ચાંદ્રોડી અને જુના કટારિયાની ત્રણ પવનચક્કીમાંથી દોઢ લાખનો મુદામાલ ચોરાયો
ભચાઉ : તાલુકાના ચાંદ્રોડી અને જુના કટારિયા સીમમાં આવેલ અલગ અલગ ત્રણ પવનચક્કીમાંથી દોઢ લાખના મુદામાલની ચોરી થઈ છે. રાતના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ પવનચક્કીની ઓરડીના તાળા તોડી તેમાંથી કોપર મુદામાલ તથા પવનચક્કીના ટ્રાન્સફોર્મરના કોપર વાયર અને અન્ય પવનચક્કીના ઈલેકટ્રીક સાધનો મળી કુલ ૧,પર,૭પ૦ના મુદ્દામાલની ચોરી કરી પવનચકકીના ટ્રાન્સફોર્મરના ઓઈલ ઢોળી, વાયરો કાપી સાધનમાં નુકશાન કરવામાં આવ્યું હતું. એક કરતા વધારે માણસોએ ચોરી કરી છે. લાકડિયા પોલીસમાં આ બાબતે શિકારપુરના શેરમામદ આમદ ત્રાયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments