Trending News
સ્થાનિક સમાચાર

રતનાલ પાસે પોલીસની મોટી કાર્યવાહી : ૧૯૬ કિલો પોષડોડાનો પાવડર પકડાયો

17 June



રામદેવ રાજસ્થાની હોટલમાં આજે સવારે કરવામાં આવી તપાસ : ૭.૬૦ લાખના માદક દ્રવ્ય સાથે ૧ર.૬૬ લાખનો મુદ્દામાલ કરાયો કબજે : રાજસ્થાનના એક શખ્સની કરાઈ ધરપકડ 

ભુજ : ભુજ-અંજાર હાઈવે રોડ પર રતનાલ પાસે આવેલી હાઈવે હોટલ પર આજે સવારે અંજાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં આ હોટલમાંથી મોટી માત્રામાં પોષડોડાનો પાવડર પકડાયો છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલી વિગતો મુજબ રતનાલ પાસે આવેલી રામદેવ હોટલ રાજસ્થાનેથીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલમાંથી પોષડોડાનો ૧૯૬.૪૬પ કિલો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત પ૬.૬૮૦ કિલો ફાડિયા મળી આવ્યા હતા. કુલ રપ૩.૧૪પ કિલો માદક દ્રવ્ય કબજે કરવામાં આવ્યું છે. જેની કિંમત ૭,પ૯,૪૩પ આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ સહિત કુલ ૧ર,૬૬,૪૮પ નો મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના રામાલાલ મુનાલાલ ચૌધરીની અટક કરવામાં આવી છે, જ્યારે ધર્મારામ ચૌધરી હાજર મળી આવ્યો નથી. જેની ધરપકડ માટેનો ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગળની તપાસ ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ એમ.એન.દવેને સોંપવામાં આવી છે. 




 

Comments

COMMENT / REPLY FROM