Trending News
સ્થાનિક સમાચાર

ચોબારીમાં મધરાત્રે ખૂની ખેલ : યુવાનનું ઢીમ ઢાળી દેવાયું :   આહીર સમાજમાં ચકચાર

19 June



પોલીસ કાફલો ગામમાં દોડી ગયો : ફરિયાદ નોંધવાની તજવીજ : સવા મહિનામાં હત્યાનો ૧૧મો બનાવ 



આહીર સમાજ જાગૃત બને, આગળ આવે, પાછલા ટુંકા સમયમાં આહીર સમુદાયના ૪થા વ્યકિતનું ઢીમ ઢાળી દેવાયું હોવાની છે ચર્ચા

ભચાઉ : વાગડ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જોખમાતી હોવાના કિસ્સા અવાર નવાર સામે આવે છે, ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામે ગઈકાલે રાત્રે ખૂની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે ૧ર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. હતભાગી ગામમાં રહેતો રર વર્ષિય વિષ્ણુ મણવર નામનો યુવાન આરોપીના ઘરે ગયો હતો. ત્યારે બબાલ થતાં ઉશ્કેરાટમાં ચાકુ વડે હુમલો કરતાં ગંભીર ઈજાઓ થવાના કારણે આ યુવાનને સારવાર નસીબ થાય તે પહેલા ઢીમ ઢળી ગયું હતું. બનાવને પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપી અને મરણજનાર આહિર સમાજના હોવાથી સમાજમાં પણ ચકચાર મચી ગઈ છે. ભચાઉ પીઆઈ એસ.વી. ગોજીયાનો સંપર્ક કરતાં બનાવને સમર્થન આપી પરિવાર હતભાગીની અંતિમક્રિયામાં રોકાયેલ હોવાથી ફરિયાદ નોંધાઈ નથી. હાલમાં ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે, ચૂંટણીના મતદાન દિવસથી કચ્છમાં હત્યાનો સીલસીલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં ૧૧ જેટલી હત્યાઓ સામે આવી ચુકી છે. ભુજ, કાનમેર, ગાંધીધામ સહિતના વિસ્તારમાં ખૂનીખેલ ખેલાયા છે. જે રીતે નજીવી બાબતે હત્યાના બનાવો બની રહ્યા છે, તે જોતા કચ્છમાં સિંઘમ કહેવાતી પોલીસની છાપ ઓસરી ગઈ છે. 

Comments

COMMENT / REPLY FROM