોલીસ હરકતમાં આવી :  જિલ્લામાં વ્યાજખોરીની બદી નાબૂદ કરવા પોલીસ તટસ્થ કામગીરીનો વહેતો થયો સંદેશ : મુદ્દલની સામે ૧૦ ટકા વ્યાજ ચુકવવા છતાં કોરા ચેક બેંકમાં જમા કરાવી વધુ નાણા પડાવવાનારાઓમાં ફફડાટ : અંજારની કુખ્યાત વ્યાજખોર રીયા ગોસ્વામી પણ ચડી જપ્ટે


લોકસંવાદ બાદ પોલીસતંત્રએ વ્યાજખોરોની સામે ફરીયાદ લેવાની શરૂઆત કરી જ દીધી છે, હવે જે કોઈની સામે તહોમત લાગ્યા છે તે બાબતેના આધાર-પુરાવાઓ સત્યતાઓ ચકાસી અને પોલીસ વેળાસર જ ધાક બેસાડતી કાર્યવાહી કરે તે મહત્વનું, ઉપરાંત વ્યાજખોરોનો ભોગ બનેલાની અરજીઓ જો કોઈએ એક યા બીજા કારણોસર દબાવી રાખી હોય તેવુ ધ્યાને આવતુ હોય તો એવા પલળેલા ખાખીધારીની સામે પણ એકાદ કિસ્સામાં કરી દેખાડવી જોઈએ લાલઆંખ ભરી કાર્યવાહી


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પ્રજાભિમુખ અભિગમ અપનાવી અને વ્યાજખોરોનો ભોગ બનનારાઓને ન્યાય અપાવવાની દીશામાં તાજેતરમાં જ ગાંધીધામ ખાતે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. જે બાદ હવે પૂર્વ કચ્છ પોલીસતંત્રએ વ્યાજખોરો સામે કાયદાનો ધોક્કો પછાડી દીધો હોય તેમ કાર્યવાહી થતી જોવા મળી આવી રહી છે. પૂર્વ કચ્છમાં ગઈકાલે પોલીસે વ્યાજખોરી સામેની ફરિયાદો સાંભળવા માટે લોક દરબાર યોજયો હતો. લોક દરબાર પૂર્વે જ વ્યાજખોરીની બે ફરિયાદ દાખલ કરવામાં આવી અને દરબાર પછી એસપીએ કડક સુચના આપતા અંજાર, ગાંધીધામ એ અને ભચાઉ પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી દીધી છે. જેમાં વધુ એકવાર અંજારની રીયા ગોસ્વામી સામે ગુનો દાખલ થયો છે. અંજારમાં ગંગોત્રી સોસાયટીમાં રહેતા રાજેશ અજીતરાય મહેતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રૂપિયાની જરૂરીયાત હોતા આરોપી શબ્બીર તુર્ક પાસેથી એક લાખ અને કિશોરસિંહ જાડેજા (ખેડોઈ) પાસેથી પ૦ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. જેમાં શબ્બીરને ૧.રર લાખ અને કિશોરસિંહને પ૮ હજાર ચુકવવા છતાં ચક્રવૃતિ વ્યાજની ગણતરી ફરિયાદી પાસે વધુ રૂપિયા માંગી શબ્બીરના સાગરીત મજીદ બાયડ અને કિશોરસિંહના સાગરીત ધર્મેન્દ્રસિંહ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. શબ્બીર અને ધર્મેન્દ્રસિંહે કોરા ચેકમાં મનફાવે તે રકમ ભરી કોર્ટમાં હેરાન કરવાની અને ઘરની બહાર નિકળે તો પગ ભાંગી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જયારે મુંદરાના મોખામાં રહેતા અકબર રહેમતુલ્લા સમાએ કુખ્યાત વ્યાજખોર રોયલ માઈક્રો ફાયનાન્સના રીયાબેન ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ રીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેમાં ૭ર હજાર ચુકવવા છતાં ફરિયાદીની બાઈક જમા લઈ રૂપિયાની ઉઘરાણી કરી ચેકમાં ખોટી રકમ ભરી બેંકમાં જમા કરાવી કોર્ટ કેસ કરવાની ધમકી અપાઈ રહી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી રિયા સામે અગાઉ વ્યાજની ઉઘરાણીમાં મરવા માટે મજબુર કરવા સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધાયેલા છે અને તે કુખ્યાત વ્યાજખોર છે. તો બીજીતરફ ગાંધીધામમાં રહેતા અશોકભાઈ જેઠાનંદ થાવરાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેણે આરોપી વિજય મજેઠીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા લીધા હતા. જેમાં ૧.ર૦ લાખ ચુકવવા છતાં હજુ પ૦ હજારની ઉઘરાણી કરવામાં આવે છે તેમજ ફરિયાદીનો ચેક પરત આપ્યો નથી. ઓસ્લો સર્કલે વિજયની ઓફિસ આવેલી છે. અવારનવાર રૂપિયા મેળવવા માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. જેથી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.દરમ્યાન ભચાઉ તાલુકાના વોંધ ગામે રહેતા દિલીપભાઈ બાબુલાલ સુથારે વ્યાજખોર વોંધના દિલીપભાઈ પ્રવીણભાઈ પંડયાને પાંચ લાખની સામે ર.૮૩ લાખ, મનીષ નવીનભાઈ ઠક્કરને દોઢ લાખની સામે ૪૯પ૦૦ અને મકાનનું લખાણ કરી આપ્યું છે. ડાયાલાલ ખુમાણ દાફડાને એક લાખની સામે ૩૧ હજાર, રાજેશ વિનોદભાઈ દવેને ૯.પ૦ લાખની સામે ર.૮૯ લાખ અને મકાનનું લખાણ તેમજ સંદીપ ઉર્ફે સુર્યો લવજીભાઈ રાઠોડને ૪.૭પ લાખની સામે ૧ લાખ રૂપિયા તેમજ ગાડીનું લખાણ કરી આપ્યું છે. આરોપીઓએ ર૧.૭પ લાખ શરાફી વ્યાજ કરતા વધુ વ્યાજે આપી ફરિયાદી પાસેથી વ્યાજ પેટે ૭.પર લાખ વસુલી લીધા છતા અવારનવાર રૂપિયાની માંગણી તથા વ્યાજની ઉઘરાણી કરી ઘરે આવી ધાક ધમકી કરવામાં આવે છે અને કોરા ચેક કઢાવી લેવા ધમકી અપાતી હોઈ ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments

COMMENT / REPLY FROM