Trending News
સ્થાનિક સમાચાર

ચોપડવાની કંપનીમાં મીઠાના લોડિંગ વખતે પટકાતા યુવાન શ્રમજીવીનું મોત 

23 June

પૂર્વ કચ્છની કંપનીમાં વધુ એકવાર કામદાર સુરક્ષાના ધજાગરા 





ગાંધીધામમાં વૃદ્ધે આપઘાત કર્યો : સુમરાપોરમાં યુવતીએ જીવાદોરી ટુંકાવી 



ભુજ : જિલ્લામાં અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે ત્યારે ભચાઉ તાલુકાના ચોપડવાની કંપનીમાં મીઠાના લોડીંગ વખતે પટકાઈ જતા યુવાન શ્રમજીવીનું મોત થયું હતું. આ તરફ ગાંધીધામમાં વૃદ્ધે આપઘાત કર્યો હતો. જ્યારે ભુજના સુમરાપોરમાં યુવતીએ જીવાદોરી ટુંકાવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ ચોપડવાની ઈન્ડો બ્રાઈડ કંપનીમાં આ બનાવ બન્યો હતો. જાહેર કરનાર મૂળ મધ્યપ્રદેશના હાલે કંપનીમાં રહેતા તુલસીદાસ રાજેશ કોલના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લા ૯ વર્ષથી આ કંપનીમાં મીઠાની બોરી ઉપાડવાની મજૂરી કરે છે. તેમની સાથે સગા મામા ૩૦ વર્ષિય સુજીતકુમાર ડડુમાન કોલ પણ કામ કરે છે. ગત ર૧ તારીખે સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં લોડિંગ-અનલોડિંગ ચાલુ હતું. ફરિયાદી પાણી પીવા ગયા એ દરમિયાન મીઠાની બોરી પરથી પટકાતા ધડામ દઈને આવ્યો હતો. જઈને જોતા સુજીતકુમાર મીઠાની બોરીની લોડિંગ કરતી વખતે ઢગલા પરથી પગ સરકી જતા જમીન પર પડ્યા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. જેથી ભચાઉ પોલીસમાં એડી દાખલ કરવામાં આવી હતી. મહત્ત્વની બાબત છે કે, કંપની કે ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવીઓને માથા પર હેલ્મેટ સહિતના સેફટીના સાધનો આપવા ફરજિયાત છે. અહીં આવા સાધનો ન હોવાના કારણે ઉપરથી પટકાતા ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર શ્રમજીવીનું મોત થયું હતું. ભચાઉ પોલીસે ટુંક વિગતમાં જાહેર કરનાર પાસેથી એવું લખાવી લીધું કે, આ બનાવમાં કોઈ ગુનાહિત કૃત્ય થયું નથી. આ બનાવ અકસ્માતથી બન્યો છે. ખરેખર પોલીસે તપાસ કરવી જોઈએ કે શ્રમજીવીને સુરક્ષાના સાધનો મળ્યા હતા કે નહીં. આ તો ક્લિનચીટ આપવાની બાબત કહીં શકાય. દરમિયાન ગાંધીધામમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મહેશભાઈ નારાયણદાસ મલાની નામના ૬૧ વર્ષિય વૃદ્ધે પોતાના ઘરે પંખામાં દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. જ્યારે ભુજ તાલુકાના સુમરાપોર ગામે ર૦ વર્ષિય સોફિયાબાઈ સાહેબ સુમરાએ પોતાના ઘરે લાકડાની આડીમાં ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી લીધી હતી. 


.........



 

Comments

COMMENT / REPLY FROM