Trending News
સ્થાનિક સમાચાર

સિંચાઈ-પીવાનું પાણી કચ્છ શાખા નહેરમાં વેળાસર જ છોડાવવા જિલ્લાનું રાજકીય જગત આવે આગળ : ખેડુતોની ચિંતાને સમજે

22 June



ગાંધીધામ : કચ્છ શાખા નહેરમાં નર્મદાના નીર વહેવડાવવા કચ્છના રાજકીય જગતે આગળ આવવુ જ પડે તેવી સ્થિતીનું ફરીથી નિર્માણ થતુ હોવાનો નર્મદાજળ ક્ષેત્રના જાણકારો દ્વારા જણાવાઈ રહ્યું છે. આ મામે વિગતે વાત કરીએ તો ૧૩મી જૂન ૨૦૨૪ની સ્થિતીએ સ્થળ નિરિક્ષણ કરી ચૂકેલા આવા તજજ્ઞો માની રહ્યા છે કે, તે દીવસે કચ્છ શાખા નહેરની સાંકળર્  કિમી થી  ૫૫ કિમી સુધી  સ્થળ મુલાકાત સમયે જોતા કેનાલમાં ચાલતા વિવિધ કામો અને તે બાબતે સબંધિત સાહેબો તેમજ સબંધિત કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચાઓ કરતા આઠ થી દશ દિવસમાં કેનાલમાં પાણી ચાલુ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું તેવું જાણવા મળેલ , પરંતુ સાંકળ ૫૫કિમી થી ૮૨કિમી મા જુદી જુદી છ જગ્યાએ કામો ચાલુ કર્યા છે તે કામો પુરા થતા ઓછામાં ઓછા પંદર દિવસ લાગશે તેવું કામોનું સુપરવિઝન કરનાર સબંધિત સાહેબો સાથે તારીખ ૨૦મી જૂન ૨૦૨૪ ના રોજ ટેલીફોનીક વાત પર વિગતો સામે આવી હતી. આ સઘળા કામો કેનાલ ફૂલ ચલાવવા ખાસ પુરા કરવા અનિવાર્ય છે તેવું જાણવા મળેલ છે.આમ તો આ બધા કામો પૂરા કરવા ૧૫મી મે થી ૧૫મી જૂન સુધી શટડાઉન ગાંધીનગરથી મંજુર થયેલ હતું પરંતુ કારમી ગરમી ના કારણે પીવા માટે કેનાલમાં સ્ટોક રાખવો જરૂરી હતો તેથી લાભિત ગામોના આગેવાનોએ  છેક માનનીય મુખ્ય મંત્રી શ્રી સુધી રજૂઆતો કરી એટલે ચાલુ કામો અધૂરા છોડી પાણી છોડવામાં આવ્યું...સાંકળ કિમી  થી  ૩૨કિમી સુધીમાં કેનાલ ખાલી થઈ એટલે કામો ઝડપથી ચાલુ કરવામાં આવ્યા ૩૨ કિમી થી ૪૦કિમી સુધીમાં  થોડું ભરેલ પાણી ખાલી કરાવવા પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન  કરી ૧૩મી રાત્રે કેનાલ ખાલી કરાવી તળિયાના  કામો  ઝડપથી ચાલુ કરાવ્યા આ કામો ટુંક સમયમાં પુરા થઈ જશે સાંકળ  ૫૫ કિમી થી ૭૧ કિમી વચ્ચે કેનાલમાં પીવા માટે સંગ્રહ કરેલ પાણી ખાલી કરીને જ્યાં કામો ખાસ કરવા પડે તેમ છે તે કામો ચાલુ કર્યા છે અને સબંધિત સાહેબોના મતે એકાદ મહિનો કામ ચાલશે જો એકાદ મહિનો કામ ચાલે તો સંખ્યા બંધ ગામોની પીવાના પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે કારણકે નર્મદા આધારિત ગામો માટે બીજો કોઈ વિકલ્પ નથી , પાણીનો ધંધો કરવાવાળા ને ઘી કેળા થઈ જશે. પીવા લાયક નથી તેવા પાણીનો વેપલો ચાલુ થઈ ગયો છે , પાણી પુરવઠા વિભાગના યોગ્ય આયોજન ના અભાવે નર્મદા નિગમ અને વપરાશકારો એમ બંન્ને હેરાન થાય છે. કેનાલ આધારિત ગામો માટે ઓછામાં ઓછાં બે મહિના પાણી ચાલે તેટલો સ્ટોક કેનાલ બંધ થાય તે પહેલાં કરી લેવા આયોજન કરવું જોઈએ..જોકે પ્રાપ્ત માહિતી મુજબ ઝઝામ પાસે આવેલ મોટા તળાવ મા બે મહિના પાણી ભરી શકાય તે માટેના ચક્રો ગતિમાન થયાના સમાચાર છે, જાણકાર પોતાના અભિપ્રાયમાં જણાવેલ કે ફાંગલી પાસે આવેલ ૨૫૦૦ મીટર લંબાઈ અને ૬ ફૂટ બાય ૬ ફૂટ મા કરોડો લીટર પાણી ભર્યું રહે છે પાણી પુરવઠા વિભાગનો   સંપ  કેનાલથી ફકત બે કિલોમીટર છે તો આ સાયફન માંથી પાણી ઉપાડવાની અથવા તો બીજી કોઈ જગ્યાએ સંગ્રહ કરવાનું આયોજન પાણી પુરવઠા વિભાગે કરવું જોઈએ...પીવા માટે તેમજ સિંચાઇ માટે શક્ય તેટલું પાણી વહેલું છોડાવવા જરૂર જણાય તો કોફર ડેમ ની વ્યવસ્થા કરી પાણી તાત્કાલીક ચાલુ કરાવવું જોઈએ..રાપર શહેર માટે તેમજ ફતેગઢ ડેમમાં તેમજ નહેર આધારિત પીવા માટે જરૂરિયાત વાળા લોકોને માટે તેમજ વરસાદ ખેંચાઈ જવાથી ખેડુતો ચિંતાતુર બન્યા હોય. કચ્છ શાખા નહેરમાં પાણી છોડાવવા વગદાર પદા ધિકારીશ્રી ને રૂબરૂ મળીને રજૂઆતો કરવાથી પાણી વહેલું આવે તેવા પ્રયાસો ટોચ લેવલે થાય  તે ખુબ જ સમયોચિત્ત બની રહ્યું છે. .નર્મદાના સાહેબોને પાણી વહેલું છોડાવવું છે પરંતુ અમુક કામો કરવા પણ અનિવાર્ય બન્યા છે. કચ્છ શાખા નહેરની સાંકળ ૬૫ કિમી ની આસપાસ કામો ચાલુ છે ,આ કામો ડિઝાઇન મુજબ કરવામાં આવે તો ઓછામાં ઓછાં એક મહિનાનો સમય લાગે તેમ છે. ત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતીએ સહજ રીતે જ ખેડુતોમાં પણ ચિંતા વધી છે.

Comments

COMMENT / REPLY FROM