Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ કલેકટર દરમ્યાનગીરી કરે : ઓસ્લો ઓવરબ્રીજને શરૂ કરાવવામાં નડે છે કયા પાપીઓ?ઃ વિના વિલંબે કરો ચાલુ.!

16 June

ગાંધીધામ સંકુલની પ્રજાની સહનશકિતની કસોટી હવે બંધ કરો




ટાગોર રોડ પર બની રહેલ ઓસ્લો બ્રીજ જાણે કે, કચ્છના ભુજોડી બ્રીજ સમાન તાજમહેલ જ બની રહ્યો હોય તેમ ઠેકેદારે સતત મનમાની કરી અને કામને લટકાવે રાખ્યુ : પૂર્ણ થવાને આરે આવ્યુ તો ચૂંટણી, આંચારસંહીતા ઉપરાંતના કારણો આગળ ધરી દીધા, હવે તો બધુ જ પૂર્ણ થઈ ગયુ છે, હવે કોણ નડી રહ્યુ છે? ખોબલે ખોબલે મતો આપવા છતાંય ગાંધીધામવાસીઓ ત્રાહીમામ ત્રાહીમામ 
પોકારી ઉઠયા છે, તેમ છતાય કેમ કોઈના પેટનુ પાણી જ નથી હાલતુ..?



આચારસંહિતાઓ પૂર્ણ થઈ ગઈ, ચૂટણીઓ પતી ગઈ, રાજકારણીઓ તો જીતી-હારી ગયા, સન્માનો મેળવવામાં પણ રટ્ટ થઈ ગયા છે, હવે તો બસ પ્રજા જનો અને તેમના પ્રશ્નો જાય તેલ લેવા..નો છે તાલ : હજુ મત આપો અને થાવ હેરાન : આખા બોલા વર્ગની કડક ટકોર  : સંકુલના ઉદ્વાર-વિકાસ માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પાછલા ટુંકા સમયમા અનેકવિધ ફળદાયી રજુઆતો કરી દેખાડી છે, પરંતુ ઓસ્લો ઓવરબ્રિજ સંદર્ભે કેમ કાંઈ બોલતુ દેખાતુ નથી?



ગાંધીધામનું કોઈ વહીવટી ધણી ધોરી છે કે નહીં ? ઓસ્લો - રાજવી બ્રીજની જેમ જ શહેરના ઝંડાચોક પાસેની મુખ્ય બજારમાં પણ વરસાદી નાળા - સ્ટોર્મ વોટર સીસ્ટમ માટેના આડેધડ ખાડાઓ ખોદીને ખુલ્લા જ મુકી દેવાયા છે.. જેમાં કયારેક અબોલ જીવો તો કયારેક અજાણ વ્યક્તિઓ ખાબકી રહ્યા છે... છતાં કોઈના પેટનું પાણી હાલતું જ નથી... : ઠેકેદાર તો જાડી ચામડીનો હોય તેમ તે તો કોઈને ગણકારતો જ નથી..


બ્રીજનો ઠેકેદાર તો એટલો માથાભારે રહ્યો કે તેણે તો કેાઈને દાદ આપ્યો જ નહી, તેણે કરેલ કામ તો હાલમાં જ અહી બ્રીજમાથી કાકરાઓ ખર્યાની ફરીયાદો-ફોટા સાથે આવતા ખ્યાલ આવી જ ગયો છે, આમેય બ્રીજ પણ બિનજરૂરી જ બનાવાયો છે, ઉપયોગી થવાના બદલે એકસિડેન્ટ વધવાના છે, પણ બની ગયો છે તો હવે જેવો બન્યો હોય એવો, પણ ચાલુ કરવો જ જોઈએ, હવે વિલંબ કરવો કોઈને સમજાતો નથી :  કોંગ્રેસના સુકાનીને મોઢે પણ તાણાં જ લાગેલા છે, આ તો રહી રહીને પણ ભરતભાઈ સોલંકી જાગ્યા અને તેમને વિરોધ કરી દેખાડયો, એટલે હવે વિપક્ષ અહી રોડા નાખે છે તેવી વાત પણ રહી નથી, તો પછી આ બ્રીજને શરૂ કરતા અટકાવે છે કયા પાપીઓ?

