Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં વીજતંત્રનું ઢમઢોલ માહે પોલ : અધિકારીની અણઆવડતથી સંકુલવાસીઓનો સતત નીકળતો ખો..!

18 June



ચોમાસાનું હજુ તો અગમન નથી થયુ, અને ઔદ્યોગીક મથકમા ન માત્ર વીજળી કલાકો સુધી વેરણ બની રહી છે, બલ્કે આડેધડ- અડધી અધુરી થયેલી પ્રિમોનસુન કામગીરીના પગલે લોકોના ઉપકરણોને પણ થઈ રહ્યુ છે મોટુ નુકસાન : શહેરના સેકટર-૧માં પ્લોટ ન.૭૦થી ૯૦ સુધીમાં ગત રોજ કઈકના ઘરોમાં ફ્રીઝ-એસી સહિતના સાધનો ઉડી ગયા : વીજતંત્રએ કર્યો લુલો બચાવ, બે તાર સંપર્કમાં આવી જતા બની ઘટના



છે..ને..ગાંધીધામ પીજીવીસીએલની બલિહારી..! : બાકી લેણા-બીલો ઉઘરાણા કરવામાં સુરા, અને સેવાના નામે મીંડું : બીલ ભરવાની મુદત પુરી થઈ હોય કે, નહી પઠાણી ઉઘરાણીઓ કરે, જયારે સુવિધાઓના નામે તદન વામળું

ગાંધીધામ સંકુલના લોકો જાગે, વેપારી સંસ્થા પણ અત્યારથી જ આ વીજતંત્રના આમળે કાન, નહી તો ચોમાસા દરમ્યાન તો સંકુલની પીજીવીસીએલના માટીપગા બની બેઠલા અધિકારીઓ નખ્ખોદ જ વાળી દેશે : જાણકારોની લાલબત્તી



ગાંધીધામ : પૂર્વ કચ્છનુ ગાંધીધામ ડીવીઝન કે જે આખાય ગુજરાતમાં સંભવત વીજતંત્રની તિજોરી સૌથી વધુ છલકાવતુ રહે છે તે જ સંકુલ પીવીજીસીએલના બની બેઠલા અમુક અધિકારીની તદન અણઆવડત તથા મનસ્વી નીતી રીતીઓના લીધે વીજસેવાને લઈને સદાય અભાવમાં જ રહેતુ આવે છે. હજુ તો ચોમાસાનુ આગમન થવા પામ્યુ જ નથી કે અહી ઔદ્યોગીક સંકુલને વીજળીની સમસ્યાનો ભોગ બનવાનો વારો તો આવતો જ રહે છે પરંતુ ગત રોજ તો અહી બે વીજતાર સંપર્કમાં આવતા અહીના સેકટર વનવિસ્તારમા કેટલાય લોકોના ઉપકરણોને પણ મોટુ નુકસાન થવા પામી ગયુ હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે. આ બાબતે સંકુલમાથી ભોગગ્રસ્તોમાંથી મળતી વિગતો અનુસાર શહેરના સેકટર વન વિસ્તારમાં આવેલા પ્લોટ ન. ૭૦થી માંડી અને પ્લોટ નં. ૯૦ સુધીમાં ગત રોજ વીજળી એકાએક જ ગુલ થતા મોટા પ્રમાણમાં લાખોના ઉપકરણો બળીને ખાખ થયા છે, કોઈકના ઉપકરણોની આઈસી ઉડી જતા ઉપકરણો હવે શોભાના ગાઠીયા જ બની જવા પામ્યા હોવાની સ્થિતી સર્જાઈ છે. અહી રહેતા ખ્યાતનામ એડવોકેટ શ્રી અરૂણભાઈ ટંડન સહિતનાઓના ઘરોમાં ગઈકાલે એકોઅક જ વીજળીની ધાંધલી થકી ઉપકરણોને નુકસાનની ઘટના બનવા પામી ગઈ છે. પીજીવીસીએલ તંત્ર કહે છે કે, બે તાર સંપર્કમાં આવી જતા આવુ કદાચ બન્યુ હોઈ શકે છે. વિચાર તો કરો, ગાંધીધામમાં પીવીજીસીએલ તંત્રની આ પ્રકારની પ્રી મોનસુન કામગીરી રહેલી છે. તેઓએ શહેરમાં જે વૃક્ષો કાપ્યા કે પછી તારના મેન્ટેનન્સના કામો જે કોઈે આપ્યા છે તે આવા કરેલા છે. હજુ તો ચોમાસુ વરસ્યુ નથી, ભારે પવન ફુંકાવવાની શરૂઆત પણ નથી થઈ, જયારે એ સ્થિતી સર્જાશે ત્યારે ગાંધીધામમાં પીજીવીસીએલ તંત્ર કેટલું વામળું પુરવાર થશે? ગાંધીધામ શહેર-સંકુલનુ તો જાણે કે કોઈ ધણી ધોરી જ ન હોય, વહીવટી ધોરણે તો આ શહેર તદન ભગવાન ભરોસે જ રહેલુ હોય તેવો તાલ થતો જોવાઈ રહ્યો છે. હકીકતમાં પ્રજાજનોએ અત્યારથી જ જાગૃતી કેળવવી જોઈએ, વેપારી સંસ્થાઓએ પણ આગળ આવવુ જોઈએ અને પીજીવીસીએલની નિષ્કાળજી અને લાપરવાહી ભરી કામગરીની સામે કડકાઈથી અવાજ ઉઠાવવો જોઈએ અને આખાય ઔદોગીક સંકુલને ગાંધીધામ પીજીવીસીએલ વિભાગના એકલ-દોકલ અધિકારીઓની અણઆવડત અને મનસ્વી નીતીરીતીઓનો ભોગ બનવુ ન પડે તે માટે તેમનો પણ સરખો ઉધડો જ લેવો ઘટે.

Comments

COMMENT / REPLY FROM