Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં સાત ટેન્કર અને ક્રેટા ગાડી માલિકની જાણ બહાર અન્યના નામે ચડાવી દેવાઈ 

22 June



ભાગીદાર અને હિસાબનીસે ભેગા મળીને આચર્યું કૃત્ય 



અંજાર : તાલુકાના ભીમાસર સહારા ગામના વેપારીએ તેના મિત્ર સાથે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં પોતાના વાહનો લગાવ્યા હતા. ફરિયાદી વેપારીને ગીર-સોમનાથ જવાનું થતા તેની ગેરહાજરીનો લાભ લઈ અન્ય ભાગીદાર અને હિસાબનીસે ભેગા મળીને ફરિયાદીની માલિકીના ૧૩ વાહનો પૈકી સાત ટેન્કર અને એક ક્રેટા ગાડી પોતાના નામે ચડાવી દીધી હતી જેથી વિશ્વાસઘાત-ઠગાઈની ફરિયાદ દાખલ થઈ છે.  
ફરિયાદી રાજેશભાઈ ધરમશીભાઈ હુંબલના જણાવ્યા પ્રમાણે તેઓ બે-અઢી વર્ષ પહેલા બીજા કામકાજ અર્થે ગીર-સોમનાથ રહેવા ગયા આ દરમિયાન ટ્રાન્સપોર્ટનો હિસાબ કર્યો ન હતો. સાત મહિના પહેલા હિસાબ માંગતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી કારગીલ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, ટ્રાન્સપોર્ટનું નામ સત્યમ રોડ લાઈન્સમાંથી બદલીને સત્યમ લોજિસ્ટિક કરી દેવામાં આવ્યું છે. આરટીઓમાં તપાસ કરતા તેમની માલિકીના ટેન્કરો જીજે૧ર-એયુ-૯૧ર૯, જીજે૧ર-ઝેડ-૩૮૧૦, જીજે૧ર-એટી-૮૬પ૦, જીજે૧ર-બીટી-પ૩પ૦, જીજે૧ર-ઝેડ-૪૩૩પ, જીજે૧ર-બીટી-૦૩ર૧, જીજે૦૪-એક્સ-પ૪૬૮ તેમજ ક્રેટા ગાડી નં.જીજે૧ર-સીપી-૭૪૪૭ વાળી ગાડી ફરિયાદીના નામે હોવા છતા હિસાબનીસ મુકેશ વેલજી મઢવીના નામે આ વાહનો ચડી ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, ધંધાના પાટનગર ભીમાસરના રાજેશ રવજી ઔદિચ્ય અને હીરાપરના હિસાબનીસ મુકેશ વેલજી મઢવીએ ભેગા મળી ફરિયાદીની ટીટીઓ ફોર્મમાં ખોટી સહીંઓ કરી માલિકીના વાહનો પોતાના નામે રજિસ્ટર કરાવી નાખ્યા હતા. અવાર-નવાર કહેવા છતા વાહનો નામ પર કરવામાં આવતા અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM