Trending News
સ્થાનિક સમાચાર

શ્રદ્ધાની મોટી શક્તિપીઠ માતાનામઢમાં વિકાસકામોનો ધમધમાટ શરૂ

16 June

ભક્તોના મનોરથ પુરા કરે છે મા આશાપુરા 






યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૩૩ કરોડના ખર્ચે બનતા ચાચરકુંડ, રૂપરાઈ તળાવ, ખટલા ભવાની મંદિરના કામો રોકેટ ગતિથી મજબૂતાઈ સાથે ચાલી રહ્યા છે : ૬૦ ટકા કામો પૂર્ણતા ભણી : ટૂંક સમયમાં ત્રણેય સાઈડના કામો સંપન્ન થાય તેવી વકી 



નખત્રાણા : માતાનામઢનું ભવ્ય મંદિર આજે શ્રદ્ધા અને ભક્તિનું માટે ધામ બની રહ્યું છે. જયાં દૈનિક પથી ૧૦ હજાર શ્રદ્ધાળુ અને નવરાત્રીમાં લાખો ભાવિકોના ઘોડાપુર પગપાળા, વાહનોમાં મા આશાપુરાને માથુ ટેકવે છે. તે પવિત્ર ધામમાં બિરાજતા કચ્છના કુળદેવી મહિમા સાત સાગર પાર વિસ્તરી રહ્યો છે. તે યાત્રાધામ માતાનામઢના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૩૩ કરોડના ખર્ચે સર્વાંગી વિકાસકામોનો ધમધમાટ પુરજોશમાં અને ગુણવતા યુક્ત ચાલી રહ્યું છે. ચાચરાકુંડ, રૂપરાઈ તળાવ અને ખટલા ભવાની મંદિરના આ ત્રણ પ્રોજેકટ પ્રથમ તબક્કામાં કામ ચાલું છે. મજૂરો, કારીગરો, ટાંચાના સાધનોની ફોજ સાથે આ ત્રણે કામો ચાલી રહ્યા છે. ચાચરકુંડને નવો આધુનિક લુક અપાશે. ત્યાં ઝળહળતી લાઈટો, પાણીના ફુવારા, ફુલ ઝાડ, બગીચામાં બેસવાની બેઠક વ્યવસ્થા, ઝુલા યાત્રાળુ ત્યાં રહી શકે અને ભોજન બનાવી શકે તે માટે કિંમત સેટ તે પ્રકારની તમામ સુવિધા ત્યાં ઉપલબ્ધ થશે. ખટલા ભવાની મંદિરે પણ ગબ્બર ગોખ, રસ્તો, પાર્કિંગ, સેડ, બેઠક વ્યવસ્થા, ફુલઝાડનો બગીચો સહિતની સુવિધા ત્યાં ીપણ ઉભી થશે. તો ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રૂપરાઈ તળાવમાં તળિયા આરસીસીથી મઢવામાં આવ્યા છે. સમગ્ર ચારેકોર તળાવની દિવાલ પણ મજબૂત નવી ડિઝાઈન સાથે બને છે. પથ્થરની પેચીંગ ઉત્તર ઈન્ટલોક પાથરવામાં આવશે. બેસવા બેચિંસ, લાઈટીંગનો નજારો અને ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવશે. હાલે ૬૦ ટકા કામો સંપન્ન થયા છે. ટૂક સમયમાં ૩ સાઈડના તમામ કામો પૂર્ણતા થશે. માતાનામઢ. પરિસર અને પ્રવેશ દ્વાર સહિતના કામો ક્રમશઃ આગળ વધી રહ્યા છે. બીજીતરફ આ વિકાસકામો અંગે ગામના અગ્રણી રમેશભાઈ જોષી, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, અરવિંદભાઈ, મયુરસિંહ જાડેજાને પુછતાં તેમણે કહ્યું કે, વિકાસકામો ગુણવતા સભર ચાલી રહ્યા છે, સંતોષ છે. તો પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ સૂચન કરતાં કહ્યું કે, પ્રવેશદ્વારના પૂર્વ બાજુ હાઈવે રસ્તા તરફ થવાનો છે તે આવકારદાયક છે, પરંતુ પુર્વ દિશા તરફ ગામના ચાર તળાવોના ચોમાસા દરમ્યાન પાલર પાણીથી ઓવરફલો થતાં તેમજ ગટરનું પાણી અહિંથી જ પસાર થાય છે તે તમામ પાસાને ધ્યાનમાં રાખી વિકાસકામોની ડિઝાઈન બનાવવી જોઈએ. મંદિર પાસે પ્રવેશદ્વારા આધુનિક હશે, સર્કલ બનશે, ર૦થી રર લાખ દિપમાળા સહિતની ત્યાં સુવિધા ઉભ ીથશે. બીજીતરફ પાર્કિંગની જગ્યામાં પાણી ભરાય છે, તેનું નિરાકરણ થવું જોઈએ. પાર્કિંગની જગ્યા વિશાળ છે, ૧૦ એકરમાં છવાયેલી છે, પરંતુ કામ ર કરોડમાં બને છે. તેથી બાકીની જમીન પર દબાણકારો કબ્જો ન જમાવે તે જોવું રહ્યું કારણ કે, મંદિરના મહિમાને ભવિષ્યની નજરે રાખી એક માત્ર આ જમીનનો ઉપયોગ થઈ શકશે. આ જમીન જાગીર ટ્રસ્ટ અને સરકાર સાથે બેસી વધુમાં વધુ યાત્રિકોની સુવિધામાં ઉપયોગી થાય તેવા નક્કર આયોજન ઘડાય તે જરૂરી છે. આ બાબતે હાલે માતાનામઢ આવેલા સાંસદ સભ્ય વિનોદ ચાવડા પાસે તેમણે ત્યાં સ્થળ પર જઈ રજૂઆત કરી હતી. ટૂંકમાં કચ્છની શક્તિ પીઠો અને બીજા યાત્રાધામો પ્રવાસનનું મોટૂં આકર્ષક છે. શ્રદ્ધાળુ અને પદયાત્રીનો પ્રવાહ અલબત ધાર્મિક ટૂરીઝમ સાથે ન ખપાવી શકાય પણ યાત્રાધામમાં આશાપુરા મંદિરે સરકાર દ્વારા જે વિકાસનો ધમધમાટ ચાલુ છે તે આંખને ઠારે તેવો છે તેવો સુર ત્યાં માતાનામઢે મળી ગયેલા એક શ્રદ્ધાળું ભરતભાઈ આહિરે તથા શૈલેષભાઈ રાઠોેડે વ્યક્ત કર્યો હતો. 

Comments

COMMENT / REPLY FROM