શિકારપુરપટ્ટામાં મીઠાની જમીનના ડખ્ખામાં ખાખીની ભૂમિકા સામે અંગુલિનિર્દેશ : રાજકીય જુથવાદમાં પોલીસ હાથો નથી બનતી ને ?
વાગડપટ્ટામાં મીઠ્ઠાના બેનામી ધંધામાં ૧નું ઢીમ ઢળી ગયા બાદના ઘાત-પ્રત્યાઘાતો.!
અભ્યારણ્યતંત્ર, વનવિભાગ અને પીજીવીસીએલની પ્રાથમીક જવાબદારી છે : પોલીસ કેમ સુરી બની રહી છે?
અભ્યારણ્ય વિસ્તારમાં મીઠ્ઠાના ગેરકાયદેસર દબાણો કરવાના આંતરીક ડખ્ખામાં થોડા સમય પહેલા થયેલી જુથ અથડામણમાં રાજકીય નામો સત્તાવાર રીતે આવતા આખીય ઘટના બની ગઈ છે હાઈપ્રોફાઈલ : પોલીસતંત્રએ પ્રારંભીક તબક્કે આ ઘટનામાં ૧ રાજકીય શખ્સ ઉપરાંતનાઓને પકડી લીધા બાદ હવે થઈ રહેલી કાર્યવાહીની સામે સબંધીતોમાંથી ઉઠી રહ્યા છે તરેહ તહેરના સવાલો
શકારપુર પાસેના બનેલા ઘટનાક્રમ બાદ હવે પોલીસતંત્ર અહી ઘોડા છુટયા બાદ તબેલાને તાણા મારવાની ઉધારી ઉપાધી સમાન કાર્યવાહી અને તેમાં પણ વ્હાલા-દવલા ભરી રીતીઓ અપનાવાતી હોવાથી ઉઠી રહ્યો છે ભારોભાર રોષ : આ પટ્ટામાં પોલીસતંત્ર હવે કેટલાકને પ્લોટસ ખાલી કરાવી રહી છે, તો કેટલાના ગેરકાયદેસર દબાણો તરફ મોઢું પણ ન દેખાડતા હોવાથી કયાંક ને કયાંક કોઈ રાજકીય ઈશારે તો હવે આ કાર્ય નથી થઈ રહ્યુ ને..? રાજકીય રીતે કોઈ એક જુથ-બીજા જુથનો કાંટો કઢાવવા પોલીસના ખભ્ભાનો ઉપયોગ તો નથી કરાઈ રહ્યો ને? : જાણકારોની લાલબત્તી
અભ્યારણ્ય વિસ્તાર છે, જંગલ ખાતાની અને રેવેન્યુની પ્રાથમિક જવાબદારી બની રહી છે કે દબાણો હોય તો તેને દુર કરે, ગેરકાયદેસર અડીંગા હેાય તો તેને પણ નિયમ આધારીત ફેરફારો કરાવે, તેના બદલે પોલીસ જ હાલના સમયે અમુક જ દબાણકારો પર કાયદાનો ધોક્કો દેખાડતી હોવાથી ઉઠી રહ્યા છે અણીયાણા સવાલો : જંગલખાતાનુ પ્રાથમિક કામ છે, પોલીસ કેમ ઉતાવળી થઈ રહી છે? : જો કાર્યવાહી પોલીસને કરવી જ હોય તો બધાય વિભાગો, ખાતાઓને સંયુકત રીતે સાથે રાખવા જોઈએ? આ ઉપરાંત અમુક પુરતા જ નહી પરંતુ સાર્વજનીક સર્વે હાથ ધરાવો જોઈએ તે બાદ જ કાર્યવાહી કરાય : ન માત્ર શિકારપુર પટ્ટો બલ્કે કડોલ વિસ્તામાં પણ પોલીસે વક્રદ્રષ્ટી કરવી જોઈએ : અમુક ચોકકસ જ દબાણોને જો તાર્ગેટ કરવામાં આવશે તો સવાલો તો ઉભા થશે જ થશે?
