Trending News
ક્રાઈમ

કચ્છના દરિયા કાંઠે ૧ર દિવસમાં ૧૪પ કરોડનું ડ્રગ્સ મળી આવ્યું 

19 June



આજે સવારે પિંગલેશ્વર અને નાયરો નદી વિસ્તારમાં ૮ પેકેટ મળ્યા 


ભુજ : અરબ સાગરના તટે આવેલા કચ્છ જિલ્લાની સાગર તટે માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો આજ બુધવાર સુધી યથાવત રહેવા પામ્યો છે. ગત ૮ જૂનથી કોટેશ્વર થી નારાયણ સરોવર સુધીના દરિયાઇ વિસ્તારમાંથી મળી રહેલા બિનવારસી ચરસના પેકેટનો આંક આ વર્ષે ૨૦૦ સુધી પહોંચ્યો છે. લગાતાર મળી રહેલા નશીલા પેકેટના પગલે સલામતી દળો અને સુરક્ષા એજન્સીઓએ સઘન પેટ્રોલીંગની પ્રક્રિયા વધારી દીધી છે. અત્યાર સુધી ૧ર દિવસમાં ૧૪પ કરોડનું બિનવારસુ ડ્રગ્સ મળ્યું છે. આ અંગેની વિગતો મુજબ,ગત ૮ જૂનથી દરિયાઈ વિસ્તારમાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો શરૂ થયો છે.ગઈકાલ મંગળવારે બીએસએફ જવાનોને શેખરણપીર ટાપુ વિસ્તારમાંથી ચરસના ૨૧ પેકેટ મળી આવ્યા હતા તો પિંગલેશ્વરમાં ૧૦ પેકેટ મળી આવ્યા હતા જ્યારે માંડવીના આશારમાતા બીચ પરથી પોલીસ, સ્ટેટ આઈબી,એસઆરડી અને મરીન કમાન્ડોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના ૧૦ પેકેટ મળી આવ્યા હતા. જ્યારે આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને નાયરો નદી વચ્ચેના સમુદ્રી વિસ્તારમાંથી સવારે ૬.૫૦ના અરસામાં વધુ ચરસના વધુ ૮ બિનવારસુ પેકેટ મળી આવ્યા છ. જેમાં મરીન કમાન્ડોના પીએસઆઈ બી.આર. કોલી અને સ્ટાફમાં દિપકભાઈ ભડાણીયા, સંજય યુ. પરમાર, ભાવેશભાઈ જોટવા, મહાવીરસિંહ જેઠવા, સાગરભાઈ મહીડા, જુવાનસિંહ ગોહિલ, કૃષ્ણદેવસિંહ સરવૈયા, દેવેન્દ્ર સિંહ ડોડીયા તથા બી.બી. સંઘાર સહિતના જોડાયા હતા.આજે પણ તપાસ ચાલુમાં છે. મોડી સાંજ સુધીમાં વધુ પેકેટ પકડાઈ શકે તેવી શક્યતા વ્ય્કત કરવામાં આવી છે. બીનવારસુ ચરસના મુળ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. 

Comments

COMMENT / REPLY FROM