Trending News
સ્થાનિક સમાચાર

હાય રે બેકારી... ઘરના બે છેડા ભેગા ન થતા શ્રમજીવીએ મોતને વ્હાલું કર્યું

25 June



ભચાઉમાં મોટી ચીરઈ હાઈવે પર આવેલી લેબર કોલોનીમાં બનેલા બનાવે સરકારની ‘ગરીબી હટાવ યોજના’ માત્ર કાગળ પર હોવાનો ખુલાસો કર્યો



ભચાઉ : સરકાર ભલે વાતો કરતી હોય કે અમે ગરીબી નાબુદ કરી છે. રોજગારી આપીએ છીએ. પરંતુ જેના પર વીતે તે જ હકિકત જાણે છે. બાકી એસી ચેમ્બરમાં બેસી આંકડા લખવા સહેલા છે અને ભઠ્ઠીમાં કામ કરવું અઘરું છે. બિહારમાં પ્રેમલગ્ન કર્યા બાદ રોજગારી ન મળતા છેક કચ્છ સુધી આવેલા શ્રમજીવી પરિવારના ઘરના બે છેડા ભેગા ન થતા હતાશ થઈને ર૦ વર્ષિય યુવકે આપઘાત કરી લેતા આ પરિવારનો માળો બંધાય તે પહેલા વિખાઈ ગયો છે. 
ભચાઉમાં માઈક્રો પ્લાયવુડ કંપનીની કોલોનીમાં બિહારી યુવકે આપઘાત કરી લીધો હતો. પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી મુજબ મોટી ચીરઈ હાઈવે રોડ પર આવેલી આ કંપનીની કોલોનીમાં આ બનાવ બન્યો હતો. બાથરૂમમાં અંદરથી દરવાજો બંધ હતો. ખખડાવવા છતાં દરવાજો ખુલ્યો નહીં અને ધક્કો મારીને જતા ન્હાવાના ટુવાલથી એંગલમાં ફાંસો ખાઈ લીધેલી હાલતમાં ર૦ વર્ષિય મોનુકુમાર ચાલીતાર પાસવાન (કુશ્વાહ)નો 
મૃતદેહ જોવા મળ્યો હતો. આસપાસના પરપ્રાંતિય કામદારોએ ભેગા થયા અને તાત્કાલિક બોલેરો ગાડીમાં સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ લેબર કોલોનીમાં હતભાગી સાથે તેની પત્નિ પણ છેલ્લા દોઢ મહિનાથી રહે છે. ર૦ વર્ષિય પત્નિ અનિતાબેને પોલીસમાં જણાવ્યું કે, બે વર્ષ પહેલા અમોએ પ્રેમ લગ્ન કર્યા હતા. વતનમાં કામ ધંધો ન મળતા ગુજરાત આવ્યા હતા. ર૩ તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે પતિએ આપવીતિ વર્ણવતા જણાવ્યું હતું કે, મારે કેટલા માણસોનું પુરૂં કરવું, મારો પગાર ઓછો પડે છે. ઘરે ગામડે માતા અને ભાઈઓને પૈસા મોકલવા પડે છે. આર્થિક સંકળામણના કારણે પતિ સતત ટેન્શનમાં રહેતો હતો. પત્નિએ દિલાસો આપ્યો કે સારા દિવસો આવશે, તમે જમી લ્યો.. જમવાનું આપતા પતિ મોનુ એ કહ્યું કે, મને પેટમાં દુઃખે છે હું બાથરૂમમાં જાઉં છું. બાથરૂમમાં ગયા અને લાંબા સમય સુધી બહાર ન આવતા દરવાજો ખખડાવ્યો અને બાદમાં ધક્કો મારી દરવાજો તોડી નાખતા પતિનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે નવ પરિણીતાનો પરિવારનો સંસારનો માંડવો બંધાય ત્યાં વિખાઈ ગયો છે. 
.......






 

Comments

COMMENT / REPLY FROM