વ્યાજખોરોથી ડરો નહીં-આગળ આવો-પોલીસ મદદ કરશે : એસપીશ્રી
પ્રજાભિમુખ સંકલન સાથે પૂર્વ કચ્છ એસપીશ્રીનો નવતર અભિગમ
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસતંત્રના ઉપલક્ષમાં ગાંધીધામ ખાતે વ્યાજખોરીને ડામવાના ઉદેશ્યથી યોજાયો લોકસંવાદ કાર્યક્રમ : એસપીશ્રી સાગર બાગમાર દ્વારા સૌને વ્યાજવટાઉ-વ્યાજકંદવાદીઓની સામે ખુલ્લીને બહરા આવવા, ફરીયાદ કરવાનો કરાયો અનુરોધ : ફરીયાદમાં તથ્ય જણાશે તો પોલીસ ચોકકસથી એકશન લેશે : જરૂરીયાતમંદો માટે લોન સહિતના પ્લેટફોર્મની સુવીધાઓ પણ ઉભી કરાઈ : ડીવાયએસપીશ્રી સાગર, શ્રી પરેશ રેણુકા ઉપરાંત પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ રહ્યા હાજર : બેંક પ્રતિનિધીઓ, ગાંધીધામ-ભચાઉ-રાપર નગરપાલીકાના પ્રતિનિધીઓ પણ રહ્યા હાજર
અંજારના રીયા તથા રાણાભાઈ અને ગોપાલ સહિતના નામના વ્યકિતઓ સામે ભોગગ્રસ્તોએ લોકસંવાદમાં ખુલ્લીને એસપીશ્રી સમક્ષ વ્યાજ વટાઉ અંગે તેમની સાથે થયેલ ધાકધમકીઓ અને અન્યાય અંગે કરી રજુઆતો : એસપીશ્રીએ સબંધીત પોલીસ મથકોના અધિકારીઓને સુચના આપી ઝડપથી કાયદાકીય પગલા લેવાની આપી સુચના
ગાંધીધામઃ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસતંત્રના ઉપલક્ષમાં ગાંધીધામ ખાતે વ્યાજખોરીને ડામવાના ઉદેશ્યથી યોજાયો લોકસંવાદ કાર્યક્રમ આજ રોજ ગાંધીધામ મધ્યે યોજવામા આવ્યો હતો. જેમાં પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા ઉદબોધન કરી અને સૌને અપીલ અને અનુરોધ કર્યો હતો કે, વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ વિભાગ સતર્ક છે. ભોગ ગ્રસ્તો જરા સહેજ પણ ડરે નહી, આગળ આવે, ફરીયાદ કરે, તથ્ય જણાશે તો વિના વિલંબે કડક કાર્યવાહી કરવામા આવશે. શ્રી બાગમારે વધુમાં વાત કરતા કહ્યુ હતુ કે, પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોની બદી નાબુદી કરવા માટે તેમજ જરૂરીયાત મંદોને લોન પુરી પાડવા માટે આજ રોજ તા. ર૬મીના રોજ સવારે ૧ર કલાકે દીનદયાલ હોલ, ગુરૂકુળ ખાતે લોકસંવાદનો કાર્યક્રમ યોજયો છે. તેઓએ કહ્યુ કે, પૂર્વ કચ્છ પેાલીસ દ્વારા આયોજીત લોકસંવાદના કાર્યક્રમમાં બે મુખ્ય ઉદેશ છે. એક તો જે લોકો વ્યાજખોરીનો ભોગ બનેલા છે અને જે લોકો તેની પીડામાં રહેતા હોય તેઓ પોતાની રજુઆત રાખે. અને તેની સાથોસાથ ઘણા બધા એવા લોકો હોય જેઓને પૈસાની જરૂરીયાત રહેતી હોય અને કયાંક ને કયાંક લોન મેળવવા મા કે સહાય મેળવામાં તકલીફ રહેતી હોય તેઓને એક પ્લેટફોર્મ આપવા માટે આ આયોજન કરવામા આવ્યુ છે. આ રીતનો લોકસંવાદ બીજી વખત યોજાય છે. જાન્યુઆરી ર૦ર૩મા પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો તે વખતે જિલ્લા પોલીસની મહેનતથી અલગ અલગ રીતે ફરીયાદો દાખલ કરવામા આવી હતી. અને આખાય જિલ્લામાં જેટલા પણ બેનીફીસરી હતા, જેમને લોનની જરૂરીયાત હતી તેમના માટે બેંકોની મદદ લઈ અને દોઢ કરોડ જેટલી લોન પણ અપાવવામા આવી હતી.આ કાર્યક્રમમાં જ જે લોકોને રકમની જરૂરીયાત હોય તેઓ બેંકનો સંપર્ક કરી શકે. બધાયને ખબર છે કે લોન આપવામાં આવે તો તેના નિયમો અને ધારધારણો હોય છે. એ પુરા થતા હોય તો બેંકને લોન આપવામાં વાંધો રહેતો નથી. બેકના પ્રતિનીધીઓ તરફથી યોજનાઓ બાબતે જે જાણકારી આપવામાં આવી, તે બાબતે લોકોને જાગૃતી મળી હશે અને જરૂરીયાત મંદો પોતે અહી રજીસટ્રેશન કરાવી શકે છે અને પોલીસ પાસે પણ વિગતો રજીેસ્ટ્રર કરાવી શકાય છે. એસપીશ્રીએ કહ્યુ કે, જિલ્લા પોલીસ દ્વારા બે હેલ્પલાઈન શરૂ કરાઈ છે જેમાં કન્ટ્રોલ રૂમના નંબર ૧૦૦ અને અન્ય એક મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે. તેમાં ૮૦થી વધુ જેટલી પુછપરછ અત્યાર સુધી થવા પામી ગઈ છે. પોલીસ તરફથી આ એક પ્રયાસ છે અને અમે કડીરૂપ ભુમિકા ભજવી છે. લોકોની જરૂરીયાત અને બેંક સુધી અમે વિગતો પહોચાડવા સેતુરૂપ ભુમિકા ભજવીએ છીએ. એસપીશ્રીએ અપીલ કરતા ક્હયુ હતુ કે, વ્યાજની કોઈ વધારે-પઠાણી ઉઘરાણી કરતુ હોય તો પોલીસનો સંપર્ક કરો. ફરીયાદ લેવામા આવશે, નિયમ અનુસાર વિગતો પ્રસ્થાપિત થશે તો એકશન ચોકકસથી લેવામા આવશે. જિલ્લા પોલીસ તરફથી અપીલ છે કે નિશ્ચિંત પણે ફરીયાદી આગળ આવે. શ્રી બાગમારે ડીવાયએપસી શ્રી સાગર સુંબડા, શ્રી પરેશ રેણુકા, પેાલીસ મથકના પીઆઈશ્રીઓ,પધારેલા તમામ બેંકના પ્રતિનિધિ, નગરપાલિકાઓ ભચાઉ, રાપર, ગાંધીધામના પ્રતિનિધીગણ, જિલ્લાના અલગ અલગ લોકોને આવકાર્યા હતા.

Comments