Trending News
ક્રાઈમ

... ને હવે વિઘાકોટ બોર્ડરેથી પાકિસ્તાની ઝડપાયો 

19 June




બોર્ડર પિલ્લર નંબર ૧૧રપની ફેન્સિંગ ક્રોસ કરતી વેળાએ સીમા સુરક્ષા દળે આરોપીને ઝડપી લીધો : શંકાસ્પદ સામગ્રી મળી નથી પણ તપાસ તેજ 



ભુજ : એકતરફ કચ્છના દરિયામાં પાકિસ્તાન તરફથી આવતું બિનવારસુ ડ્રગ્સ મળી રહ્યું છે, જે બાદ હવે આશંકા હતી તેમ પાકિસ્તાની ઘુસણખોર મળી આવવાનું પણ શરૂ થયું છે. બોર્ડર પિલ્લર નંબર ૧૧રપ નજીક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભારતીય બોર્ડરની ફેન્સિંગ ક્રોસ કરી આ શખ્સ ભારતમાં ઘુસતો હતો. ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. તેનું નામ અફઝલ હોવાનું અને તે પાકિસ્તાનના સિલકોટનો વતની હોવાનું સામે આવ્યું છે. ૩૦ વર્ષના આ ઘુસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફ દ્વારા પુછપરછ કરીને તેને ખાવડા પોલીસના હવાલે કરાશે. ત્યાંથી ભુજ જેઆઈસીમાં ધકેલવામાં આવશે. અત્રે મહત્વનું છે કે, અગાઉ જાન્યુઆરી ર૦ર૪માં બોર્ડર પિલ્લર નંબર ૧૧૩૭ પાસેથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો હતો. જે પ્રમાણે કચ્છના દરિયાકાંઠે નાપાક ગતિવિધિ વધી રહી છે તે જોતા એજન્સીઓએ સંકલન વધારવું પડશે. કચ્છની રણ અને દરિયાઈ સરહદે અવાર નવાર આ પ્રમાણે ઘુસણખોરીના બનાવો સામે આવે છે. તેમજ હાલે ખાવડાના રણમાં અદાણીનો સોલાર પ્રોજેકટ ચાલુમાં છે. અહીં ૧૦ હજારથી વધારે શ્રમીકો રણ સરહદની નજીકમાં કામ કરે છે. ત્યારે નાપાક ગતિવિધિ ડામવા કડક હાથે પગલાં ભરવા પડશે તે સમયનો તકાજો છે. 

Comments

COMMENT / REPLY FROM