Trending News
સ્થાનિક સમાચાર

જિસકા ડર થા વહી હુઆ : મુંદરામાં ડીઝલની દાણચોરીના હોલ્ડ કન્ટેનરના સેમ્પલીંગમાં ગાલમેલ છત્તી થઈ..!

22 June



એમએચઓ(હાઈડ્રો કાર્બન ઓઈલ) ડીકલેર કરી અને ડીઝલની દાણચોરી કરાતી હોવાની આશંકાઓને પગલે અટકાવેલા કન્ટેઈનરના સેમ્પલમાં ઘોટાળાઓ ખુલ્યાનો વર્તારો : ૧રર જેટલા યુએઈથી આવેલા કન્ટેઈનરને અલગ અલગ સીએફએસમાં થંભજાવનો આદેશ આપ્યા બાદ સાતથી આઠ કન્ટેઈનરના સેમ્પલીંગ પછી કસ્ટમે રી-સેમ્પલીંગનો ઓર્ડર કાઢતા અટકળો તેજ


થાનિકની લેબમાં ડિઝલના દાણચોરો સેમ્પલ મેનેંજ કરી લેતા હોવાની ગંધને મળ્યું સમર્થન : સેમ્પલીંગ કરાયેલા ઉપરાંતના હવે કન્ટેઈનરના નમુનાઓ કસ્ટમવિભાગ દ્વારા સીડીએસએલની ઉચ્ચકક્ષાની કસ્ટમની કેન્દ્રીય લેબમાં મોકલવાની કરી તૈયારી : ડીઝલ દાણચોરી કરનારાઓમાં ફેલાયો ફફડાટ : જો કે, ડીઝલ દાણચોરી કરનારી સિન્ડીકેટ ખુબજ પાવરઘી અને મોટુ નેટવર્ક ધરાવતી હોવાથી કસ્ટમે હજુય રહેવુ પડશે વધારે સતર્ક

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના જ એક એવા મુંદરા બંદર પર વિદેશથી ખાસ કરીને યુએઈથી અનેકવિધ પ્રકારના કેમીકલ-ઓઈલ્સ આયાત કરવામા આવે છે અને તે ભારતભરમાં પહોચાડવામા આવતા હોય છે. તેમાંના કેટલાક કેમીકલ સરકાર દ્વારા ખાનગી રાહે મંગાવવા પ્રતિબંધ કરેલા છે અને સરકારના જ ત્રણથી ચાર સાહસો છે તેમને જ આ ઓઈલ-ડીઝલ મંગાવવાની છુટ આપવામાં આવી હોવા ઉપરાંત પણ એક યા બીજી રીતે મોટા પ્રમાણમાં મિસડીકલેરેશન કરી અને ડિઝલની જ આયાત ધુમ મુંદરા બંદર પર કરવામાં આવી રહી હોવાની ફરીયાદો વધતા ગત એકાદ સપ્તાહ પહેલા જ અહી કસ્ટમ સહિતની એજન્સીઓ સતર્ક બની જતા પ્રથમ ચારેક જેટલા ચોકકસ કન્ટેઈનર બાતમી આધારેના અટકાવી અને તે બાદ ધડાધડ ૧ર૦થી વધુ જેટલા કન્ટેઈનરો જે પાઈપલાઈનમાં હતા તેને જે તે સીએફએસમાં જ થંભજાવનો આદેશ આપીને અટકાવી દેવાયા હતા. આ કન્ટઈનરોમા ંહાઈડ્રો કાર્બન, એમએચઓ ડીકલેર કરી અને પ્યોર ડિઝલ જ મંગાવાયુ હોવાની આશંકાએ આવેલા આ બધાય કન્ટઈનરોને અટકાવી તેમના સેમ્પલીંગ કરવા સહીતની કાર્યવાહી કરવામા આવી હતી. અને આ સેમ્પલીંગની કાર્યવાહીને લઈને જે રીતે શંકાઓ અગાઉ વ્યકત કરવામા આવી હતી તે જ રીતે થયુ હોય તેમ જાણકારો વર્તુળોમાથી મળતી વધુ વિગતો અનુસાર સામે આવી રહ્યું છે. 
આ મામલે વધુ વિગતે વાત કરીએ તો આ પ્રકારના ઓઈલ કેમીકલના સેમ્પલીંગમાં લેબમાં દાણચોર તત્વો પૈસા ફેકી અને સેમ્પલોમાં ગાલમેલ કરી જતા હોય છે અને કાર્ગો કલીયર કરાવી જતા હોવાનુ અગાઉ પણ બની ચૂકયુ છે ત્યારે આ કેસમાં પણ એમ થવાની સંભાવનાઓ સાથે લાલબત્તી ધરવામાં આવી જ હતી અને હવે મળતી વિગતો મુજબ ૧ર૦ જેટલા અટકાવાયેલા આ કન્ટેઈનર પૈકીનાઓમાથી છથી આઠના જે સેમ્પલ કરાવવામાં આવ્યા હતા તેમાં કસ્ટમની તપાસનીશ એજન્સી અને અધિકારીઓને સંતોષ ન દેખાતાઆ જ સેમ્પલો હવે ફરીથી રીસેમ્પલીંગ કરાવવાના આદેશો વછુટાવી દીધા હોવાનુ સામે આવી રહ્યું છે. હવે જયારે એજન્સી રીસેમ્પલીંગનો આદેશ આપે એટલે પ્રાથમિક તબક્કે લેબમાં થયેલા સેમ્પલોની સામે તેઓને શંકાઓ દેખાઈ છે તેવુ સહજ રીતે જ માની શકાય તેમ છે. હાલમાં જે રીતે મુંદરામાં કસ્ટમવિભાગ દ્વારા આ એમએચઓના નામે ડીઝલ દાણચોરી કરનારાઓ પર બાજ નજર રાખી અને તપાસ ચલાવાઈ રહી છે તેનાથી ડીઝલ દાણચોરીના એક મોટા નેટવર્ક-સિન્ડીકેટમાં ભારે ફફડાટની સ્થિતી સર્જાઈ જવા પામી હોવાનુ પણ માલુમ પડી રહ્યું છે.

