ખારીરોહરના શાંતિલાલ ગોડાઉનમાંથી ર.૯પ લાખની મસૂર દાળની બોરીઓ ચોરાઈ
તસ્કરો હવે અનાજ પણ મુક્તા નથી, પોલીસે શોધખોળ આદરી
ગાંધીધામ : વાહન અને ઘરફોડ ચોરીઓ રોજિંદી બની છે ત્યારે તસ્કરો હવે અનાજને પણ મુક્તા નથી. ગાંધીધામ તાલુકાના ખારીરોહરમાં શાંતિલાલ ગોડાઉનમાંથી ર.૯પ લાખની મસૂર દાળની બોરીઓ ચોરાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. સપનાનગરમાં રહેતા પુરનમલ શ્રીકિશનલાલ બુનકરના જણાવ્યા પ્રમાણે તેમની દેખરેખ હેઠળના ખારીરોહરમાં શાંતિલાલ ગોડાઉનમાં આવેલા ગોવિંદ ટ્રેડર્સના ગોડાઉન નં.પ માં ચોરી થઈ હતી. અજાણ્યા ઈસમોએ પાછળના શટરના દરવાજામાંથી પ્રવેશ કરી તેમાં રાખેલી મસૂર દાળની ૧,૧૪,૭ર૦ બોરીમાંથી ૯૦ બોરીઓની ચોરી કરી હતી. જેની કિંમત ર,૯પ,૪૭૦ આંકવામાં આવી છે. જેની ચોરી થતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments