અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના ૬૨મા જન્મ દિવસે યોજાયો દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન
૨૪, ૫૦૦ યુનિટ રક્ત એકત્ર કરાયું
અમદાવાદ : અદાણી ફાઉન્ડેશ દ્વારા અદાણી ગ્રૂપના ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ૬૨મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં મેગા રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૪ જૂનના રોજ દેશના ૨૧ રાજ્યોના ૧૫૨ શહેરોમાં આ મહાભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અદાણી હેલ્થકેર ટીમના માર્ગદર્શન હેઠળ આયોજીત રક્તદાન અભિયાનને કર્મચારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ૨૪, ૫૦૦ યુનિટ જીવનરકરક્તએકત્રકરવામાં આવ્યું હતું. આ વર્ષે આયોજીત રક્તદાન અભિયાને ગત વર્ષેના બ્લડ કલેક્શનનો રેકોર્ડ આંક (૨૦,૬૨૧ યુનિટ) વટાવ્યો છે. એકત્રિત રક્તનો જથ્થો ૭૩,૫૦૦ થી વધુ દર્દીઓને પીસીવી, પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ, પ્લાઝમા, એફએફપી, ક્રાયોપ્રિસિપિટેટ, આલ્ક્યુમિન જેવી ગંભીર બિમારીઓમાંથી બહાર લાવવામાં મદદરૂપ થશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ અદાણીએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, હું અદાણી પરિવારના દરેક સભ્યનો આ ઉમદાકાર્યમાં યોગદાન બદલ આભાર માનુંછું. દર-વર્ષે તેમનું સમર્પણમાત્ર તેમની કસ્સા જ નહીં, પરંતુજરૂરિયાતમંદોની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. આ મેગા ડ્રાઈવ રેડક્રોસ બ્લડ બેંક અને સરકારી હોસ્પિટલની બ્લડ બેંકો સાથે ભાગીદારીમાં યોજવામાં આવી હતી. ૨૦૦૦થી વધુ ડોકટરો, પેરામેડિક્સ, ડેટાઓપરેટરો તેમજ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન વિભાગની ટીમોએ આ અભિયાનને ભવ્ય સફળતા અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૧૧થી અદાણી ફાઉન્ડેશન ગૌતમ અદાણીના જન્મદિવસની ઉજવણીમાં દર વર્ષે રક્તદાન અભિયાનનું આયોજન કરે છે. આવી પહેલો થકી ફાઉન્ડેશન મોટા પડકારોનો સામનો કરવા અને સમુદાયોના ટકાઉ અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ રહે છે.

Comments