.........


આ દાણચોરોની હિંમત તો જુઓ..?

દિલ્હીની કઈ પાર્ટીએ હવાલાથી ગાંધીધામના સીએચએને વધુ ર૦ કન્ટેઈરના ચૂકવ્યા નાણા?


ાાંધીધામ : જો કે, જાણકારો એમ કહી રહ્યા છે કે, જે ચાર જેટલા કન્ટેઈનરો દિલ્હીની એક પાર્ટીના અટકાવી દેવાયા છે તેનો સ્થાનિક સીએચએ તો ફાટીને ફુલેકે એટલો ચડી જવા પામ્યો છે કે, તેની તપાસ ચાલી રહી હોવા ઉપરાંત જ હાલમાં બીજા ર૦ જેટલા આ જ મટીરીયલ્સના કન્ટેઈનર મંગાવી લેવાયા છે અને દિલ્હીની પાર્ટીએ પણ ગાંધીધામના આ સીએચએને 
ર૦ કન્ટેઈનર પેટે હવાલાથી નાણાની ચૂકવણીઓ પણ કરી આપી હોવાનુ ચર્ચાય છે. 

........


જો જો અમુક ડિઝલ દાણચોર ફલેક્ષીથી આઈએસઓ ટેંક સિફટીેંગના નામે પલટી ન મારી જાય..!


ગાંધીધામ : તાજેતરમા જ મુંદરા કસ્ટમવાળાઓએ ૧ર૦થી વધુ કન્ટેઈનર ડીઝલ દાણચોરીની ગંધ સાથે અટકાવાયા છે અને તેની કડક તપાસ ચાલી રહી છે ત્યારે હવે કેટલાક તત્વો નિયમ વિરૂદ્ધના ફલેક્ષી ટેંકમાં લવાયેલા મટીરીયલ્સને આઈએસઓ ટેંકમાં ટ્રાન્સફર કરવા માટેની મંજુરી મંગાઈ રહી છે અને તે માટે આઈએસઓ ટેંક શોધવા માટેની દોડધામ પણ શરૂ કરી દીધી છે. પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આ પ્રકારની છુટ તપાસ જયા સુધી પુરી ન થાય ત્યા સુધી આપવી જ ન જોઈએ. નહી તો ફલેક્ષીના નામે માલ બહાર કાઢી જઈ, પલટી મારી અને તેમાં મુદામાલ બદલાવી નાખશે અને પછી આઈએસએમાં સારો ડયુટીવાળો જ માલ લઈ આવશે અને તંત્રને પણ ઉલ્ટા ચશ્મા પહેરાવી દેશે. 

Comments

COMMENT / REPLY FROM