ગાંધીધામ : ગુજરાત સરકાર રાજયના મોટા અને મુખ્ય શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓના ભારણને ઘટાડવાની દીશામાં તથા એ શહેરોના માળખાગત સુવિધાના વિકાસને વેગવાન બનાવવા માટે ઓવરબ્રીજ સહિતના ભગીરથ કાર્યો અને તેના માટેની માતબર રકમો આપતી રહે છે. દરમ્યાન જ ગાંધીધામ જેવા શહેરોમાં આ પ્રકારની સવલતો સરકારે તો આપી પણ એ જ સરકારી તંત્રના અમુક માટીભાગા જવાબદાર અધિકારીઓ તથા કામ કરનારા ઠેકેદારો ઉપરાંતના જાહેરજીવનના આગેવાનોની નિષ્કાળજી કહો કે લાપરવાહી ભરી સુસ્તી કહીએ, પરંતુ આવા સારા કામો એક યા બીજા કારણોસર ટલ્લે જ ચડવા પામી રહ્યા છે. હા, આપણે અહી વાત કરી રહ્યા છીએ ઓસ્લો પાસે બની ગયેલા ઓવરબ્રીજની. આ બ્રીજ તેની સમય અવધી કરતા અનેકગણો સમય નિર્માણમાં જ કાઢી ચૂકયો હોવા છતા પણ તે હજુય ખુલ્લો મુકવામા ન આવતા સંકુલની પ્રજાની પીડાઓમા વધારો થઈ રહ્યો છે અને પ્રજાજનો અહી ત્રાહીમામ ત્રાહીમામ જ પોકારી ઉઠયા હોય તેવી સ્થિતી બની જવા પામી છે. ઓસ્લો ઓવરબ્રીજ બન્યો છે ત્યારથી જ તેના કામની ગુણવત્તાઓથી માંડી અને તે કામ કરી રહેલા ઠેકેદારના મનસ્વી વર્તન વલણ મામે ચર્ચામા રહ્યો છે. તે બાદ આ બ્રીજ ખુબજ વિલંબીત રીતે કામમાં ચાલી રહ્યો હોવાની પણ સ્થિતી સર્જતો હોવાની ફરીયાદો પણ આવતી જ રહેતી હતી. આ બ્રીજ તદન બિનજરૂરી રીતે બનાવવામા આવી રહ્યો છે, તેનાથી ટ્રાફીક તો હળવો નહી જ થાય પરંતુ એકસીડેન્ટના પ્રમાણમાં ચોકકસથી વધી જવા પામશે તેવી વાતો પણ સામે આવવા પામી ચૂકી છે. તે વચ્ચે જ બ્રીજ શરૂ કરવાની વાત આવી તો, ચુંટણી આંચારસંહીતાનુ કારણ દૃશાવી દેવામા અવ્યુ હતુ. પરંતુ હવે તો ચુંટણીએ પુરી થઈ ગઈ, આંચારસંહીતા પણ હટી જવા પામી છે, તેમ છતા પણ આ બ્રીજ હજુ શરૂ નથી થયો? સંકુલના લોકો કહી રહ્યા છે કે, કોઈ કારણ હવે આ બ્રીજને શરૂ કરવાથી અટકાવવા માટે જોવાતુ નથી તેમ છતા તેને ખુલ્લો નથી મુકાતો ત્યારે હવે જિલ્લા કલેકટરશ્રી આ બાબતે દરમ્યાન ગીરી કરે અને આ બ્રીજ કયા પાપીઓના કારણે હજુ સુધી ખુલો નથી મુકાતો? કેયા તત્વો થકી ગાંધીધામ સંકુલની પ્રજાને ટ્રાફીકની પીડાઓવેટવાનો વારો આવી રહ્ય છે, તે જાણી અને વિના વિલંબે વેળાસર જ હવે આ બ્રીજ શરૂ કરાવે તે જ સમયતો તકાજો બની જવા પામી રહ્યો છે. ગાંધીધામમા ઓસ્લો ઓવરબ્રીજ હોય કે રાજવી ઓવરબ્રીજ આ બન્ને રાડના કામો એટલા વિલંબીત એક યા બીજા કારણોસર સતત થતા રહ્યા છે કે, પ્રજા રીતસરની તેના લધે બાનમા જ મુકાતી રહી છે. રાજવી ફાટક પાસે બની રહેલા બ્રીજમા પણ આ જ હાલત છે. જયારે ટ્રાફીક જામ થાય છે ત્યારે પ્રજાજનો માટે શીરદર્દ સમાન સ્થિતી બની જાય છે. ઓસ્લો ઓવરબ્રીજને શરૂ થતો અટકાવવાના હવે કોઈ જ કારણો નથી, તેમ છતા પણ કોઈ જ આ બાબતે બોલતુ જ નથી? કોઈના પેટનું પાણી પણ હાલતું જ નથી. રાજકારણીઓ તો ચૂંટણીઓમાં લડી લીધુ, જીતી અને હારી પણ ગયા, હવે સન્માનો પણ મેળવતા થઈ ગયા છે, પરંતુ પ્રજાજનોને પીડવતા ઓસ્લો બ્રીજ જેવા પ્રશ્નો તેમને હવે દેખાતા નથી? ગાંધીધામ સંકુલે તો ખોબલે ખોબલે મતો આપ્યા છે તેમ છતા પણ આવી દુવિધાઓનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે? જાણકારો તો કહી રહયા છે કે, આપો,હજુય મતો આપો અને આવા જ હેરાન થતા રહો..! આ બ્રીજનુ કામ કરનાર ઠેકેદારની પીડાઓ પણ કેાઈ ઓછી ન હોતી, તેના દ્વારા પણ ખુબજ મનસ્વી રીતે જ આ બ્રીજુ કામ કરવામા આવ્યુ છે, અને કામ કેવુ કર્યુ છે તે તો હાલમાં જ બ્રીજ પરથી વીજપોલ પડવા, કાંકરીઓ પડવાની એક ભોગગ્રસ્ત નાગરીકે ફોટા સાથે કરેલી ફરીયાદ જ કહી જાય તેમ છે. બ્રીજ ચાલુ નથી થયો તે પહેલા તો પોપડાઓ ખરી રહ્યા છે. વિચાર તો કરો આવુ તો તેનુ કામ થયુ છે. હવે જેવુ પણ હોય તેવુ પરંતુ આ બ્રીજને ખુલ્લો મુકવામાં હવે વિંલંબ ન કરવો જોઈએ. 

 

Comments

COMMENT / REPLY FROM