કોમીએકતા સાથે કચ્છમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી
ભુજ-માંડવી-ગાંધીધામ-મુંદરા-રાપર સહિતના વિસ્તારોમાં બકરી-ઈદની કરાઈ ઉજવણી : ભુજના મુખ્ય ઈદગાહ પર ઈદની નમાઝ અદા કરાઈ : ઠેર-ઠેર મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરોએ મસ્જિદમાં કરી નમાઝ અદાયગી : પરસ્પર ભેટીને ઈદની પાઠવી શુભકામના
ગાંધીધામ : મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદની આજે સમગ્ર કચ્છમં ઉજવણી કરવામા આવી છે. ભુજના હમિરસર તળાવ કિનારે આવેલી મુખ્ય ઈદગાર પર ઈદ ઉલ અઝહાની ઈદની નમાજ પઢાવવામાં આવી હતી. તો ગાંધીધામની નુરી મસ્જિદ, અંજારમાં પણ મુખ્ય ઈદગાહ ઉપરાંત જિલ્લાભરમાં ઠેર-ઠેર મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બીરાદરોએ હાજર રહી અને બકરી ઈદ નિમિત્તે નમાજ અદા કરી હતી. જે બાદ મુસ્લીમ બિરાદરોએ એક બીજાને પરસ્પર ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છભરમાં ભુજ-માંડવી-મુંદરા-ગાંધીધા-અજાર-ભચાઉ-નલીયા-રાપર સહિત જિલ્લાભરમાં ઈદના પર્વની આજ રોજ ઉજવણી કરવામા આવી હતી. ઈદની કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરાઈ છે.

Comments