Trending News
ક્રાઈમ

વાગડમાં જોખમાતી કાયદો વ્યવસ્થા, ચોબારીમાં બે દિવસમાં હત્યાનો બીજો બનાવ 

21 June


ચોબારી સીમમાં આજે સવારે લાકડીના ફટકા મારી યુવાનને મોતને ઘાટ ઉતારાયો : પોલીસ ઘટના સ્થળે પહોંચી 


ગાંધીધામ : વાગડ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સતત જોખમાઈ રહી છે, ત્યારે આજે સવારે ચોબારીમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સીમ વિસ્તારમાં લાકડીના ફટકા મારીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.આ અંગે ભચાઉ પીઆઈ એસ.વી. ગોજીયાનો સંપર્ક કરતાં પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોબારી ગામની સીમમાં આ બનાવ બન્યો છે. રપ વર્ષિય અશોકભાઈ નામના યુવાનને લાકડી વડે માર મરાતા ગંભીર ઈજાઓના કારણે મોત થતાં હત્યાનો બનાવ બન્યો છે. પ્રાથમિક તબક્કે મહિલા સબંધેની તકરારમાં આ બનાવ બન્યો હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં હોવાનું ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પ્રેમ સબંધ બાબતે રાતના સમયે ઘરે આવેલા વિષ્ણુ આહિર નામના યુવાનની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં આરોપી પિતા - પુત્રની ધરપકડ બાદ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. કાનમેરના રણથી કચ્છમાં હત્યાનો સીલસીલો શરૂ થયો હતો. દોઢ મહિનામાં ૧ર જેટલી હત્યાઓ થઈ ચુકી છે. જે પ્રમાણે હત્યાના બનાવો બની રહ્યા છે, તે જોતા કચ્છમાં દર ચોથા દિવસે એક વ્યક્તિનું ઢીમ ઢળી જતું હોવાનું આંકડા દર્શાવે છે. સલામત કચ્છની વાતો વચ્ચે આજે સામાન્ય નાગરિકો અસલામતી અનુભવી રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM