સાપેડા બાયપાસ પર છોટા હાથી હડફેટે આધેડનું મોત
મુન્દ્રામાં હિન્દુસ્તાન કંપની પાસે ટ્રેઈલરની ટક્કરે બાડમેરના ક્લિનરનું મોત નિપજ્યું
ભુજ : જિલ્લામાં હાઈવે માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છેે ત્યારે વધુ બે ઘટના સામે આવી છે. અંજાર-ભુજ સાપેડા બાયપાસ હાઈવે રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. ગત તા.૧૩ જૂનના બનેલી ઘટના અંગે સાપેડામાં રહેતા નવીનભાઈ બાબુભાઈ બરારીયાએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે આરોપી છુટાહાથી નં.જીજે૧ર-એવાય-૩૬૩૭ ના ચાલકે પોતાના કબજાનો વાહન પૂરઝડપે ચલાવી ફરિયાદીની બાઈકમાં અકસ્માત સર્જતા પિતા બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ હટડી અને ભદ્રેશ્વર વચ્ચે હિન્દુસ્તાન કંપની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી રાજસ્થાનના બાબુલાલ ખેમારામ જાટના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રક નં.જીજે ૧ર-બીવી-૬રપ૬ ના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીના કબજાની પીકઅપ ગાડી નં.જીજે૧ર-એયુ-૬૮પ૭ સાથે ભટકાવતા ફરિયાદી સાથે ક્લિનર તરીકે કામ કરતા ફઈના દીકરા બાડમેરના ર૬ વર્ષિય નવલકિશોર પુરારામ જાટને માથામાં અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રેઈલર ચાલક ભાગી ગયો હતો. જેથી મુન્દ્રા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments