Trending News
ક્રાઈમ

અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં ટ્રાન્સપોર્ટરની હત્યાનો પ્રયાસ

21 June



રેતી-કાંકરીના રૂા.૩ લાખ લેવા મુદ્દે લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો 


અંજાર : અંજારમાં ખાણ-ખનીજ ઓફિસની બાજુમાં આવેલ યોગેશ્વર ચોકડી પાસે રેતી-કાંકરીના રૂપિયા બાબતે ટ્રાન્સપોર્ટરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદી મોટી નાગલપરમાં રહેતા કિરણભાઈ કુંવરજીભાઈ હડિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ આરોપી અંતરજાળના કિરણભાઈ દેવદાનભાઈ આહિર પાસે રેતી-કાંકરીના રૂા.૩ લાખ માંગે છે જે રૂપિયાની લેતીદેતીનું મનદુઃખ રાખી ફરિયાદીને રૂપિયા આપવા બાબતે સ્થળ પર બોલાવી જાનથી મારી નાખવાને ઈરાદે હાથમાં રહેલી લોખંડની ટામી માથામાં મારતા હેમરેજ જેવી ઈજાઓ થઈ હતી. પડાણાના દીલ્પેશ આહિરે પીઠના ભાગે લોખંડનો પાઈપ ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે અજાણ્યા ઈસમોએ પગના ભાગે બેટ અને મોટા ભાગે મુંઢમાર માર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદીના ભાઈ વિપુલભાઈ છોડાવા માટે વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો. આરોપી કિરણે બીજીવાર રૂપિયા માંગીસ તો મારી નાખવાની ધમકી આપી હતી. જેથી અંજાર પોલીસમાં હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM