Trending News
સ્થાનિક સમાચાર

કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂર્ણકાલીન એકમો સેવાઓ શરૂ થઈ

25 June


ભુજ: ક્ચ્છ વિસ્તારની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજમાં અદ્યતન એકમો (એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન) મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રયાસથી ક્ચ્છની પ્રજાને અદ્યતન લાઇફ સપોર્ટ ગુણવત્તાવાળા તબીબી ઉપકરણ પૂર્ણકાલીન પ્રાપ્ત થયા છે. અત્યાર સુધી કચ્છ બહારથી લાવવા પડતા હતા. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા (વીઆરપી), ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ આપેલી
વિગતો મુજબ જ્યારે જીવન રક્ષક પ્રણાલી સાથે ગુજરાતનું પ્રથમ અનયોપ્લાસ્ટી સફળ કરાયું બાદમાં ભુજના જૈન મહિલાને નવું જીવન મળ્યું ત્યારથી ‘એકમો’ ઉપકરણ કાયમી ધોરણે વસાવવાનું દાતાઓ અને ટ્રસ્ટના વિચાર હેઠળ હતું જે સુવિધામાં કચ્છ આત્મનિર્ભર બન્યું હોવાનું એક યાદીમાં સંચાલકોએ જણાવ્યું હતું. જે કચ્છને ટોચની સુપર સ્પેશ્યાલીટી સેવા પ્રદાન કરવાની લેવા પટેલ સમાજની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે. હોસ્પિટલના દેશ-વિદેશ તેમજ ચોવીસીના નિષ્ઠાવાન દાતાઓ, સમાજ શુભેચ્છકો, ડૉક્ટરો, નર્સો અને ટેક્નિશિયનની ટીમના સતત પ્રયતોએ આ સુવિધાને શક્ય બનાવી છે. કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તબીબી ક્ષેત્રમાં નવીન પ્રગતિ માટે પ્રતિબદ્ધ
છે, જેથી કચ્છના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવાઓ મેળવી શકે તેવા સંચાલક ટ્રસ્ટના પ્રયાસ છે. 
.......


એકમો મશીન શું છે ?

આ એક મહત્વપૂર્ણ જીવન સહાયક પ્રણાલી છે, જે દર્દીઓના હૃદય અને ફેફસાં ગંભીર રીતે નબળા પડી ગયા હોય ત્યારે વધુ ઉચ્ચ સ્તરની હૃદય અને શ્વસન સહાય પૂરી પાડવા માટે રચાયેલ છે. અત્યંત ક્રિટીક્લ સમય દરમિયાન દર્દીઓને જીવનરક્ષક સહાય આ મશીન પૂરી પાડેછે. ખાસ કરીને જેઓ ગંભીર હૃદય અથવા ફેફસાની બીમારીથી પીડાતા હોય છે. આ અદ્યતન સુવિધા સ્થાપિત કરનાર કચ્છ વિસ્તારનીપ્રથમ હોસ્પિટલ છે, જે તબીબી સેવાઓ અને દર્દી પરિણામોમાં સુધાર લાવવા માટેના હોસ્પિટલના અવિરત પ્રયાસોમાં એક સીમાચિન્હ છે. 
........


એકમો મશીન શું કામ કરે ?

ગંભીર ચેપ જેમ કે ન્યુમોનિયા અથવા સેપ્ટિસ જેનાથી શ્વસન અથવા હૃદય નિષ્ફળતાની સ્થિતી સર્જાય છે, તે માટે જીવન રક્ષક  ભૂમિકા ભજવે છે. શ્વસન બીમારીથી પીડાતા દર્દીઓને સહાય જે સામાન્ય વેન્ટિલેટર સારવાર ઉપર પ્રતિસાદ આપતા નથી. હૃદયના દર્દીઓને સહાય જેવી કે હૃદયરોગના હુમલા દરમિયાન હૃદયને બહારથી જ સપોર્ટ આપી શકાય છે. જેમાં પાછળ થી ઍન્જિયોગ્રાફી પછી સ્ટેન્ટ બેસાડી કે બાયપાસ સર્જરી કરી શકાય છે. દર્દીઓ જે લાંબા સમય સુધી ફેફસાંની કોઈ બીમારી થી પીડાતા હોય અને વૈજ્ઞાનિક રીતે જો ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવન મળે તેમ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટેના અંગોન મળે ત્યાં સુધી તેને એકમો મશીન પર રાખી જીવન બચાવી શકાય છે. સ્વાઇન ફલૂ, કોરોના વાયરસ, ન્યુમોનિયાની અસર હેઠળ કે કોઈ ઝેરની અસર હેઠળ જો ફેફસાને અત્યંત નુકશાન થયું હોય અને વેન્ટિલેટર પર જોઈએ એવું ઓક્સીજન રિક્વરી ન હોય એવા સમયે આશીર્વાદ સમાન છે. આ મશીન જટિલ
સોને સ્થાનિક સ્તરે સારવાર આપવા સક્ષમ બનાવશે, જેથી દર્દીઓને વિશેષ સારવાર માટે દૂરના શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ જવાનું ટાળવું પડે તથા ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ સારવાર ભુજમાં મળી રહે.

Comments

COMMENT / REPLY FROM