Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની મોટાભાગની લીઝ પર રદ્દ થવાની લટકતી તલવાર 

21 June




પર્યાવરણીય મંજૂરી મેળવવામાં ઉદાસીનતા લીઝધારકો માટે બની મુસીબત : ગુજરાત સ્ટેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ ઓથોરિટી (સીઆ)નું પ્રમાણપત્ર ન મેળવનાર લીઝ સામે થશે કાર્યવાહી : પૂર્વ કચ્છના ૯૯ અને પશ્ચિમ કચ્છના ૧૭પ લીઝધારકોની હીયરીંગ પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી 



તંત્રની વારંવારની તાકીદની નજર અંદાજ કરનાર લીઝધારકોમાં ખાણખનીજ વિભાગના આકરા તેવરથી ફેલાયો ફફડાટ

ભુજ : ભૌગોલિક વિશાળતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. લીઝ અને રોયલ્ટી મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે. પરંતુ કચ્છના લીઝધારકો દ્વારા સરકારના નિયમોની અવહેલના થતી હોવાની અને જરૂરી પર્યાવરણીય મંજુરી મેળવવામાં લીઝધારકો ઉદાસીન રહેતા હોવાની વ્યાપક ચર્ચાઓ બાદ પૂર્વ અને પશ્ચિમ ક્ચ્છ જિલ્લામાં પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવામાં ઉદાસીનતા દાખવનાર લીઝધારકો સામે તંત્રએ લાલઆંખ કરી છે. ગઈકાલે પૂર્વ કચ્છમાં ઈસી પ્રમાણપત્ર ન મેળળવનાર તમામ લીઝને એક સાથે બંધ કરી દેવામાં આવી છે. જ્યારે પશ્ચિમ કચ્છ વિસ્તારની રેતી સિવાય અનય ખનીજની ૧૭પ જેટલી લીઝ પૈકીની મોટાભાગની લીઝ ગણતરીના સમયમાં જ બંધ કરી દેવામાં આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લામાં અંદાજિત ૯ માસ અગાઉ ઈસીના અભાવે રેતીની તમામ લીઝ એક ઝાટકે રદ કરી દેવાના આદેશ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટી (સીઆ) દ્વારા એન્વાર્યમેન્ટ કલિયરન્સ મેળવવાનું અનિવાર્ય રહે છે. વર્ષ ર૦૧૪-૧પથી તમામ લીઝધારકો માટે આ નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. જો કે ઈસી મેળવવાની પ્રક્રિયા સમય વિતતા જટીલ બની છે. જેથી મોટાભાગના લીઝધારકોએ હજુ સુધી ઈસી મેળવ્યા નથી. નવા માસ અગાઉ પશ્ચિમ ખાણ ખનીજ વિભાગે જિલ્લાની તમામ રેતીની લીઝને બંધ કરી હતી. જે આખા રાજયમાં સોપો પડી ગયો હતો. જ્યારે અન્ય લીઝધારકોને વારંવાર તાકીદ કરવા છતાં ઈસી મેળવેલ ન હોવાથી ગણતરીના સમયમાં જ તમામ લીઝ પર બંધ થવાની તલવાર લટકી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બીજીતરફ ઈસી મુદ્દે તંત્રના આકરા વલણથી લીઝધારકોમાં હડકંપ ફેલાયો છે. ગઈકાલ સુધી પૂર્વ કચ્છમાં ૯૯ જેટલા લીઝધારકોની હિયરીંગ પુર્ણ કરી લેવામાં આવી છે. હાલે પશ્ચિમ કચ્છના ૧૭પ જેટલા લીઝધારકોની હિયરીંગની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ હિયરીંગ પુર્ણ થયા બાદ સ્કુટીની કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તુરંત તંત્રના તેવરથી આવનાર દિવસોમાં કચ્છની રેતી સિવાય અન્ય ખનીજોની પણ મોટાભાગની લીઝ ધારકની રોયલ્ટી બંધ થશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.  --

........


