Trending News
સ્થાનિક સમાચાર

સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપઘાત કર્યો 

13 June




ભારતનગરમાં ચક્કર આવીને પડી જતા મહિલાનું મોત 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં સિનુગ્રામાં મહિલા અને મેઘપર (કુંભારડી)માં યુવકે આપઘાત કર્યો હતો તો ભારતનગરમાં ચક્કર આવીને પડી જતા મહિલાનું મોત થયું હતું. 
અંજાર પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલી માહિતી મુજબ તાલુકાના સિનુગ્રા ગામે રહેતા ૩૦ વર્ષિય મનિષાબેન આનંદભાઈ મહેશ્વરીએ પોતાના ઘરે દુપટ્ટામાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. જ્યારે મેઘપર (કુંભારડી) મા રહેતા ર૭ વર્ષિય દીપક ધર્મેશભાઈ આમના નામના યુવાને પોતાના રૂમમાં પલંગની ચાદર વડે ફાંસો ખાઈ જીવાદોરી ટુકાંવી હતી. આ તરફ ગાંધીધામના ભારતનગરમાં રહેતા ૪ર વર્ષિય હંશાબેન આશીષકુમાર ઠક્કરને રાતના સવા એક વાગ્યાના અરસામાં ગભરામણ થઈ અને ઉલ્ટી થઈ તેઓ ન્હાવા ગયા અને ન્હાઈને બહાર આવ્યા બાદ ચક્કર આવતા પડી જવાના કારણે મોત થયું હતું જે અંગે એ-ડિવિઝન પોલીસે એડી દાખલ કરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM