Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ક્ષતિગ્રસ્ત ઈવીએમ અને વીવીપેટ રીપેરીંગ માટે બેંગ્લોર રવાના કરાયા 

22 June




ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કચ્છ - સૌરાષ્ટ્રના ૧૪ જિલ્લાના ક્ષતિગ્રસ્ત મશીનો બેંગ્લોર સ્થિત બેલ કંપનીને મોકલાયા : કચ્છના ૧૧ બેલેટ યુનિટ, ૪પ કંટ્રોલ યુનિટ અને ૬૦ વીવીપેટ તાલીમ, એફએલસી અને મોકપોલ દરમ્યાન ક્ષતિગ્રસ્ત તારવાયા હતા 



ભુજ : લોકસભા ચૂંટણી બાદ કચ્છ - સૌરાષ્ટ્રના ૧ર જિલ્લાઓના ક્ષતિગ્રસ્ત ઈવીએમ મશીનો પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે બેંગ્લોરની બેલ કંપનીને રવાના કરવામાં આવ્યા છે, જેમાં કચ્છ જિલ્લાના ૧૧ બેલેટ યુનિટ, ૪પ કંટ્રોલ યુનિટ અને પ૭ વીવીપેટ મશીનને બેંગ્લોર રવાના કરાયા છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ લોકસભાની ચૂંટણી - ર૦ર૪ સંદર્ભે ચૂંટણી કર્મચારીઓને આપેલી તાલીમ દરમ્યાન ઉપરાંત એફએલસી અને મોકપોલ દરમ્યાન જે ઈવીએમ ક્ષતિગ્રસ્ત બન્યા હોય તેવા ઈવીએમને રીપેરીંગ માટે પરત બેંગ્લોર સ્થિત બેલ કંપનીને મોકલવામાં આવ્યા છે. જયારે બાકીના તમામ ઈવીએમ ૪પ દિવસ સુધી ઈલેકશન પીટીશન ન થાય ત્યાં સુધી વેરહાઉસમાં સુરક્ષીત રાખવામાં આવશે. 
કચ્છ - સૌરાષ્ટ્રના ૧ર જિલ્લાઓના જે ક્ષતિગ્રસ્ત ઈવીએમ બેંગ્લોર રવાના કરવામાં આવ્યા છે, તેમાં કચ્છ જિલ્લાના ૧૧ બેલેટ યુનિટ, ૪પ કંટ્રોલ યુનિટ અને ૬૦ વીવીપેટનો સમાવેશ થાય છે. કચ્છ ઉપરાંત અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગટ, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના કુલ ૧૭૧ બેલેટ યુનિટ, ૪૬૧ કંટ્રોલ યુનિટ અને ૬પ૬ વીવીપેટને બેંગ્લોર રવાના કરાયા છે. લોકસભા ચૂંટણીની મત ગણતરી ગત તા. ૪થી જુનના સંપન્ન થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કચ્છ - સૌરાષ્ટ્રના ૧ર જિલ્લાના ક્ષતિગ્રસ્ત ઈવીએમને રાજકોટથી બેંગ્લોર રવાના કરવામાં આવ્યા છે. રાજકોટ મામલતદાર, નાયબ મામલતદાર અને પોલીસ દળની ટીમ ટ્રક મારફતે ઈવીએમ લઈ બેંગ્લોર જવા રવાના થઈ છે, જે ચાર દિવસે બેંગ્લોર પહોંચશે, હાલે મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો હોવાથી તેનો પડકાર રહેશે. 


...........

Comments

COMMENT / REPLY FROM