ગાંધીધામ : ગાંધીધામ : કચ્છના પૂર્વ વીસ્તારમાં ખાસ કરીને શિકારપુર બેલ્ટ તથા કડોલ સહિતના પટ્ટામાં સફેદ આચ્છાદિત મીઠાનો કાળો કારોબાર સમયાંતરે ભારે સંવેદનશીલ બનાવો સાથે ચર્ચામાં આવતો જ રહેતો હોય છે. થોડા સમય પહેલા પણ શિકારપુર સમીપે જ સરકારી જમીનને મીઠ્ઠાના નામે દબાવી લેવાના ઈરાદો બે જુથોમાં થયેલ ગંભીર અથડામણની ઘટનામાં એક વ્યકિતનુ ઢીમ ઢળી જવા પામ્યુ હતુ અને તે બાદ જાણે કે તંત્ર એકશનમાં આવ્યુ હોય તેમ તે વખતે કાર્યવાહી કરવામા આવતા રાજકીય શખ્સોના સત્તાવાર રીતે આ કેસમાં નામો પણ ખુલી જવા પામતા આખીય ઘટના હાઈપ્રોફાઈલ બની જવા પામી ગઈ હતી. અને પોલીસે તેમાં ધરપકડનો દોર પણ આરંભી લીધો હતો જે બાદ એક રાજકીય શખ્સની પણ ધરપકડ કરાઈ હતી.
આ આખાય કેસની ચાલતી તપાસ વચ્ચે સમગ્ર જિલ્લાનો પ્રબુદ્ધવર્ગ એક નવી જ ચર્ચાઓ કરી રહ્યો હોવાનો ગણગણાટ પણ સામે આવી રહ્યો છે. મીઠ્ઠાના બેનામી ધંધાઓને લઈને સરકારી જમીન પર પગદંડો જમાવવાના નામે શીકાર પુર પટ્ટો હોય કે કડોલ વિસ્તાર હોય અહી સમયે સમયે સવાલો ઉભા થાય તેવી ઘટનાઓ બનતી જ રહેતી હોય છે. ત્યારે હકીકતમાં આ પ્રકરણમાં સૌ પ્રથમ તો અભ્યારણ્ય વિસ્તારમાં ઘટના બની છે તો અભ્યારણ્ય તંત્ર, તે બાદ જંગલ-વનવિભાગ, તે પછી પીજીવીસીએલ વિભાગની પ્રાથમિક લાપરવાહી અને જવાબદારીઓ સામે આવી રહી છે. હજુ સુધી આ વિભાગો તો કયાંય હરકતમાં આવ્યા હોય તેવો સત્તાવાર ખુલાસો આ ઘટનાને લઈને તે વિભાગના અધિકારીઓ તરફથી કરવામા આવ્યો જ નથી પરંતુ બીજીતરફ હવે આ ઘટનામાં પોલીસતંત્ર દ્વારા આગળ આવી અને કાર્યવાહી થઈ રહી હોવાની ચર્ચા તથા તેમાંય વ્હાલાદવલાની કાર્યવાહી થતી હોય તેમ અમુક દબાણકારો સામે ધોક્કો પછાડાયો હોવાનુ મનાય છે જયારે અમુકના તરફે તો ખાખી દ્વારા જોવામાં પણ નથી આવતુ? તેના પાછળનુ રહસ્ય શું છે? કેમ આવુ કરવામા આવી રહ્યુ છે? જાણકારો કહી રહ્યા છે કે જયા અભ્યારણ્ય વિભાગ, વનતંત્ર તથા પીજીવસીએલે કરવાની કાર્યવાહી તેઓએ આદરી નથી તો પોલીસ કેમ આમા ઉતાવળે આટલી બધી ચંચુપાત કરી રહી છે? એવુ તો નથી ને કે મીઠ્ઠાની જમીનના આ પ્રકરણોમાં રાજકીય જુથવાદ કયાંક ને કયાંક ભુમિકાઓ પડદા પાછળની ભજવી રહ્યો છે? કોઈ એક રાજકીય ગ્રુપ બીજાને પાડી દેવા અથવા તો બીજાનો કાંટો કાઢી દેવા માટે ખાખીનો અહી ખોટો ઉપયોગ કરી રહ્યા હોય તેમ તો નથી ને? ખાખીના જવાબદારોએ આ બાબતે ચેતવુ જોઈએ. તેઓના ખભ્ભાનો ઉપયોગ રાજકીય રાગદ્રેષ કે હરીફાઈઓને લાંબી-ટુંકી કરવા માટે કોઈ ઉપયોગ તો નથી કરી જતાને? તે બાબતે વિચારવુ જોઈએ. તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments