Trending News
સ્થાનિક સમાચાર

મંગવાણા નજીક સીમાડામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી

12 June



મામલતદાર સહિત વહીવટી તંત્ર દોડી ગયું : આગને કાબુમાં લેવાના પ્રયાસો જારી


નખત્રાણા : તાલુકાના મંગવાણા નજીક આવેલ સીમાડામાં જયાં ઓવરબ્રીજ, રેલ્વેનું કામ ચાલુ છે ત્યાં આજે એકાએક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા સરપંચ અરૂણાબેન ગોસ્વામી, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, તલાટી ભૂમિબેન છાંટબાર સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને આ લખાય છે ત્યારે નખત્રાણા મામલતદાર અરૂણભાઈ શર્મા અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળે ધસી ગઈ હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નખત્રાણા નગરપાલિકા હોવા છતાં તેની પાસે આગ બુઝાવવા માટેના ફાયર સાધનો નથી. એક તરફ રાજકોટની ઘટના બાદ ફાયર સેફટીનો ભંગ થાય તો નોટીસો આપવામાં આવે છે. પણ નોટીસ આપતા તંત્ર પાસે આગ બુજાવવાના સાધનો નથી. જે પણ એક હકિકત છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપતમાં એક પણ સરકારી ફાયર ફાઈટરની સુવિધા નથી. નલિયામાં એરફોર્સ, લખપતમાં જીએમડીસી અને પાન્ધ્રો પાવર સ્ટેશન પાસે ફાયર ફાઈટર છે. જો કે, આપાતકાલિન સ્થિતિમાં તે મદદે આવતા નથી. અવાર નવાર પવનચક્કીમાં તેમજ સુકા ઘાસમાં આગ લાગવાની ઘટના બને છે. ત્યારે સ્થાનિકો હાથ વગા સાધનોથી આગ બુઝાવે છે, જે વિકાસની વાસ્તવિકતા છે.

Comments

COMMENT / REPLY FROM