દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધી ફોટો પડાવતી એજન્સીઓ મૂળ સુધી ક્યારે પહોંચશે ?
ભુજ : કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ચરસ શોધવાની એકજન્સીઓ વચ્ચે હાડ જામી હોય તેવો તાલ છે ત્યારે વધુ ર૩ પેકેટ મળી આવ્યા છે. જેમાં મરીન કમાન્ડોની ટીમ દ્વારા ગઈકાલે સાંજે ૬ વાગ્યાના અરસામાં ભારત સોલ્ટ શિયાળબારી ક્રીક વિસ્તારમાંથી ચરસ ભરેલો કોથળો શોધી લેવામાં આવ્યો હતો. જેમાં ચરસના ૧૦ પેકેટ હતા. જે જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. જ્યારે બીએસએફને મેડીક્રીક પાસેથી ૧૦ પેકેટ મળી આવ્યા હતા. તો સુથરીના દરિયા પાસેથી કોઠારા પોલીસને ત્રણ પેકેટ મળી આવ્યા હતા. અત્યાર સુધી કુલ ૩પ૩ પેકેટ મળી આવ્યા છે. જેની કિંમત રૂા.ર૯૭.પ કરોડ થાય છે. ડ્રગ્સ શોધતી પોલીસ મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે જે હકીકત છે.

Comments