Trending News
ક્રાઈમ

સામખિયાળી-રાધનપુર હાઈવે પર ૧૪.૩૦ લાખનું બાયોડીઝલ પકડાયું 

09 June




વાગડમાં પૂર્વ કચ્છ પોલીસના મેગા કોમ્બિંગ દરમિયાન શરાબના કેસો થયા : કુલ રપ ટીમોએ કરેલી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ 



ભચાઉ : વાગડ વિસ્તારમાં વધતી ગુનાખોરી અન્વયે ભચાઉ ડીવીઝનના ભચાઉ, રાપર, લાકડિયા, આડેસર, સામખિયાળી, બાલાસર, ગાગોદર અને ખડીર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચાર પીઆઈ, આઠ પીએસઆઈ અને ૧૪૪ પોલીસ કર્મચારીઓની કુલ રપ ટીમો તેમજ એલસીબી પીઆઈ નારાણ ચૂડાસમા અને તેમની ટીમ દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સામખિયાળી-રાધનપુર  નેશનલ હાઈવે પર રામદેવ હોટલ ધાબા પાસે ટેન્કર નં.આરજે૧૯-જીસી-૪૩૦૮ મા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ જણાઈ આવતા કુલ રર૦૦ લિટર બાયોડીઝલ કિંમત રૂા.૧૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે રાજસ્થાનના બાડમેરના પપ્પુરામ હનુમાન ચૌધરીની અટક કરવામાં આવી હતી. જેની સામે ગાગોદર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ સિવાય પ્રોહિબિશનના ર૩, ૩૭ બૂટલેગર પર રેડ, ત્રણ જુગારી પર રેડ, એનવીએક્ટ અંતર્ગત ૧૮ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નાઈટ દરમિયાન હાઈવે પર પસાર થતા ટેન્કર, ટ્રેઈલર, બસ સહિતના ૪૩૮ વાહનો ચેક કરવામાં આવ્યા હતા. ૧૦ ભાડૂઆત, ૧૮ બસ સ્ટેશન, ૮ ભંગારના વાડા, ૯ એટીએમ, ૩૯ હોટલ-ધાબા ચેક કરી ચેકિંગ દરમિયાન ૯૦ જેટલા શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરી પર અને એ અને બી રોલ ભરવાની કામગીરી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથ ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના સુપરવિઝનમાં આ કામગીરી થઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM