સામખીયાળી પટ્ટામાં ૧પ કરોડનું ફુલેકું ફેરવી બે બંધુઓ છૂ : લગ્નસરાની સિઝનમાં કઈક લોકોના નાણા સલવાયાં!
સોનાના ઘરેણા-વીસી-વ્યાજે નાણા લઈ બે ભાઈઓ થઈ ગયા ન્યો દો ગ્યારહ.!
સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેાલ બે ભાઈઓ વાર્ષિક બચત યોજના અથવા તેની સામે સોનાં-ધરેણા આપવાની સ્કીમ, વીસીની ડાયરી તથા કેટલાક પાસેથી વ્યાજે નાણા લઈને કરોડો રૂપીયાનું ફુલેકે ફેરવી ગુમ થઈ જતા સામખીયાળી આસપાસના ગામડાઓના કઈક સારા-સારા વ્યકિતઓને માથે હાથ દઈને રોવાનો આવ્યો વારો
કોઈકે સ્કીમમાં નાણા રોકર્યા, માસિક બે હજાર, વર્ષે પ૦ હજાર પરત અથવા સોનાનુ ધરણેું આપવાની સ્કીમ, વીસીની ડાયરી ઉપરાંત કેટલાક પાસેથી ૧થી ૪ ટકા સુધીના વ્યાજે નાણા ધીર્યા બાદ આ બન્ને ભાઈઓએ બધાયને અંધારામાં રાખીને ફરાર થઈ જતા સમગ્ર પટ્ટામાં કઈકની સ્થિતી બની ગઈ કફોડી : લગ્નસરાની સિઝનમાં જ સોના-ઘરેણા બનાવવાની ગણતરીએ આપેલા કરઈને માટે પણ રઉગા ઈ રઉગા વાળો જ થઈ ગયો તાલ : રપથી માંડીને ૩પ લાખ સુધીની રકમો આ ફુલેકાબાજોને અહીના અમુક લોકોએ આપી હતી વ્યાજે, વ્યાજ તો ઠીક, મુદતથી પણ હાથ ધોવાનો આવી ગયો છે વારો
ગાંધીધામ : પૂર્વ કચ્છના સામખીયાળી પટ્ટામાં બે સગાભાઈઓ આસપાસના ગામના કેટલાય લોકોનું કરોડોનું ફુલેકુ ફેરવી અને છુમંતર જ થઈ ગયા હોવાની ઘટના હાલમાં સમગ્ર પટ્ટામાં હોટટોપીક બનીને ચર્ચાવવા પામી રહી છે. આ અંગે નામ ન આપવાની શરતે ભોગગ્રસ્તોમાથી બહાર આવતા ગણગણાટ અને કચવાટની જો વાત કરીએ તો સામખીયાળીમાં સોના-ચાંદીના વેપારથી સંકળાયેલા બે સગા ભાઈઓ કે જે વરસોથી અહી જ રહેતા હતા તેઓએ લોકોનો વિશ્વાસ સંપાદીત કરી લીધો હતો અને તેનો જ જાણે કે ગેરલાભ લઈ અને બાર મહીનાની સ્કીમ જાહેર કરી હતી જેમાં મહીને ર૦૦૦ રૂપીયા જમા કરાવાના અને વર્ષે પ૦ હજાર પાછા રોકડા આપે અથવા તો એટલી જ કિમંતના સોનાના ઘરેણા આપે.જાણકારો કહી રહ્યા છે કે, આ બન્નેભાઈઓ પાસે આ સ્કીમના જ અંદાજીત ર૦૦ જેટલા ગ્રાહકો થઈ ગયા હતા. હવે વિચાર કરો કે, વરસે પચ્ચાસ હજાર થતા હોય અને તેવા બે હજાર ગ્રાહકો હોય તો તે રકમનો આંક ગયો કયાં? આ ઉપરાંત ફુલેકાબાજ બન્ને ભાઈઓ દ્વારા વીસી પણ ચલાવાતી હતી અને તેના પટે પણ લોકોના પૈસા આ શખ્સો પાસે હતા. ઉપરાંત પોતાના સાચા ખોટા રોલ ફેરવવા માટે આ બન્ને ભાઈઓ ૧ ટકાથી લઈ અને ૪ ટકા સુધીના તગડા વ્યાજે પણ રકમ ધીરી હતી. હવે આ બધું જ એકાએક જ સંકેલો કરી અને ગામના અલગ અલગ વર્ગ-સમુદાયના કેટલાક લોકોના હકકના નાણા-મુડીનું ફુલેકે ફેરવી અને પાછલા અુમક સમય પહેલા જ આ બન્ને ભાઈઓ નો દો ગ્યારાહ જ થઈ ગયા એટલે કે ફરાર જ થઈ ગયા છે. તેઓની દુકાનોને તાળા લાગી ગયા છે અને આ બન્ને શખ્સોનો કોઈ અત્તો પત્તો નથી. સામખીયાળી તથા આસપાસના ગામના પટ્ટાના લોકોની હાલત ન કહી શકાય ન સહી શકાય જેવી થવા પામી ગઈ છે. વીસી તથા વ્યાજવાળાઓ કદાચ આ ફુલેકાબાજોની સામે કદાચ ખુલીને સામે ન અવે તેના કારણો સમજી શકાય તેમ છે પરંતુ જેઓએ સ્કીમના કાયદેસરના નાણા આ બન્ને બંધુઓ પાસે રોકયા હતા તેઓ પણ ઘણા બધા આ ઠગબાજોની ચીટીંગના ભોગ બન્યા છે તેમ છતા પણ તેઓએ પણ ચુપકીદી સેવીને બેઠા છે, તેઓ આ ફુલેકાબાજોની સામે કાર્યવાહી કરવા કયાંય આગળ આવતા નથી દેખાતા તે મોટો સવાલ સર્જી રહ્યો છે? ખૈર, હાલ પાછલા એકાદ-બે માસથી સામખીયાળી સહિતના પટ્ટમાં આ મુદો ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે. ત્યારે આ પ્રકારના લોભામણી સ્કીમ કે યોજનાઓમાં ન અવાય તે માટે આમપ્રજાજનો આ ઘટના પરથી બોધપાઠ લે તે જ સમયનો તકાજો બની રહ્યો છે. અહી સોથી કપરી સ્થિતી તો લગ્નસરાની સિઝનમાં અગાઉથી રોકાણ કરી અને ધરેણા મળશે, રકમ મળશે તો કામ લાગશે તેવુ માનીન બેઠેલા કઈકની સ્થિતી રઉગા ઈ રઉગા વાળી જવા પામી ગઈ
હોવાનુ પણ જાણકારો માની રહ્યા છે.
.........
લેભાગુ ફુલેકાબાજોને રાજકિય ઓથ કોણ આપે છે?
ગાંધીધામ : સામખીયાળી પટ્ટામાં થોડા સમય પહેલા જ કઈકના રોકડાનું ફુલેકુ ફેરવીને બે ભાઈઓ ફરાર થઈ ગયા છે તેવા તત્વો કચ્છ છોડીને અમદાવાદમાં આશરો પાી રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે, આવા તત્વો કરોડોની રકમનુ ફુલેકે ફેેરવી અને એક યા બીજીરીતે રાજકીય ઓથ મેળવીને આબાદ રહી જતા હાયે છે. આવા લેભાગુ ફુલેકાબાજોને રાજકિય ઓથ આપે છે કોણ? તે પણ ખરેખર તો તપાસનો વિષય બની રહ્યો છે.
..........
૪ ટકે વ્યાજે નાણા લે, તેનો રોલ ફરે ખરો?
ગાંધીધામ : સામખીયાળી પટ્ટામાં બે ભાઈઓ કરોડોનું ફુલેકે ફેરવી અને છુ થી ગયા છે. આવામાં જાણકારો કહી રહ્યા છે કે, વ્યાજે કોઈ વ્યકિત નાણા એકાદ ટકે લે તો કદાચ તેનો રોલ આગળ પાછળ ફરી જતો હોય છે પરંતુ રોલ ફરાવા માટે જ કોઈ વ્યકિત ચાર-ચાર ટકે અને એથીય વધુ ટકે વ્યાજે રકમ લે તો તેના રોલ ફરે કેવી રીતે? આ તો સીધુ અને સચોટ જ છે, આ બંધુઓ પણ ચાર-ચાર ટકે વ્યાજે રકમો લીધેલી હોવાનુ પણ કહેવાય છે.
........

Comments