નિયમની અમલવારીમાં કોઈ બાંધછોડ નહીં : દેવેન્દ્ર બારિયા 

પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગના અધિકારી દેવેન્દ્રભાઈ બારિયાએ કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રેતી સિવાય જિલ્લાની અન્ય લીઝ માટે પણ ઈસી મેળવાવનું અનિવાર્ય છે. તંત્ર દ્વારા તમામ લીઝધારકોને વારંવાર તાકીદ કરવા છતાં જરૂરી પૂર્તતા કરવામાં આવી નથી. ગઈકાલ સુધી તેઓ પાસે પૂર્વ કચ્છનો પણ પદભાર હતો. ગઈકાલે સુધી પૂર્વ કચ્છના લગભગ ૯૯ જેટલા લીઝધારકોનું હિયરીંગ કરી લેવામાં આવ્યું છે. આજે સવારથી પશ્ચિમ કચ્છના લીઝ ધારકોના હિંગરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ હિગરિંગ પૂર્ણ થયા બાદ સ્કુટીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ભૂતકાળમાં જે રીતે ઈસીના અભાવે રેતીની લીઝ પર કાર્યવાહી કરવામાં આવી હતી તે રીતે જ અન્ય લીઝ સામે પણ પગલાં લેવાશે. નિયમની અમલવારીમાં કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં તેવું તેમણે વધુમાં ઉમેર્યું છે. 


.......


ઈસીની પ્રક્રિયા બની જટીલ

ભુજ : ગુજરાત સરકાર દ્વારા તમામ લીઝધારકોને ગુજરાત સ્ટેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ મેળવવવાનું ફરજીયાત કરાયું છે. વર્ષ ર૦૧૪-૧પ થી આ નિયમ અમલી બન્યો છે. શરૂઆતના વર્ષોમાં લીઝધારક ્‌વારા ઈસી માટે કરેલી અરજીને માન્ય રાખવામાં આવતી હતી. ઈસી મેળવવાની પ્રક્રિયામાં પર્યાવરણીય સુનાવણી સહિત જટીલ બની હોવાથી પર્યાવરણીય મંજુરી મેળવવામાં લાંબો સમય નીકળી જતો હોય છે. જેને ધ્યાને રાખી ઈસી માટે કરવામાં આવેલ અરજી તંત્ર ગ્રાહ્ય રાખતું હતું. જો કે હવે ઈસીને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જેથી મંજુરી ન મેળવનાર તમામ લીઝ બંધ થવાની સંભાવના જોવાઈ રહી છે.



......

એક કન્સલ્ટન્ટની લાપરવાહી અનેક લીઝધારકો માટે મુસીબત

ભુજ : પૂર્વ કચ્છની ૯૯અને પશ્ચિમ કચ્છની ૧૭પ લીઝ પૈકી લગભગ અડધોઅડધ જેટલી લીઝની ડોક્યુમેન્ટેશનની કામગીરી એક જ કન્સલ્ટન્ટ પેઢી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી એક કન્સલ્ટન્ટની ઈસી મેળવવા મુદ્દેની લાપરવાહીના કારણે કચ્છના અનેક લીઝધારકો મુસીબતમાં મુકાશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કન્સલ્ટન્ટ દ્વારા ઈસી મેળવવાની પ્રક્રિયામાં દાખવવામાં આવેલી લાપરવાહીના કારણે જિલ્લાના અનેક લીઝધારકોની લીઝ રદ થવાની ભીતી સર્જાઈ છે.


........


રેતીની લીઝ સામે કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ રહ્યું હતું રાજ્યમાં મોખરે 

પશ્ચિમ કચ્છના ખાણ ખનિજ વિભાગ દ્વારા અંદાજીત ૯ માસ અગાઉ ઈસીના અભાવે જિલ્લાની તમામ રેતીની લીઝ એક સાથે રદ કરી દેવામાં આવી હતી. જે તે સમયે રેતીના લીઝધારકો સામે કડક પગલાં લેવા પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ મોખરે રહ્યું હતું.


..........

Comments

COMMENT / REPLY FROM