Trending News
સ્થાનિક સમાચાર

ડ્રગ્સના દુષણને ડામવા પૂર્વ કચ્છ પોલીસ કટિબદ્ધ

25 June




નો ડ્રગ્સ ફ્રી ઈન્ડીયા કેમ્પેઈન અંતર્ગત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના ઉપલક્ષમાં ગાંધીધામમાં યોજાઈ વિશાળ રેલી :  પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારે ડ્રગ્સના દુષણને ડામવા પોલીસની સાથે સમાજ, સમાજના ધર્મગુરૂઓ, વિવિધ એનજીઓના પ્રતિનિધીઓ, શાળા-કોલેજ-ટયુશનના સંચાલકો, વિદ્યાર્થીઓ અને માવતર સહિતનાઓને સહીયારા પ્રયાસો આદરવા કરી હાકલ



ગાંધી માર્કેટથી શરૂ કરાયેલી રેલીમાં સંકુલની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, નાગરીકો મોટી સંખ્યામાં રહ્યા હાજર


ગાંધીધામ : આજ રોજ નો ડ્રગ્સ ફ્રી ઈન્ડીય અંતર્ગત જ નો ડ્રગ્સ ઈન કચ્છ ઝુબેશ અંતર્ગત આજ રોજ પૂર્વ કચ્છ પોલીસતંત્ર દ્વારા એક નવતર આયોજન કરવામા આવ્યુ હતુ. આજ રોજ પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારના નેતૃત્વ તળે અને આપના સાથે આપના માટેના સુત્રને વરેલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના ઉપક્રમે કેફ પદાર્થના દુરઉપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરૂદ્ધના દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતી  ફેલાવવા તા. રપમીજુન ર૦ર૪ના રોજ  ગાંધીધામ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.  સવારે શહેરના ગાંધીમાર્કેટથી આ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.આજ રોજ આ રેલી અંતર્ગત જ પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમાર દ્વારા ઉદબોધન કરી અને કહેવાયુ હતુ કે, આજની આ રેલી ડ્રગ્સના દુષણને ડામવાની દીશામાં જાગૃતી ફેલાવવાના ભાગરૂપે યોજવામા આવી છે. તેમા પણ ખાસ કરીને યુવા પેઢીને આવા દુષણથી દુર રહેવાની દીશામાં જાગૃત કરવાના ઉદેશ્ય સાથે યોજવામાં આવી છે. 
જયારે કોઈના ઘરમાં, કોઈના પરીવારમાં એક વ્યકિત પણ ડ્રગ્સના દુષણથી સંકળાયેલો હોય તો તેની ખુબજ ખરાબ અસર પરીવાર પર પડવા પામતી હોય છે. ડ્રગ્સની લત અને સેવનમાં કોઈ જાડેાઈ જતુ હોય, શરૂઆતમાં તેઓને કદાચ ખબર ન પડતી હોય પરંતુ લાંબા સમયમાં ડ્રગ્સના વ્યસનીને જોઈએ તો તે બરબાદ થઈજતા હોય છેે. શ્રી બાગમારએ આ તબક્કે કહ્યુ હતુ કે, પોલીસને મળતી માહીતીના આધાર તો પોલીસે તો તેને મળતી માહીતી અનુસાર કાર્યવાહી કરે જ છે, પરંતુ આ કાર્યવાહી હજુય અડધી ઘણી શકાય તેમ છે. ડ્રગ્સને ડામવા માટે અને સંપૂર્ણ રીતે ત્યારે જ ડામી શકાશે કે જયારે સમાજ, બાળકો અને તેમના માતાપિતા પણ જાગૃતી કેળવી અને ડ્રગ્સના દુષણને ડામવાની દીશામાં આગળ આવે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, ડ્રગ્સના દુષણને ડામવા આ રેલી માત્ર એક શરૂઆત છે. આજે ગાંધીધામ શહેરની અલગ અલગ શાળાના બાળકોએ અહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અલગ અલગ સમાજના ધર્મગુરૂઓ, અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલા પ્રતિનિધિ ગણો, સ્કુલ, કોેલેજ, ટયુશનના બાળકો હોય તેઓ વધુને વધુ જાગૃતીનો કાર્યક્રમો યોજાશે અને તે માધ્યમોથી કોઈને પણ ડ્રગ્સ બાબતે માહીતીઓ મળતી હોય તો પોલીસની સાથે શેર કરે, પોલીસ ચોકકસથી તેની ખરાઈ કરી અને જરા સહેજ પણ વિલંબ કર્યા વિના તેની સામે કડક રાહે કાર્યવાહી કરશે તેવી ખાત્રી શ્રી સાગર બાગમાર દ્વારા આપવામાં આવી હતી. આજ રોજ યોજાયેલી રેલીમાં એસપી શ્રી સાગર બાગમાર, ડીવાયએસપીશ્રી પરેશ રેણુકા,  પીઆઈ શ્રી ગોહીલ સર, નંદલાલ ગોયલ, અનિલ સાંલેચા, અગ્રવાલ સમાજના સમીરભાઈ ગર્ગ, સેવા પ્રયાસના યશદિપસિહ જાડેજા, સંજયભાઈ ગાંધી, શ્રીમતી આશાબેન, ડો.કાનાત અંસારી, સીજી હાઈસ્કુલના ભરતભાઈ બચવાણી સહિતનાઓ  હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM